________________
FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
જાફફકજાણgggggggggggg તથાકાર સામાચારી ન કરવી.
આ માટે તેને એક સરસ વાત કરું.
અષ્ટક પ્રકરણમાં સૂરિપુરંદર, ભગવાન્ હરિભદ્રસૂરિજીએ એવું નિરૂપણ કર્યું છે કે, “સાધુઓ ગૃહસ્થોને છે પોતાની કોઈપણ વસ્તુ ન આપી શકે. પણ એવા ગાઢ અપવાદના સ્થાનોમાં કરૂણા વિગેરેથી પ્રેરાઈને આપી જ દે તો એ શાસ્ત્રવિરુદ્ધ ન ગણવું. દા.ત. પ્રભુવીરે દીક્ષા બાદ બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યું.'
આ અંગે ત્યાં ઘણી વિસ્તૃત ચર્ચા કરી છે.
કેટલાકને હરિભદ્રસૂરિજીના આ વચન અંગે શંકા ગઈ. તેઓ એમ માનવા લાગ્યા કે હરિભદ્રસૂરિજી ગોચરી જ વાપરતા પહેલા ભક્તો પાસે શંખ વગાવડાવી ગરીબોને ભેગા કરાવતા અને ભક્તો દ્વારા એમને ભોજન 8 8 અપાવડાવતા. આ રીતે તેઓ ગૃહસ્થોને દાન આપવાની પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિનો બચાવ કરવા માટે છે
જ એમણે પોતાના અષ્ટક પ્રકરણમાં આ વાત કરી છે. એટલે આ પદાર્થ શાસ્ત્રવિરુદ્ધ જ છે. એમણે પોતાનો બચાવ કરવા માટે ઉત્સુત્ર પ્રરૂપણા કરી છે.
આવી શંકા દૂર કરવા માટે નવાંગી ટીકાકાર અભયદેવસૂરિજીના ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ લખ્યું છે કે, છે # “આવી શંકા ખોટી છે, કેમકે ભગવાન્ હરિભદ્રસૂરિજી સંવિગ્નપાક્ષિક હતા. સંવિગ્નપાક્ષિક ક્યારેય ઉસૂત્ર છે. પ્રરૂપણા ન કરે. માટે એમનું નિરૂપણ શાસ્ત્રાનુસારી જ છે.”
આ જ વાત બત્રીસ-બત્રીસીમાં મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સાહેબે કરી છે.
આનો સાર એ છે કે સાધુ કદાચ શિથિલાચારી હોય તો પણ જો એ સંવિગ્નપાક્ષિક હોય અને ગીતાર્થ છે R હોય તો એના શાસ્ત્રીય નિરૂપણોમાં કોઈપણ પ્રકારની શંકા ન કરવી.
શિષ્ય : તો શું આ પ્રથમ બે પ્રકારના સાધુઓ જે બોલે એ આંખ મીંચીને સ્વીકારી લેવાનું ?
ગુર : એ બે પ્રકારના સાધુઓ જે બોલે એમાં ચિંતન જરૂર કરી શકાય. પદાર્થ ન સમજાય તો જિજ્ઞાસાથી # પ્રશ્નો પણ પૂછી શકાય. પણ “આ સાધુઓ જે પદાર્થ કહે છે તે ખોટો તો નહિ હોય ને !' એમ શંકા ન કરવી. R.
હવે ત્રીજા પ્રકારના સાધુઓને વિચારીએ.
તેઓ ગીતાર્થ તો છે પણ સંવિગ્ન નથી, સંવિગ્નપાક્ષિક પણ નથી. આ સાધુઓના વચનો શાસ્ત્રવિરુદ્ધ છે. હોવાની શક્યતા છે. તેઓ સાચી વાત જાણતા હોવા છતાં સંવિગ્ન ન હોવાથી અહંકાર, આસક્તિ વગેરે દોષોને છે ૩ લીધે શાસ્ત્રવિરૂદ્ધ નિરૂપણ કરી બેસે એ શક્ય છે.
આ અંગે નીચે પ્રમાણેના દૃષ્ટાન્તો બની શકે.
(૧) ગીતાર્થ એવો પણ જે સાધુ વિજાતીય સાથે વધારે વાતચીત કરવાની ટેવવાળો હશે તે ક્યારેય બ્રહ્મચર્યની નવ વાડોનું વર્ણન નહિ કરે. કદાચ વ્યાખ્યાનાદિમાં એ પદાર્થ આવી પડે તો “સ્ત્રીઓ સાથે સાધુથી 8 વાત ન કરાય.” એ વાડનું વર્ણન નહિ કરે. એનું વર્ણન પણ કરવું પડે તો આ પ્રમાણે બોલશે કે, “આ જે છે નિષેધ છે એ તો રાગભાવથી, ખરાબભાવથી વિજાતીય સાથે વાતચીત કરવાનો નિષેધ છે. બાકી તેઓને ધર્મ પમાડવા માટે, ઉપદેશ આપવા માટે, એમના પ્રશ્નોના સમાધાન માટે વિજાતીય સાથે વાતચીતાદિ કરવામાં જ કોઈ દોષ નથી. રે ! પ્રભુ તો “સવિ જીવ કરું શાસનરસી'ની ભાવનાવાળા છે. એ શા માટે સાધુઓને સ્ત્રીઓને પ્રતિબોધ કરતા અટકાવે ?'
(૨) એ ગીતાર્થ-અસંવિગ્ન સાધુ પોતાનો શિષ્ય કોઈ અત્યંત ભયંકર ભૂલ કરશે તો ય એને પ્રાયશ્ચિત્ત છે નહિ આપે. કદાચ દેખાવ પૂરતું આપશે. એ શિષ્ય નિષ્ઠુર હશે, વારંવાર પાપો કરનારો હશે તો પણ આ ?
BEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
FEEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી - ૨૫૩