________________
EEEEEEEEE
નિસીહિ સામાચારી
શિષ્ય : ‘નિસીહિ’ વખતે સાધુ ઉપયોગપૂર્વક બધા પાપોનો ત્યાગ કરે એમ કહ્યું, પણ સાધુ પાપ કરે જ ક્યાં છે ? કે એને પાપોનો ત્યાગ કરવાનો અવસર આવે ? ગૃહસ્થો પાપો કરે એટલે તેઓ દેરાસરાદિમાં પાપત્યાગની પ્રતિજ્ઞા સ્વરૂપ નિસીહિ બોલે એ યોગ્ય છે. પણ સાધુઓ બધા પાપોનો ત્યાગ કરી ચૂક્યા છે. એમને પાપત્યાગ કરવાનો ક્યાંથી હોય ?
ગુરુ : અહીં પાપત્યાગનો અર્થ એ છે કે ગુરુ વગેરેની આશાતનારૂપ પાપ એમની નજીકમાં ગયા બાદ લેશ પણ ન થાય એ માટે દૃઢ યત્નવાળા બનવું. અર્થાત્ ‘ઉપાશ્રયની બહાર સાધુઓ પાપ કરીને આવ્યા છે અને હવે ઉપાશ્રયમાં પ્રવેશતી વખતે એનો ત્યાગ કરે છે' એવો અર્થ ન સમજવો. પણ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ગુરુની નજીક ગયા બાદ જે આશાતના થઈ જવાની સંભાવના છે એ બિલકુલ ન થાય એ માટે અત્યંત જાગ્રત બનવું એનું જ નામ ઉપયોગપૂર્વકનો પાપત્યાગ.
વળી ઉપાશ્રયની બહાર ગોચરી, વિહાર, સ્થંડિલ વગેરે કાર્યોમાં સાધુ પરોવાયેલો હોય એટલે એ વખતે અમુક દોષો લાગવાની સંભાવના છે જ. ઉપાશ્રયમાં સ્વાધ્યાયાદિ સ્થિર પ્રવૃત્તિઓ કરવાની હોવાથી એમાં કોઈ મુશ્કેલી ન પડે. એટલે એ દૃષ્ટિએ ઉપાશ્રયની બહાર અનાભોગાદિથી થયેલા પાપો ઉપાશ્રયમાં બિલકુલ ન થાય એ માટે તેનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા પણ આ ‘નિસીહિ' શબ્દથી લઈ શકાય છે.
શિષ્ય : ગુરુની પાસે ગયા પછી કઈ કઈ આશાતનાઓ થઈ જવાનો સંભવ છે ?
ગુરુ : ગુરુવંદન ભાષ્યમાં તેત્રીસ આશાતનાઓ બતાવી છે. છતાં અત્યારના વ્યવહાર પ્રમાણે તને કેટલીક આશાતનાઓ બતાવું.
(૧) ગુરુ સાથે વાતચીત કરતી વખતે જો બરાબર મુહપત્તીનો ઉપયોગ રાખવામાં ન આવે તો ગુરુ ઉ૫૨ થૂંક ઉડવાથી એમની ભયંકર આશાતના થાય.
(૨) ગુરુની હાજરીમાં પગ ઉપર પગ ચડાવી બેસવું, નિષ્કારણ ટેકો દઈને બેસવું, પગ લાંબા કરીને બેસવું એ પણ ગુરુની આશાતના છે.
(૩) ગુરુને મુશ્કેલી પડે એ રીતે મોટા અવાજે વાતચીત કરવી, ગોખવું, પાઠ આપવો.
(૪) ગુરુની સન્મુખ રહીને વાતચીત કરવાને બદલે પડખે કે પાછળ કે દૂર રહીને ગુરુ સાથે વાતચીત કરવી. ગુરુએ મુખ ફેરવીને વાત કરવી પડે એ રીતે વાતો કરવી એ પણ આશાતના છે.
(૫) શ્રાવક બહા૨થી વંદન કરવા આવે અને પહેલાં પોતાને વંદન કરતો હોય તો એને વિદ્યમાન ગુરુ પાસે પહેલા વંદન કરવા મોકલવો. એને બદલે બહારથી આવેલો શ્રાવક ગુરુને મળે, વંદન કરે એ પહેલા જ એની સાથે પોતે વાતચીત કરવા લાગે તો એ અવિનય કહેવાય. (હા, ગુરુ અગત્યના કામમાં હોય, આરામ કરતા હોય તો જુદી વાત છે.)
(૬) ગુરુ સાથેની વાતચીતમાં ગુરુને લેશ પણ દુઃખ થાય એવું બોલવું, ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે બોલવું, ગુરુ બોલે ત્યારે એ સાંભળવાને બદલે પરસ્પર વાતચીત કરવી અથવા ગુરુની સામે નજર રાખવાને બદલે આમતેમ જોયા કરવું, ગુરુની વાત સાંભળતાં બીજા પણ પાત્રાપ્રતિલેખનાદિ કાર્યો ચાલુ રાખવા ઇત્યાદિ પણ ગુરુનો અવિનય કહેવાય.
આવી ઘણી બાબતો હોઈ શકે છે. દરેક સંયમીએ સમજવું જોઈએ કે દેવ અને ગુરુ આ બે તત્વો આપણા અનંત ઉપકારી છે. એમની આશાતના સ્વપ્નમાં પણ ન થઈ જાય એ માટે પ્રત્યેક સંયમીએ કટિબદ્ધ બનવું જોઈએ. ઉપાશ્રયની બહાર ગુરુની ગેરહાજરીમાં અથવા સંયમીઓ ગુરુની નજીકમાં ન હોય ત્યારે ગુરુની આશાતના
સંયમ રંગ લાગ્યો નિસીહિ સામાચારી ૭ ૨૦૦