Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 282
________________ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE gggggggggggggggggggggs નિસીહિ સામાચારી છે છે એ પહેલેથી જ અઠ્ઠમનું પચ્ચ. લઈ લે. તો પછી આપોઆપ એનામાં દઢતા આવી જ જાય છે. સામાન્યથી છે શ બાધા લીધા બાદ સંયમીને ભય લાગે જ કે “બાધા લીધા પછી ભાંગશું તો મોટું પાપ લાગશે” એટલે “નિસીહિ' છે 8 એ પ્રમાણે બોલીને બાધા લીધી હોય તો પછી એનું બરાબર પાલન કરે. બાધા ન લીધી હોય તો પાલન ન 8 8 કરે એ સ્વાભાવિક છે.. છે એટલે (૧) નિશીહિ પ્રતિજ્ઞા કરો. (૨) એનાથી એક ભય ઉત્પન્ન થશે કે “આ પ્રતિજ્ઞાનો ભંગ કરીશ. છે ગુર્વાદિ-આશાતનાના ત્યાગાદિ નહિ કરું તો મને પાપ લાગશે. (૩) એ ભયને લીધે આશાતનાત્યાગાદિમાં દઢ છે આ પ્રયત્ન ઉત્પન્ન થશે. લેશ પણ આશાતના આ ભય નહિ થવા દે. (૪) આ દઢયત્નપૂર્વક પછી જે કોઈ છે ગુરુસેવાદિ ક્રિયા કરાશે એ બધી જ ક્રિયાઓ એ તે જ ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિ કરનારી બનશે. (૫) આમ ૩ લાયોપથમિક ભાવની વૃદ્ધિ દ્વારા ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થશે. (૬) એનાથી મોક્ષ મળશે. જ આ એક નિયમ છે કે દઢયત્નપૂર્વક જે ક્રિયા કરવામાં આવે તે ક્રિયા જે અંદર પડેલા ક્ષાયોપથમિક ભાવ # વડે કરાતી હોય તે જ ક્ષાયોપથમિકભાવને વધારી આપનારી બને. દા.ત. અંદર ગુરુ પ્રત્યે બહુમાનભાવ છે. અને એટલે એ સંયમી ગુરુનો કાપ કાઢે છે. એ કાપ વખતે જો 8 છે દઢ યત્ન હોય. માત્ર કાપ કાઢવા પુરતી જ ક્રિયા ન હોય, તો એ કાપ કાઢવાની ક્રિયા એ સંયમીના છે ગુરુબહુમાનભાવને ખૂબ વધારી આપે. પણ અંદર બહુમાનભાવ હોવા છતાં શરીરની માંદગી, થાક, બીજા કોઈક કામની ઉતાવળ વગેરેની લીધે કાપ કાઢવાની ક્રિયા કરવા છતાં જો એ દઢ પ્રયત્નપૂર્વક ન કરવામાં આવે તો પછી એમાં ક્ષાયોપથમિકભાવની વૃદ્ધિ ન થાય. - અહીં નિસીહિ સામાચારી પૂર્ણ થાય છે. વર્તમાનકાળમાં જ્યાં સુધી એવો ઉપયોગ, દઢયત્ન, સાવધતા, અપ્રમત્તતા ન આવે ત્યાં સુધી એ બધું પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પણ માત્ર “નિશીહિ' શબ્દ બોલવા રૂપ પણ સામાચારી દરેક સંયમીઓએ પાળવી જોઈએ. સ્પષ્ટ સંભળાય એ રીતે આ શબ્દ બોલવો જોઈએ. ખેદની વાત છે કે અનંતા તીર્થકરોએ જે આજ્ઞાઓ ફરમાવી છે. તે આજે વિલોપ થઈ રહી દેખાય છે. આ વ્યવહારથી પણ નિસહિ’ શબ્દ બોલવા જેટલી સામાચારી લગભગ પળાતી નથી. જેઓ આ પાળશે, તેઓને ગણધરોની મર્યાદાનું રક્ષણ કરવાનો, તીર્થનો આંશિક ઉચ્છેદ થતો 8 અટકાવવાનો, આ મર્યાદાઓ નવી પેઢીઓ સુધી જીવતી પહોંચાડીને પરોપકાર કરવાનો લાભ સાંપડશે. Reachi&ternational and રંગ લાગ્યો - નિસીહિ સામાચારી • ૨૦૩ internati&giEagggggggggggggggggggaisoni

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286