Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 257
________________ EEEEEEEEEEEEEEEEEEE ઈ જજજ મિચ્છાકાર સામાચારી ) નું શિષ્ય : આપે ત્રણ વિભાગો પાડી મિથ્યાકાર સામાચારીની ખૂબ સુંદર સમજણ આપી.પણ એક પ્રશ્ન મને આ જ થાય છે. કેટલાક દોષો એવા છે કે જે કાયમ સેવવા જ પડે. તો શું એ સંયમીઓ પાસે સાચી વિરતિ ન જ જ હોય ? અકરણનિયમ ન હોવાથી એ સંયમીઓ સાચી વિરતિ વિનાના જ માનવા પડે ને ? પણ એ વાત માનવા મન તૈયાર નથી, કેમકે એ સંયમીઓ ચોક્કસ કારણોસર જ એ દોષો સેવે છે. કારણ વિના ગમે તેમ દોષો છે સેવતા નથી. દા.ત. વિગઈ વાપરવાની ના હોવા છતાં શરીર જ ચાલતું ન હોવાથી ઘણાઓને શરીર ટકાવવા આ વિગઈઓ વાપરવી પડે છે. વયોવૃદ્ધ સાધુ-સાધ્વીજીઓને ચાલવાની શક્તિ ન હોવાથી વાડામાં જ થંડિલ જવું પડે છે. નિર્દોષ પાણી લગભગ અશક્ય હોવાથી આધાકર્મી પાણી વાપરવું પડે છે. આવા મેં છે છે કે જે કાયમ સેવવા જ પડે છે. એનું મિ.૬. આપીએ તો ય એ પાપો બંધ થઈ શકે એમ જ નથી. છે ગુરુ ઃ તું ત્રણ વસ્તુ બરાબર સમજી લેશે તો આ પ્રશ્નનું સમાધાન મળી જશે : (૧) ઉત્સર્ગમાર્ગ (૨) B 8 અપવાદમાર્ગ (૩) ઉન્માર્ગ. ઉત્સર્ગમાર્ગ એ અમદાવાદથી બોમ્બેના હાઈવે રોડ જેવો છે. મોટા ભાગે લાખો વાહનો આ જ મા બોમ્બે 8 પહોંચે છે. એમ મોટા ભાગના આત્માઓ ઉત્સર્ગમાર્ગની આરાધના કરતાં કરતાં મોશે પહોંચે છે. છે પણ જ્યારે એ હાઈવે રોડ ઉપરનો કોઈ પુલ તૂટે, મોટો એક્સિડન્ટ થાય અને એટલે એ માર્ગે બોમ્બે આ જવામાં રૂકાવટ આવે ત્યારે લોકો કાચા રસ્તે આગળ વધે છે. એ કાચો રસ્તો કાં તો છેક બોમ્બે પહોંચાડે અથવા છે તો આગળ હાઈ-વે સાથે ભેગો થઈ જાય. છે એમ ઉત્સર્ગમાર્ગનું પાલન કરતા કરતા જ માંદગી, વૃદ્ધાવસ્થા વગેરે જેવા કારણો ઊભા થાય કે જેનાથી 8 8 ઉત્સર્ગમાર્ગ પાળવો અશક્ય બને. ત્યારે ઉત્સર્ગ માર્ગને છોડી અપવાદમાર્ગનો આશરો લેવો પડે. એ અપવાદ : 8 માર્ગ કાં તો સીધો મોક્ષમાં પહોંચાડે અથવા તો પછી આગળ ઉત્સર્ગમાર્ગ સાથે જોડાઈ જાય. છે પાંચ મહાવ્રતો, અષ્ટ પ્રવચનમાતા, ૧૭ પ્રકારનું સંયમ, નિર્દોષ ગોચરી, નિર્દોષ અંડિલ ભૂમિ, ૧૨ B આ ભાવનાઓ વગેરે વગેરે સાધુઓના આચારો એ ઉત્સર્ગ માર્ગ છે. આ ચરણસિત્તરી અને કરણસિત્તરરૂપ ઉત્સર્ગ માર્ગનું આરાધન કરતા કરતા અનંત જીવો મોક્ષને પામ્યા છે. પણ માંદગી, દુર્લભ ગોચરી, વૃદ્ધાવસ્થા, લાંબા વિહારો વગેરે અનેક કારણોસર આ ઉત્સર્ગમાર્ગનું પાલન જ્યારે અશક્ય બને ત્યારે શાસ્ત્રાનુસારે જે કંઈ છુટછાટ જ લેવાય એ અપવાદ માર્ગ કહેવાય. એ કારણો જો અલ્પકાળ માટેના હોય તો આગળ ઉત્સર્ગમાર્ગ સાથે જોડી 8 આપનારા બને. દા.ત. કમળાની માંદગીમાં બે-ત્રણ મહિના શેરડીનો રસ વાપરવો પડે. ઉત્સર્ગમાર્ગે એ રસ છે નથી વાપરવાનો, પણ કમળો થવાથી નાછૂટકે શેરડીનો રસ વાપરીએ તો એ અપવાદ બન્યો. બે-ત્રણ મહિના બાદ કમળો મટી જાય એટલે શેરડીનો રસ છોડી દેવો પડે. અર્થાત્ પાછા ઉત્સર્ગમાર્ગ ઉપર આવી જવાનું રહે. પણ અગ્નિકાપુત્ર આચાર્ય વૃદ્ધ થવાથી છેલ્લે સુધી સ્થિરવાસ રૂપ અપવાદને આચરતા હતા. કૂરગડુ મુનિ સખત ભૂખના કારણે રોજ નવકારશી કરવા રૂપ અપવાદમાર્ગને છેલ્લે સુધી આચરતા રહ્યા. એ અપવાદના પાલનમાં જ તેઓ કેવલજ્ઞાન પામી મોક્ષ પામ્યા. આ અપવાદમાર્ગ ઉત્સર્ગમાર્ગ સાથે ભેગો થવાને બદલે સીધો મોક્ષ સાથે જ જોડાઈ ગયો. હવે તારા પ્રશ્નનો જવાબ આપું. જેમ ઉત્સર્ગમાર્ગ એ જિનાજ્ઞા હોવાથી એના પાલનમાં પુષ્કળ કર્મક્ષય | શું થાય, સંયમપરિણામો વૃદ્ધિ પામે તેમ અપવાદ માર્ગ એ પણ જિનાજ્ઞા હોવાથી એના પાલનમાં પણ કર્મક્ષય છે અને સંયમપરિણામોની વૃદ્ધિ થાય જ. એટલે જેઓ કારણસર, શાસ્ત્રાનુસારે દોષિત વાપરવું, દવાઓ લેવી R વગેરે દોષો સેવતા હોય તેઓ જિનાજ્ઞાના જ આરાધક હોવાથી પાપ કરતા જ નથી. એટલે નિશ્ચયનયથી તો છે એનું મિ.દુ. દેવાનું જ નથી. એ પાપ જ નથી પછી એનું મિ.યુ. શેને? એનો અકરણનિયમ વળી કેવો? એટલે સંયમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી - ૨૪૮ RagginagaziGhazaaaaaaaaaaaaaaaaaaaaaaginagaziGanganagar

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286