Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 261
________________ BEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE ssssssssssssss તથાકાર સામાચારી : (૫) અગીતાર્થ + અસંવિગ્ન છે આમાં પહેલા પ્રકારના સાધુઓ શાસ્ત્રીય પદાર્થોનો સૂક્ષ્મબોધ ધરાવે છે. માટે જ તો એ ગીતાર્થ કહેવાય છે છે છે. વળી તેઓ સંવિગ્ન પણ છે. એટલે શ્રોતાઓને આકર્ષવા માટે કે કોઈની શરમથી કે એવા કોઈપણ 8 કારણોસર શાસ્ત્રવિરુદ્ધ નિરૂપણ ન જ કરે. એટલે એ જે બોલે તે ભગવાનને માન્ય એવો જ પદાર્થ હોય. અને પ્રભુને માન્ય પદાર્થ તો બેધડક સ્વીકારવો જ પડે. એ જ સમ્યગ્દર્શન છે. એમાં સમ્યકત્વની નિર્મળતા છે. છે બીજા પ્રકારના સાધુઓ શાસ્ત્રીય પદાર્થોને બરાબર જાણે છે. પણ કર્મોની વિચિત્રતાને લીધે સુંદર જીવન જીવતા નથી. સંયમજીવનમાં શિથિલ બન્યા છે. દોષિત ગોચરી કારણ વિના પણ વાપરવી, નિષ્કારણ એક 8 જગ્યાએ લાંબા સમય સુધી રહેવું, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ વિધિસર ન કરવી, નિષ્કારણ ઉજળા વસ્ત્રો ! પહેરવા.... વિગેરે નાની-મોટી શિથિલતાઓનો ભોગ બન્યા હોય છે. છે પણ આ સાધુઓ પાસે એક વસ્તુ ખૂબ જ સુંદર છે. એ છે; આજ્ઞાપક્ષપાત = સાચા સાધુજીવન પ્રત્યેનો છે અતિશય બહુમાનભાવ = “હું જે જીવન જીવું છું એ ખોટું જ છે” એવો એકરાર. છે માટે જ આ સાધુઓ પોતાનાથી નાના પણ સાધુઓ પાસે વંદન ન લે. એ બધાયને વંદન કરે. એ કદી છે શિષ્યો ન કરે. શિથિલતાઓ હોવા છતાં આ બધી વિશેષતાઓના કારણે તેઓ ભવિષ્યમાં સાચું સાધુપણું પામનારા બને છે. શાસ્ત્રોમાં આવા સાધુઓ “સંવિગ્ન પાક્ષિક' નામથી ઓળખાય છે. છે પણ શિષ્ય ! આજે આવા પ્રકારના સંવિગ્ન-પાક્ષિકો દેખાતા નથી. અને વ્યવહારમાં આવા સંવિગ્ન છે છે પાક્ષિકો હવે લગભગ દુઃશક્ય બને છે. છે છતાં જે સાધુઓ નિષ્કારણ શિથિલતાઓ સેવતા હોય અને એના પશ્ચાત્તાપવાળા હોય તે સાધુઓ ભલે આ કાળને અનુસરીને વંદન લેવાના બંધ કરવાદિ ન કરી શકે. છતાં જો તેઓ (૧) પોતાનાથી વધુ સુંદર જીવન જીવનારાઓની ભારોભાર અનુમોદના કરે, (૨) પોતાની શિથિલતાઓ બદલ આંસુઓ સારે, (૩) પોતાના છે માન-સન્માન શક્ય એટલા ટાળવાનો પ્રયત્ન કરે તો એ પણ ભાવથી સંવિગ્ન પાક્ષિક ગણી શકાય. શિષ્ય ! આ સંવિગ્નપાક્ષિક અંગે મારે ઘણી બાબતો જણાવવી છે પણ હમણાં એ વાત નથી કરતો. મૂળ છે વાત ઉપર આવું છું. આ બીજા પ્રકારના સાધુઓ શિથિલ હોવા છતાં અતિશય આજ્ઞા-બહુમાન ધરાવે છે માટે જ તેઓ પણ હું ક્યારેય શાસ્ત્રવિરુદ્ધ નિરૂપણ ન જ કરે. પોતે વિગઈઓ વાપરતા હોય તો પણ નિરૂપણ તો એવું જ કરે છે, “સાધુથી વિગઈઓ ન વપરાય. નિષ્કારણ વિગઈઓ વાપરનારાઓને પાપી સાધુ તરીકે શાસ્ત્રોમાં કહ્યા છે. દે પોતે અંધારામાં વિહાર કરતા હોય તો પણ બોલે તો એમ જ કે, “આ એક ભયંકર પાપ છે. ગાઢ કારણ | વિના તો અજવાળામાં જ વિહાર કરવો જોઈએ.” પોતે ચોખા વસ્ત્રો પહેરતા હોય તો ય બોલે તો એમ જ કે, “આ તો તાલપુટ ઝેર છે. બ્રહ્મચર્ય માટે છે છે નુકશાનકારી છે. શાસનપ્રભાવના વિગેરે કારણોસર ચોખા વસ્ત્રો પહેરવા પડે છે જુદી વાત. બાકી તો આ રિ અત્યંત નુકશાનકારી વસ્તુ છે.” ટૂંકમાં પોતાના કોઈપણ શિથિલાચારને છુપાવવા માટે, “પોતે ખરાબ ન દેખાય, અસંયમી ન દેખાય’ એ છે માટે શાસ્ત્રીય પદાર્થોને છુપાવવાનું, ખોટી રીતે નિરૂપણ કરવાનું, ચાલાકીઓ વાપરી શ્રાવકો વિગેરેને છે અંધારામાં રાખવાનું, એમની પાસેથી ભક્તિઓ લીધા રાખવાનું અકૃત્ય આ મહાત્માઓ કદી ન કરે. 6 માટે એ પણ જે બોલે તે પ્રભુને માન્ય એવું જ વચન હોય. એટલે એના વચનોમાં પણ બિલકુલ શંકા છે દ દELI ૬ EEEEEEEEEEEE સંયમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી ૦ ૨૫૨ Rohiiiiiiiiiiiiiiiiii3SGGGGGGGGGGGGGGGGGangasa tion

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286