________________
તથાકાર સામાચારી
પણ જ્યાં ગુરુ અગીતાર્થ હશે ત્યાં એમના શિષ્યોને સાચું માર્ગદર્શન ન મળવાથી આવી ઘણી અનુચિત પ્રવૃત્તિઓ થવાની જ. કરૂણાપાત્ર એ શિષ્યો કદાચ અનંતકાળ માટે મોક્ષપ્રાપ્તિની તક ગુમાવી બેસે તો પણ નવાઈ નહિ.
જોયું ને શિષ્ય ! સંવિગ્ન એવા પણ અગીતાર્થ ગુરુ કેટલા નુકસાનકારી બની શકે છે ! માટે શાસ્ત્રકારોએ એમના વચનો ઉપર ‘તત્તિ’ ક૨વાનો નિષેધ કરેલો છે.
પાંચમા પ્રકારના સાધુઓ તો અગીતાર્થ અને અસંવિગ્ન છે. એટલે ત્યાં તો બે ય રીતે નુકસાનો થવાના
છે.
પ્રથમ બે પ્રકારના સાધુઓ પણ ઉપયોગપૂર્વક બોલે તો જ એમના વચનમાં નિર્વિકલ્પ તથાકાર કરવો. જો બોલતી વખતે તેઓનો ઉપયોગ ન હોય, મન બીજે ક્યાંક હોય તો પછી એમાં નિર્વિકલ્પ તથાકાર ન કરવો. શિષ્ય : પણ મહાગીતાર્થ અને સંવિગ્ન ગુરુ પણ ઉપયોગ ન રહેવાથી ખોટું નિરૂપણ કરી બેસે એ શું શક્ય છે ? એમને અનુપયોગ થાય ?
ગુરુ : દશવૈકાલિકસૂત્રની એ ગાથા તું ભૂલી ગયો ? આયા૫ત્તિયાં વિટ્ટીવાયમહિન્નમાં । વાવિવવૃત્તિમં નથ્થા ન તં વસે મુળી । દૃષ્ટિવાદને ભણનારા સાધુથી પણ બોલવામાં સ્ખલના થઈ જાય ખરી. એમાં એની મશ્કરી ન કરવી. દશપૂર્વધર બની ગયા પછી આવી ભૂલ ન થાય. પણ એની પૂર્વે તો નવ પૂર્વેના જ્ઞાનવાળાઓથી પણ અનુપયોગના લીધે ભૂલ થવાની શક્યતા નકારી શકાતી નથી. વર્તમાનકાળનું દૃષ્ટાન્ત આપું.
‘કમ્મપયડ’ ઉ૫૨ જેમનું અપ્રતીમ પ્રભુત્વ હતું, જેમણે પોતાના શિષ્યો પાસે લાખો શ્લોક પ્રમાણ કમ્મપડિ ઉપર તદ્દન નવું લખાણ તૈયાર કરાવ્યું એવા મહાગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ પ્રેમસૂરિજી મ.સાહેબની પણ કમ્મપયડિના એક પદાર્થમાં ભૂલ થઈ ગયેલી. પાછલી ઉંમરે એમને એ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે એમણે અંતઃકરણથી ક્ષમા માંગી હતી.
અલબત્ત, આવું ક્યારેક જ બને.
શિષ્ય : આપે બીજા વિભાગના સાધુઓના વચનોમાં ‘તાત્તિ’ કરવાનો નિષેધ કર્યો છે પણ એમાં તો ઘણી મુશ્કેલી ઊભી થાય : (૧) કોઈક શ્રાવક વ્યાખ્યાનમાં સુંદર પદાર્થો સાંભળી ઘરે જઈ બધાને એ પદાર્થો કહે ત્યારે એ ઘરવાળાઓ તો એ પદાર્થો સ્વીકારી જ ન શકે ને ? કેમકે શ્રાવક તો અગીતાર્થ છે. (૨) સાધુસાધ્વીજીઓ જૈન-અજૈન પંડિતજી પાસે ભણે ત્યારે પણ પંડિતજી તો અગીતાર્થ જ હોવાથી એમના વચનોનો સ્વીકાર ન જ થઈ શકે ને? (૩) અત્યારે ઘણા સાધુઓ એવા છે કે જેઓ વ્યાખ્યાન આપે છે પણ ગીતાર્થ નથી, કાં તો સંવિગ્ન નથી. માત્ર સ્થૂલ બોધ છે. કદાચ કોઈક શ્રાવક સૂક્ષ્મ પ્રશ્ન કરે તો જવાબ પણ ન આપી શકે. તો એમના વચનો પણ સાધુઓએ, શ્રાવકોએ ન સ્વીકા૨વા ? (૪) આજે દરેક ગ્રુપોમાં પરસ્પર સાધુઓ જ એકબીજાને પાઠ આપતા હોય છે. જીવવિચાર ભણેલો સાધુ તરત નવા સાધુને જીવવિચાર ભણાવવા લાગે. એમાં જો નવા સાધુનો ક્ષયોપશમ તીવ્ર હોય અને કંઈક પ્રશ્નો કરે તો પાઠક સાધુ ગુંચવાઈ જાય એવું ય જોવા મળે છે. તો આ રીતે અગીતાર્થ સાધુઓ જે પાઠ આપે એમાં પાઠ લેનારે ‘તહિત્ત’ નિહ કરવાનું ?
ગુરુ : તથાકાર સામાચારીમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે બીજા વિભાગના સાધુઓ જે પદાર્થો પ્રરૂપે એમાં ‘તત્તિ’ ન જ કરવું એવું નથી. પણ એ પદાર્થો યુક્તિયુક્ત હોય તો એમાં પણ ‘તત્તિ’ કરી શકાય છે. દા.ત. ‘આત્મા અને શરીર ભિન્ન છે.’ એ પદાર્થની ચોટદાર દલીલો આ બીજા વિભાગના સાધુઓ આપતા હોય તો
સંયમ રંગ લાગ્યો
-
તથાકાર સામાચારી છે હ