________________
RECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
B2B3
esses
s
તથાકાર સામાચારી નું હોઈ શકે : (૧) એ વચન ઉપર અશ્રદ્ધા (૨) ઔચિત્યનો અભાવ, સામાચારીની સમજણનો અભાવ. આમાં જ જો ગુરુના વચન ઉપર અશ્રદ્ધા થાય અને માટે એ ન સ્વીકારે તો એને મિથ્યાત્વ જ લાગે, કેમકે આવા ગુરુનું 6 એ વચન એ જિનવચન જ છે. એમાં શ્રદ્ધા ન કરીએ એટલે જિનવચનમાં અશ્રદ્ધા કરેલી ગણાય. એકપણ 6 જિનવચનમાં શ્રદ્ધા ન કરીએ તો મિથ્યાત્વ જ લાગે એ તો પ્રસિદ્ધ જ છે.
ઓ શિષ્યો ! જો તમારા ગુરુ વર્તમાનકાળમાં સરેરાશ સારા ગીતાર્થ, સંવિગ્ન હોય તો એ જે કહે એ બેધડક સ્વીકારજો . એ કહે કે “વિગઈઓથી બ્રહ્મચર્યનાશ થાય છે તો એની સામે દલીલો ન કરશો. એ કહે “સ્વાધ્યાય વિના ન ચાલે' તો એની સામે બળવો ન કરશો. એ કહે કે “સંયમપાલનમાં છુટછાટ ન ચાલે’ તો કે છે એની સામે કુતર્કો ન દોડાવશો, નહિ તો સર્વવિરતિ અને સમ્યક્ત્વ એ બે ય ગુમાવીને મિથ્યાત્વને પામશો. 8
પણ કેટલાક શિષ્યો વાચનામાં ઉંઘતા હોય. અથવા ક્ષયોપશમ અતિ મંદ હોવાથી ગુરના પદાર્થો જેને | સમજાતા જ ન હોય. અથવા આ તથાકાર સામાચારીનો બોધ જ ન હોય અને માટે જે શિષ્યો ગુરુની વાતને
અંતઃકરણથી સ્વીકારવા છતાં બહારથી તહત્તિ, હાજી, મુખ ઉપર સુંદર હાવભાવ ઈત્યાદિ ન કરે તો એ સાધુઓ કે 8 મિથ્યાત્વ તો ન પામે પણ તથાકાર સામાચારીથી જે લાભ થાય છે એ લાભ આ સાધુઓ ગુમાવી બેસે.
શિષ્ય : તથાકાર સામાચારીના લાભો શું થાય ? ગુરુ : તથાકાર સામાચારીના છ લાભો થાય.
(૧) સામાન્યથી એવો નિયમ છે કે જે ક્રિયા જે ભાવપૂર્વક કરવામાં આવે તે ક્રિયા તે જ ભાવને વધારનારી બને. દા.ત. માતા પુત્ર ઉપર સ્નેહભાવથી ભોજન ખવડાવવાની ક્રિયા કરે છે, તો એ ક્રિયા કરતાં કરતાં માતાનો એ એ નેહભાવ વધતો જાય છે. વિજાતીય તત્ત્વ ઉપર રાગભાવને લીધે એને જોવાની ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયા કરવા દ્વારા એ કામરાગનો ભાવ વધતો જાય છે.
એમ અહીં પણ પરમાત્માના વચનો ઉપર ખૂબ શ્રદ્ધાનો ભાવ હોય અને એ શ્રદ્ધાના ભાવથી જ એ શિષ્ય છે ગુરુના વચનોમાં ‘તહત્તિ', “હાજી' કરે છે. એટલે આ ક્રિયા એના શ્રદ્ધાભાવને વધારનારી બને છે. અર્થાત્ આ છે સામાચારી સમ્યગ્દર્શનને વધુ ને વધુ નિર્મળ કરનારી બને છે, ક્રમશઃ એનાથી સર્વવિરતિભાવની પણ પ્રાપ્તિ કે થાય.
(૨) ગીતાર્થ, સંવિગ્ન ગુરુની વાચના સાંભળવા માટે ઘણા સાધુઓ, ઘણા શ્રાવકો આવતા હોય. એમાં છે | ઘણા નવા સાધુ-શ્રાવકોને તો ખબર જ ન હોય કે ગુરુની વાચના સાંભળતી વખતે મુખ ઉપર આશ્ચર્યના, જિજ્ઞાસાના હાવભાવ દેખાડવા જોઈએ, “હાજી' કરવું જોઈએ. હવે એ સાધુ-શ્રાવકો આ પરિપક્વ સાધુને છે તથાકાર સામાચારી કરતો જુએ, એના હાવભાવ, એના દ્વારા ગુરુની વધતી જતી પ્રસન્નતા વિગેરે જુએ એટલે શું તેઓને પણ ખ્યાલ આવે કે અમારે આ રીતે વર્તન કરવું જોઈએ. અને તેથી તેઓ પણ એ જ રીતે “તહત્તિ' કરતા થાય. એમનું સમ્યક્ત્વ નિર્મળ થાય. આ રીતે કેટલો બધો વ્યાપક લાભ થાય. એક જ સાધુની તથાકાર સામાચારી કેટલો બધો ફાયદો કરે !
(૩) વડીલો, ગીતાર્થ જેવા શિષ્યો પણ ગુરુના વચનોમાં ‘તહત્તિ કરે એ જોઈને બધા શિષ્યો-શ્રાવકો છે વિચારે કે નક્કી આ ગુરુ ગીતાર્થ-સંવિગ્ન જ હશે. એ વિના એમના વચનોને આવા મોટા સાધુઓ શી રીતે તહત્તિ કરે? ઘણા વિદ્વાન્ એવા પણ આ સાધુઓ જો આ ગુરુના વચનને સ્વીકારે છે તો એ વિશિષ્ટ ગીતાર્થ છે ન જ હોવા જોઈએ. આમ એ ગુરુ પ્રત્યે બધાની શ્રદ્ધા વધે. . (૪) તથાકાર સામાચારી એ ગુરુ પ્રત્યેનો ઊંચી કક્ષાનો વિનય છે. એના દ્વારા ગુરુને ખૂબ જ આનંદ છે શું આપવાનો લાભ મળે.
EEEEEEEEEEEEEEE
SEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી • ૨૫૯