Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 277
________________ 222222 VEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE દtiદદદદદદ હાલ g ggggggggggggggggggggggggggggggg૪ નિશીહિ સામાચારી છે . (૫) ડિસીહિ સામાચારી જ્યારે દેરાસર સ્વરૂપ દેવના અવગ્રહમાં પ્રવેશ કરવાનો હોય અથવા ઉપાશ્રય વગેરે સ્વરૂપ ગુરના અવગ્રહમાં જ પ્રવેશ કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ ગુરુની રજા લેવી અને પછી “મારે ગુરુના અવગ્રહમાં જઈને કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે? કઈ આશાતના ન થાય એ રીતે વર્તવાનું છે?' એનો બરાબર ઉપયોગ મુકીને આશાતનાદિનો છે છે ત્યાગ કરી ગુરુના અવગ્રહમાંsઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતી વખતે “નિસીહિ એ પ્રમાણે બોલવું એ નિસાહિ8 8 સામાચારી કહેવાય. દેરાસરમાં પ્રવેશ કરતી વખતે દેવની રજા લેવી શક્ય નથી એટલે ત્યાં આ સિવાયના બધા નિયમો જાળવવા. તે - “નિસીહિ' શબ્દનો અર્થ છે નિષેધ : ત્યાગ. આ શબ્દ બોલવો એટલે પ્રતિજ્ઞા કરવી. આ શબ્દ બોલીને સાધુ R. છે પ્રતિજ્ઞા કરે છે કે, “ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરીને હું તમામ પાપોનો ત્યાગ કરીશ. એમાં ય મુખ્યત્વે દેવ કે ગુરુની છે. આશાતના ન થઈ જાય એની કાળજી રાખીશ.” | (જેમ ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે નિહિ બોલીએ છીએ એમ ગુરુના સાડાત્રણ હાથના અવગ્રહમાં છે જવામાં પણ ‘નિસીહિ બોલવાનું હોય છે. વાંદણામાં “માણુનાદ શબ્દ બોલી શિષ્યો ગુરુ પાસે સાડાત્રણ છે હાથની અંદર પ્રવેશવાની રજા માંગે છે અને એ મેળવીને નિસીહિ' બોલી અંદર પ્રવેશે છે. આ પણ નિશીહિ હૈ સામાચારી જ છે. આ રીતે વિચારીએ તો દિવસ દરમ્યાન જ્યારે પણ ગુરુની પાસે સાડાત્રણ હાથની અંદર જવાનું છે થાય ત્યારે “નિશીહિ' બોલવું જોઈએ અને એ વખતે દૃઢ ઉપયોગ રાખીને ગુરુની લેશ પણ આશાતનાદિ ન થાય છે એ માટે અપ્રમત્ત બનવું જોઈએ. વર્તમાનકાળમાં આવો ‘નિસીહિ' પ્રયોગ દેખાતો નથી. પણ તો ય સંયમીઓએ ગુરુની નજીકમાં જતી વખતે એમની આશાતના ન થાય એ માટે તો અત્યંત અપ્રમત્ત બનવું જ જોઈએ. એ જ આશાતનાદિના પ્રકારો આગળ બતાવાશે.) ટૂંકમાં નિસીહિ સામાચારીમાં ત્રણ બાબતો અત્યન્ત જરૂરી છે : (૧) ઉપાશ્રયાદિમાં પ્રવેશતાં પૂર્વે ગુરુની અનુમતિ. (૨) પ્રવેશતી વખતે આશાતનાદિ તમામ પાપકાર્યોનો ઉપયોગપૂર્વક ત્યાગ. (૩) પ્રવેશ કરતી વખતે “નિસીહિ' શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર. જો ગુરુની રજા વિના ઉપાશ્રયાદિમાં પ્રવેશે તો એકેય આશાતનાદિ ન કરે, નિસહિ શબ્દ બોલે તો પણ એ છે 8 નિસાહિ સામાચારી ન ગણાય. ગુરુની રજા લઈને પ્રવેશે, ‘નિસીહિ' શબ્દ બોલે પણ આશાતનાત્યાગ માટેનો દઢ ઉપયોગ કે પ્રયત્ન ન રાખે છે છે તો એ નિસીહ સામાચારી ન ગણાય. ગુરુની અનુમતિ લે, આશાતનાત્યાગ માટે દઢ યત્નવાળો બને, પણ અવગ્રહમાં પ્રવેશતી વખતે “નિસીહિ છે ન બોલે તો પણ આ સામાચારીનું પાલન કર્યું ન ગણાય. ટૂંકમાં દેવગુરુની આશાતનાદિ લેશ પણ ન થઈ જાય એ માટે અત્યંત સતર્ક થવું, સાવધ બનવું એ જ આ સામાચારીનો સાર છે. અને એ સાવધતા લાવવા માટે જ “નિશીહિ' શબ્દરૂપી પ્રતિજ્ઞા ઉચ્ચારવામાં આવે છે. શિષ્ય : દેવ અને ગુરુનો નાનામાં નાનો અવગ્રહ કેટલો? અને મોટો અવગ્રહ કેટલો ? ગુરુઃ જિનપ્રતિમાથી નવ હાથ સુધીની જગ્યા એ દેવનો જઘન્ય અવગ્રહ છે અને ૬૦ હાથ સુધીની જગ્યા એ છે આ ઉત્કૃષ્ટ અવગ્રહ છે. જ્યારે ગુરુની ચારે દિશામાં સાડા ત્રણ હાથ જેટલી જગ્યા એ ગુરુનો અવગ્રહ ગણાય છે. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE R સંયમ રંગ લાગ્યો - નિસીહિ સામાચારી • ૨૬૮ a mamanadalaGanasapna aasaagassiziiigatanggaraba

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286