________________
વડે અપ્રસિદ્ધનું અને તદ્ન વડે પ્રસિદ્ધનું વિધાન કરવાનો નિયમ કેમ તોડો છો ?
ગુરુ : તારો આ નિયમ જ ખોટો છે. આ નિયમ સાચો તો જ ગણાત જો કાયમ માટે લક્ષ્ય ઉદ્દેશ્ય અને લક્ષણ વિધેય બનતું હોત. (જેને ઉદ્દેશીને કંઈક વિધાન કરવામાં આવે, તે ઉદ્દેશ્ય અને જે વિધાન કરવામાં આવે તે વિધેય. દા.ત. ‘રામ પરોપકારી હતા.' અહીં રામને ઉદ્દેશીને પરોપકારિતાનું વિધાન છે. એટલે ૨ામ ઉદ્દેશ્ય છે અને પરોપકારિતા એ વિધેય છે.) અર્થાત્ ગાય કોને કહેવાય ? સાધુ કોને કહેવાય ? એવા જ પ્રશ્નો થતા હોત અને એ જ રીતે ઉત્તર અપાતા હોત તો તો તમે બતાવ્યા પ્રમાણે બધે જ તદ્ દ્વારા પ્રસિદ્ધિનું વિધાન થાત. અને યક્ દ્વારા અપ્રસિદ્ધનું વિધાન થાત. પરંતુ ‘સાનાવાળી વસ્તુ શું કહેવાય ?' એવા પ્રશ્નો પણ સંભવે જ છે. અને ત્યાં ઉત્તર આ રીતે અપાય છે કે ‘જે સાસ્નાવાળું હોય તે ગાય કહેવાય. જે જ્ઞાનાદિને સાધે તે સાધુ કહેવાય.' અહીં સાસ્નાવત્ત્વ, જ્ઞાનાદિની સાધના એ પ્રશ્નકારને માટે પ્રસિદ્ધવસ્તુ છે. પણ એ ગાય કહેવાય, સાધુ કહેવાય... એ તેમને માટે અપ્રસિદ્ધ વસ્તુ છે. એટલે અહીં યદ્ વડે પ્રસિદ્ધનું વિધાન થયેલ છે અને તદ્ વડે અપ્રસિદ્ધનું વિધાન થયેલ છે. આ જગ્યાએ ઉદ્દેશ્ય તરીકે સાસ્નાવાળી વસ્તુ અને જ્ઞાનાદિસાધક છે અને વિધેય તરીકે ગોત્વ, સાધુત્વ છે અર્થાત્ અહીં લક્ષણો ઉદ્દેશ્ય છે અને લક્ષ્ય વિધેય છે અને માટે જ યથી પ્રસિદ્ધનું અને તથી અપ્રસિદ્ધનું વિધાન થયેલ છે. તમે ઉઠાવેલા પ્રશ્નો જ જો કાયમ પૂછાતા હોત તો એમાં લક્ષણ કાયમ માટે વિધેય રહે છે અને લક્ષ્ય ઉદ્દેશ્ય બને છે. અને એના ઉત્તરમાં તો યથી અપ્રસિદ્ધનું અને તદ્થી પ્રસિદ્ધનું જ વિધાન થતું હોય છે. પણ અમે બતાવેલા પ્રશ્નો પણ સંભવિત છે. અને એટલે નક્કી થાય છે કે લક્ષ્ય અને લક્ષણના ઉદ્દેશ્યપણા કે વિધેયપણામાં એકાંત નથી. બે ય જણ ઉદ્દેશ્ય અને વિધેય બની શકે છે. (કામચા) અને એટલે જ અત્રે યથી પ્રસિદ્ધનું અને તદ્થી અપ્રસિદ્ધનું વિધાન થયું છે. આમ કોઈ દોષ નથી.
તથાકાર સામાચારી
સાર એટલો જ કે ઈચ્છાકારાદિ સામાચારીઓમાં પ્રશ્નકારનો પ્રશ્ન એ હતો કે ‘ઈચ્છાકાર કોને કહેવાય?’ એટલે ત્યાં લક્ષ્ય પ્રસિદ્ધ હતું અને ઉદ્દેશ્ય હતુ. પ્રસિદ્ધ વસ્તુ જ ઉદ્દેશ્ય બને. જ્યારે અહીં ગુરુના વચનમાં તત્તિ કરવું એ તો પ્રસિદ્ધ છે. એટલે કે લક્ષણ પ્રસિદ્ધ છે. પણ એ શું કહેવાય ? એ ખબર નથી. એટલે પ્રશ્ન આ પ્રમાણે થાય કે “ગુરુના વચનમાં રુચિપૂર્વક જે અભિધાન અમે કરીએ છીએ એ શું (કઈ સામાચારી) કહેવાય?” એનો ઉત્તર આપ્યો કે જે આ અભિધાન છે તે તથાકાર કહેવાય.'
ખૂબ ધ્યાનથી આ પદાર્થ વિચારવો. (ઈચ્છાકારાદિમાં ઇચ્છાકારાદિ લક્ષ્યો પ્રસિદ્ધ છે અને લક્ષણો અપ્રસિદ્ધ છે. જ્યારે તથાકારમાં લક્ષણ પ્રસિદ્ધ છે પણ લક્ષ્ય પ્રસિદ્ધ નથી. એ ભેદ ધ્યાનમાં લેવો.)
यशो. - तदिदमाशया चूर्णिकृतोक्तम् - 'तहत्ति पओगो णाम जं एवमेतं अवितहमेयं जहेयं तुब्भे वदह इच्चेयस्य अट्ठस्स संपच्चयद्वं सविसए तहत्ति सद्दं पउंजंति ॥३०॥
चन्द्र तद्=तस्मात् इदमाशया = इयं चासौ आशा च इति इदमाशा । तया, "गुरूपदिष्टेऽर्थे अवैतथ्यप्रतीत्यर्थं रुचिपूर्वकं 'तथा' इत्याद्यभिधानं तथाकारः" इति अभिप्रायेण इत्यर्थः ।
=
चूर्णिपाठार्थस्त्वयम् → तथेति प्रयोगः नाम यत् " एवमेतद्, अवितथमेतद् यथैतद् यूयं वदथ" इतिस्वरुपस्य अर्थस्य संप्रत्ययार्थं स्वविषये = गीतार्थसंविग्नादिरूपे तथेति शब्दं प्रयुञ्जते शिष्याः ← इति ॥३०॥
આ આશાથી આ વાત ચૂર્ણિકા૨ વડે કહેવાયેલી છે કે → “તત્તિ” પ્રયોગ (તથાકાર સામાચારી) એટલે
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૨૬
EEEEEEEE
FEEEEEE