Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 272
________________ EET GEEnterrestricitrict Ettricistrict official terms free stonesiressesssssssssssssssssssssssssed આવર્સાહિ સામાચારી શિષ્ય : આવશ્યક કાર્યો કોને કહેવાય ? ગુરુઃ રે ! આટલી પણ તને ખબર નથી. (૧) દેરાસરે દર્શન (૨) ચંડિલ જવું. (૩) ભંડારમાંથી પુસ્તક કઢાવવા. (૪) બીજા ઉપાશ્રયમાં રહેલા બહુશ્રુત મુનિઓને વંદનાર્થે જવું. (૫) ગોચરી જવું. (૬) વિહાર છે કરવો. (૭) શ્રાવક મોટી માંદગી વિગેરેમાં હોય તો સમાધિ આપવા જવું. (૮) ઉપાશ્રયમાં અસક્ઝાય હોય તો સ્વાધ્યાયાદિ માટે અન્યસ્થાને જવું વિગેરે જે કાર્યો જ્ઞાન, દર્શન, ચારિત્રની પુષ્ટિ કરનારા હોય એ કાર્યો છે આવશ્યક કહેવાય. શિષ્ય : સંયમી ઉપાશ્રયની બહાર નીકળ્યા પછી કદાચ બિનજરૂરી કાર્યો કરે તો ય એ સંયમીએ બહાર જતી વખતે “આવસહિ' શબ્દનો ઉચ્ચાર તો કર્યો જ છે. તો એને આવ. સામા. માનવામાં શું વાંધો? જેટલું છે કર્યું એટલું નફામાં ! 8 ગુરુઃ “આવરૂહિ શબ્દ બોલવો એ તો મોટી પ્રતિજ્ઞા છે. આ શબ્દ બોલતી વખતે સંયમી પ્રતિજ્ઞા કરે 8 છે છે કે, “હું આવશ્યક કાર્યો જ કરીશ, બધી જિનાજ્ઞા પાળીશ” ઈત્યાદિ. હવે જો આવી પ્રતિજ્ઞા લીધા બાદ એનો છે. ભંગ કરે તો પ્રતિજ્ઞાભંગનું ઘણું ભયંકર પાપ એને લાગે. સંબોધસિત્તરીમાં કહ્યું છે કે : र आजम्मं जं पावं बंधइ मिच्छत्तसंजुओ कोइ । वयभंगं काउमणो बंधइ तं चेव अट्ठगुणो ॥ છે એક મિથ્યાત્વી આત્મા આખી જીંદગી દરમ્યાન જેટલું પાપ બાંધે એના કરતાં આઠગણું પાપ, પ્રતિજ્ઞા વ્રત છે R લીધા બાદ વ્રતનો ભંગ કરવાની ઈચ્છા માત્ર કરનારો સંયમી બાંધે. છે માટે જ ઓ સંયમીઓ ! આ “આવર્સીહિ' શબ્દ બોલવો એ સામાન્ય વાત ન સમજતા. આ એક પ્રતિજ્ઞા છે જ છે. એનું બરાબર પાલન કરજો. કોઈ ગૃહસ્થને રાત્રિભોજનની બાધા આપી દીધા બાદ આપણને ખબર પડે 8 8 કે એણે બાધા ભાંગી નાંખી છે તો એને બોલાવી ઠપકો આપીએ છીએ. તો આપણે પણ આ શબ્દ બોલી મોટી છે 6 બાધા જ લઈ રહ્યા છીએ. એનું જો પાલન ન કરીએ તો આપણે કેટલા ઠપકાને પાત્ર બનીએ? ગુરુ તો કદાચ ૨ શ ઠપકો ન પણ આપે, પણ કર્મસત્તા આપણને શી રીતે છોડશે ? શિષ્ય : પણ ગુરુદેવ ! પ્રતિજ્ઞા લીધા બાદ તૂટી જાય તો જો ભયંકર પાપ બંધાતું હોય તો એના કરતા જ પ્રતિજ્ઞા જ ન લેવી સારી. “આવસ્સહિ' બોલીએ જ નહિ તો બાધાનો ભંગ થવાનો ભય જ નહિ. પછી છે બિનજરૂરી કાર્યો થઈ જાય, જિનાજ્ઞા ન પળાય તો ય એટલું જ નુકસાન ને ? બાધાનો ભંગ કરવા રૂપ મોટું છે આ નુકસાન તો નહિ જ ને ? હા, અમે પ્રયત્ન કરશે કે આજ્ઞાપાલન થાય, બિનજરૂરી કાર્યો ન થાય. પણ પ્રતિજ્ઞા નહીં લઈએ. ગુરતું મને જવાબ આપ કે (૧) ધંધો કરવામાં નુકશાન જવાની શક્યતા હોય છતાં શું કોઈપણ બુદ્ધિમાનું ! આ વેપારી નુકશાનનો ભય રાખી ધંધો બંધ કરી દે એ યોગ્ય છે? કે ધંધો કરવો અને નુકશાન ન થાય તેની તકેદારી છે જ રાખવી એ યોગ્ય છે ? (૨) ભોજન કરવાથી કબજીયાત થાય તો શું કબજીયાત થઈ જવાના ભયથી ભોજન જ છોડી દેવું એ યોગ્ય છે ? કે ભોજન ચાલુ રાખવું અને કબજીયાત ન થાય એનો પ્રયત્ન કરવો એ યોગ્ય છે? 8 (૩) વસ્ત્રો પહેરીએ એટલે તે મેલા થાય, જુ થાય તો શું એ ભયને લીધે વસ્ત્રો જ ન પહેરવા એ યોગ્ય છે? કે વસ્ત્રો અવશ્ય પહેરવા પણ મેલા ન થાય, જુ ન થાય એની કાળજી યોગ્ય છે ? આ બધામાં તારો શું જવાબ એ છે એ મારે પૂછવાની જરૂર નથી. એ જ રીતે પ્રતિજ્ઞાનો ભંગ થઈ જવાના ભયથી પ્રતિજ્ઞા જ ન લેવી એ યોગ્ય જ નથી, પરંતુ પ્રતિજ્ઞા લેવી જ અને એનો ભંગ ન થાય એની તકેદારી રાખવી. સંચમ રંગ લાગ્યો - આવરસહિ સામાચારી ૨૬૩

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286