________________
નિસીહિ સામાચારી
થવાની શક્યતા નહિવત્ હોવાથી એ વખતે સંયમીઓએ આશાતનાત્યાગનો જોરદાર‘પ્રયત્ન કરવો ન પડે. પણ જ્યારે ગુરુની નજીકમાં જવાનું થાય ત્યારે તે સાધુઓએ આશાતના-ત્યાગ કરવાનો પ્રયત્ન એકદમ તીવ્ર બનાવવો પડે.
ભારતની સરહદ ઉપર જવાનો સતત ચોકી- પહેરો ભરે છે. જ્યારે યુદ્ધનો કાળ ન હોય ત્યારે ચોકી- પહેરો ભરતા હોવા છતાં એકદમ જાગ્રત નથી હોતા. પરંતુ જ્યારે યુદ્ધના ભણકારા વાગતા હોય એ વખતે તે જવાનો અત્યંત સાવધ બની જાય છે.
આ જ વાત સંયમીઓમાં છે. ગુર્વાદિના અવગ્રહની બહાર સંયમીઓ આશાતનાત્યાગ માટે જાગ્રત હોવા છતાં પણ ત્યારે આશાતનાની શક્યતા નહિવત્ હોવાથી એકદમ સાવધ નથી હોતા. પરંતુ ગુર્વાદિના અવગ્રહમાં પ્રવેશતાંની સાથે જ તેઓ એકદમ સાવધ બની જાય છે.
એટલે ‘નિસીહિ' શબ્દ બોલવા રૂપ સામાચારી એ પાપકર્મોનો ભુક્કો બોલાવી દેનારી છે એ વાત સાચી, પણ એ માટે અવગ્રહની બહાર જે પ્રયત્ન હોય એના કરતાં અત્યંત વધુ પ્રયત્ન, વધુ જાગૃતિ એ પણ સહકારિકા૨ણ તરીકે અત્યંત જરૂરી છે.
આ સાવધતા લાવવા માટે અવગ્રહમાં પ્રવેશતી વખતે આ બધી બાબતોમાં તીવ્ર ઉપયોગ મૂકવો. ‘કઈ કઈ આશાતનાઓ મારાથી સંભવિત છે અને શું ક૨વાથી તે આશાતનાઓ ન થાય' ઇત્યાદિ બરાબર વિચારવું અત્યંત જરૂરી છે.
શિષ્ય ! એક હજાર સૈનિકોની સામે કોઈ એક શૂરવીર યોદ્ધો લડતો હોય ત્યારે એક હજાર સૈનિકો તરફથી ધોધમાર વરસતા બાણોનો પ્રતીકાર કરવા, એકપણ બાણ પોતાને વાગી ન જાય એ માટે એ શૂરવીરે કેટલા સાવધ રહેવું પડે ? આનાથી ય વધારે જાગૃતિ સંયમીઓએ દેવ અને ગુરુની આશાતના ન થાય એ માટે રાખવાની છે.
શિષ્ય : આપે ગુરુની આશાતનાઓના પ્રકારો બતાવ્યા. એ રીતે દેવની આશાતનાઓ પણ બતાવશો? ગુરુ : દેવની ચોર્યાસી આશાતનાઓ પ્રસિદ્ધ છે. છતાં વર્તમાનકાળની દૃષ્ટિએ સંયમીઓએ જે આશાતનાઓ ત્યાગવી જોઈએ એ તને બતાવું.
(૧) સંયમીઓ સ્નાન ન કરતા હોવાથી એમનું શરીર અને વસ્ત્ર સામાન્યથી મલિન હોય. એટલે સંયમીઓને દેરાસરમાં વધુ સમય રહેવાની ૨જા શાસ્ત્રકારોએ આપી નથી. સંયમીને ભક્તિ કરવાના ભાવ હોય તો એણે ઉપાશ્રયમાં જ જિનપ્રતિમાના આલંબન વિના સ્તવનાદિ બોલીને ભક્તિ કરી લેવી. (હા, આ ઉત્સર્ગમાર્ગ છે. અપવાદમાર્ગે ગીતાર્થ ગુરુઓ આજે જેની અનુમતિ આપે તે પ્રમાણે કરી શકાય.) સામાન્યથી સંયમી અલ્પકાળમાં જ દેરાસરમાંથી નીકળી જાય એ ઉચિત છે.
(૨) સંયમીઓ ગભારામાં પ્રવેશે, પ્રતિમાની અત્યંત નજીકમાં જાય એ પણ દેવની આશાતના ગણાય. સંયમીઓએ એ વાત ભૂલવાની નથી કે તેઓનું શરીર સ્નાનરહિત હોવાથી મલિન છે. ગભારામાં પ્રવેશાદિ દ્વારા જે લાભ સંયમીઓ મેળવવા માંગતા હોય એના કરતા વધુ લાભ દેવની આશાતનાનો ત્યાગ કરવાથી તેઓને થાય.
(૩) શ્રાવક-શ્રાવિકા વગેરેને જિનભક્તિમાં ખલેલ પહોંચે એવા સ્થાને ચૈત્યવંદનાદિ કરવા બેસવું, મોટા અવાજે સ્તવનાદિ બોલવા એ પણ અપેક્ષાએ દેવની આશાતના છે. હા, સંયમીઓ સમૂહમાં દેરાસર જાય તો બધા સાથે સ્તવનાદિ બોલે એમાં કોઈ વાંધો જણાતો નથી. પણ એક-બે સંયમીઓ મોટા સ્વરે સ્તવનાદિ બોલે એ ચિત જણાતું નથી.
(૪) દેરાસરમાં જ સંયમી કોઈ શ્રાવકાદિ ઉપર ક્રોધે ભરાય, જેમતેમ બોલે તો એ પણ દેવની આશાતના
સંયમ રંગ લાગ્યો નિસીહિ સામાચારી ૦ ૨૦૦