________________
ઈચ્છાકાર સામાચારી
युक्तञ्चैतत्=यदेतट्टीकायां उक्तं, तद् युक्तमेव । उत्तराध्ययनादिषु = आदिशब्दादावश्यकनिर्युक्त्यादिषु एतेभ्यः=इच्छामिच्छातथाशब्देभ्यः अन्यत्र = आवश्यक्यादिषु ।
આ બાબતમાં કેટલાંક લોકો એમ કહે છે કે વૃચ્છા = મિચ્છા હૈં તથા ચ કૃતિ કૃચ્છામિચ્છાતથા એ દ્વન્દ્વ સમાસ કર્યા બાદ ‘તેષાં વ્હાર:’ એમ ષષ્ઠી ત.પુ. સમાસ થયો છે અને એટલે દ્વન્દ્વની પછી રહેલા ‘કાર’નો આ ત્રણમાં જ પ્રત્યેકમાં અન્વય થશે. એટલે ઈચ્છાનો પ્રયોગ, મિચ્છાનો પ્રયોગ... એમ અર્થ થશે.
(શિષ્ય : જો ‘કાર'ને આવસહિ વગેરે સાથે નહિ જોડો તો આવસહિપ્રયોગ=આવસહિ શબ્દ એ સામાચારી છે' એવો અર્થ શી રીતે નીકળશે ? આપણે તો એ અર્થ જ લેવો છે ને ?)
ગુરુ : આવસહિ વગેરે પદો તો આવસહિ શબ્દ, નિસીહિશબ્દ... એમ શબ્દને જ જણાવનાર માનવા જરૂરી છે. અને એમ માની લઈએ એટલે ‘આવસહિ શબ્દ, નિસીહ શબ્દ એ સામાચારી છે.' એવો અર્થ મળી જ જાય. એટલે કોઈ પણ આપત્તિ ન રહે. અને એટલે હવે એ સાત પદોમાં ‘કાર’ શબ્દ જોડવાનું કોઈ વિશેષ પ્રયોજન નથી.
આશય એ જ છે કે ઈચ્છા, મિચ્છા વગેરે ઉચ્ચારાતા શબ્દો જ સામાચારી તરીકે કહેવા છે અને એટલે ‘કાર’ શબ્દ બધા સાથે જોડવો જરૂરી હતો. પરંતુ હવે તો ‘કાર’ શબ્દને સમાસમાં રાખી ત્રણ પદો સાથે જ જોડો અને સાત સાથે ન જોડો તો પણ કોઈ વાંધો આવતો નથી. આવસહિ વગેરે પદો ઉચ્ચારાતા એવા આવસહિ વગેરે શબ્દોના જ જણાવનારા હોવાથી ઈષ્ટ અર્થ સિદ્ધ થઈ જાય છે. તો શા માટે ‘કાર'ને બધે જ જોડવાનો આગ્રહ રાખવો ?
આ જ કારણસર પંચાશકમાં કહ્યું છે કે ‘ઈચ્છા'નો અર્થ શ્રદ્ધા છે. મિથ્યાનો અર્થ ‘ખોટું’ છે. તથાનો અર્થ ‘સાચું’ છે. આ ત્રણેય શબ્દોનો કાર=પોતપોતાના સ્થાને પ્રયોગ એ ઈચ્છા-મિથ્યા-તથાકાર છે.
અથવા તો ઈચ્છા=ઈચ્છાકાર, મિથ્યા=મિથ્યાદુષ્કૃત, તથા=તથા ઇતિ (તહત્તિ) આ પ્રમાણે અર્થ કરવો. અહીં ‘ઈચ્છાકાર’ ‘મિથ્યાદુષ્કૃત' એ સમુદાય કહેવાય. અને માત્ર ઈચ્છા, મિથ્યા એ પદો સમુદાયના અવયવ કહેવાય. તો જેમ ‘ભીમ’ બોલવા માત્રથી ‘ભીમસેન’ એમ અર્થ લઈ શકાય. તેમ અહીં પણ ઈચ્છા, મિથ્યા વગેરે અવયવો દ્વા૨ા ઈચ્છાકાર ઇત્યાદિ સમુદાયનું ગ્રહણ થઈ શકે છે. વાસ્તવિકતા એ જ છે કે ઈચ્છા, મિથ્યા, ભીમ એ અવયવ જ છે. સમુદાય નથી. છતાં એ અવયવોમાં સમુદાયનો ઉપચાર=આરોપ કરીને ઈચ્છા વગેરેથી ઈચ્છાકારાદિનો સ્વીકાર કરી શકાય છે. આ બધાનો કાર=પ્રયોગ એ પ્રમાણે સમાસ કરવો.'
આ પંચાશકના પાઠમાં ‘કાર’ શબ્દને સમાસમાં જ લીધો છે. અને આ યોગ્ય પણ લાગે છે, કેમકે ઉત્તરાધ્યયન વગેરેમાં આ ત્રણ સિવાય બાકીના સાતમાં કાર શબ્દનો પ્રયોગ કરેલો દેખાતો નથી. અને પંચાશકટીકામાં પણ ‘કાર'ને સાતપદો સાથે જોડવાની કોઈ વાત નથી કરી.
આ પ્રમાણે કેટલાંક લોકોનો મત છે.
યશો. एतन्मते चूर्णिकृतोऽन्यत्र कारशब्दस्य पर्यवसितस्यैवाभिधानमिति मन्तव्यमित्यलमतिपल्लवेन ।
चन्द्र. - ननु यदेतत् मतं प्रतिपादितं । तत्तु चूर्णिकारमतविरोधि । यतः एतन्मते कारशब्दस्यावश्यक्यादिषु મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૩૩
-