________________
તથાકાર સામારી
આ વાત તો સાચી જ છે. દલીલો પણ એકદમ વાસ્તવિક લાગે તો પછી એનો સ્વીકાર કરવામાં કોઈ જ દોષ નથી. જ્યાં એ પદાર્થ યુક્તિયુક્ત ન લાગે, શાસ્ત્રવિરુદ્ધ લાગે ત્યાં એ પદાર્થ સંવિગ્ન-ગીતાર્થ ગુરુને પૂછી લઈ પછી એનો નિર્ણય કરી શકાય.
શિષ્ય : પણ બધા શ્રોતાઓ શિષ્યો પાસે એવી બુદ્ધિ જ ક્યાં હોય છે કે તેઓ સમજી શકે કે, “આ સાધુ વિગેરેએ કહેલો પદાર્થ યુક્તિયુક્ત છે કે નહિ ? શાસ્ત્રાનુસારી છે કે નહિ ?” તેઓએ તો જે પ્રમાણે એ વક્તા બોલે એ પ્રમાણે જ સ્વીકારવાનું હોય છે.
ગુરુ : આવી પરિસ્થિતિમાં એવું લાગે છે કે જે પદાર્થો યુક્તિયુક્ત લાગે એ સ્વીકારવા ખરા, પણ એ જ વખતે મનમાં દૃઢ નિશ્ચય કરી લેવો કે ભવિષ્યમાં કોઈક ગીતાર્થ-સંવિગ્ન / સં. પાક્ષિક સાધુ મને બીજી રીતે સમજાવે તો આ પદાર્થને છોડી દેવાની મારી તૈયારી છે. હું આ પદાર્થ ઉપર કદાગ્રહ બિલકુલ નહિ રાખું.
એટલે હવે શ્રાવક સ્વજનોને શાસ્ત્રીય પદાર્થો કહે, સાધુ-સાધ્વીજીઓ પંડિતજી પાસે ભણે, સાધુસાધ્વીજીઓ પરસ્પર પાઠ આપે... આ બધામાં શ્રોતાઓએ (૧) વક્તાના જે પદાર્થો બરાબર લાગે, શાસ્ત્રાનુસારી લાગે એમાં ‘તત્તિ’ કરવું. પણ સાથોસાથ મનમાં નક્કી કરી રાખવું કે ગીતાર્થ-સંવિગ્ન ગુરુ જેમ કહેશે એમ જ સ્વીકારીશ. આ અત્યારે સ્વીકારેલા પદાર્થ ઉપર કદાગ્રહ નહિ જ રાખું. (૨) વક્તાના જે પદાર્થોમાં શંકા પડે ત્યાં ‘તત્તિ’ ન કરવું. પણ ગીતાર્થ-સંવિગ્ન ગુરુને પૂછી લઈ એ જેમ કહે એ પ્રમાણે સ્વીકારવું.
-
આવો ઉત્તર મને સુઝે છે.
આ બધા પાછળનો મુખ્ય આશય એ જ છે કે પ્રભુને જે પદાર્થ માન્ય ન હોય એ પદાર્થમાં આપણી શ્રદ્ધા ન થઈ જાય. જમાલિએ પ્રભુને અમાન્ય પદાર્થ પોતાના શિષ્યોને કહ્યો, તેમાંથી જેમણે સ્વીકાર્યો તેઓ શાસનની બહાર ફેંકાઈ ગયા. એમ જેટલા નિહ્નવો થયા એ તમામના શિષ્યોએ પોતાના અયોગ્ય ગુરુના અસત્ય વચનો ઉપર શ્રદ્ધા કરી એટલે શાસનની બહાર ફેંકાઈ ગયા. (જો કે સદ્નસીબે ઘણા બચી પણ ગયા છે.)
શિષ્ય : આપે ખરેખર ખૂબ સુંદર સમજણ આપી. પણ એક પ્રશ્ન ઊભો થયો છે. જે ગીતાર્થ-સંવિગ્ન હોય એના વચનો તો કોઈપણ જાતની શંકા વિના સ્વીકારવાના છે. હવે એ ગીતાર્થ-સંવિગ્ન ગુરુ જ કોઈક ભૂલ કરી બેસે, અનુપયોગાદિને લીધે એ પદાર્થ ખોટો નિરૂપણ કરી બેસે, પણ એ વખતે શિષ્યને તો એમ જ લાગે કે ગુરુ બધું બરાબર બોલ્યા. એટલે એ તો ‘તત્તિ’ કરશે જ, વધુમાં એ પદાર્થ ૧૦૦% સાચો જ લાગેલો હોવાથી અને વ્યાખ્યાનકાર ગીતાર્થ, સંવિગ્ન હોવાથી એ પદાર્થ અંગે બીજા કોઈને પૃચ્છા કરવાનો પણ અવસર નહિ રહે. આમ આવા સ્થળે તો એ શ્રોતાઓ શાસ્ત્રવિરુદ્ધ પદાર્થમાં શ્રદ્ધાવાળા બની જશે તો શું એમને મિથ્યાત્વ ન લાગે?
ગુરુ : ના, શાસ્ત્રકારોએ કહ્યું છે કે સમ્યક્ત્વી જિનવચન ઉ૫૨ જ શ્રદ્ધા કરે. પણ અનાભોગના કારણે અથવા ગુરુ વડે અનુપયોગાદિને કા૨ણે બોલાયેલા શાસ્ત્રવિરુદ્ધ પદાર્થોમાં શ્રદ્ધા કરે તો પણ એનું સમ્યક્ત્વ નાશ ન પામે, કેમકે એ એમ જ માને છે કે, ‘આ જ જિનવચન છે.' માટે જ એની માનસિક ભૂમિકા એવી છે કે જે વખતે એને ખબર પડશે કે આ મારી માન્યતા જિનવચનવિરુદ્ધ છે એ વખતે એ સ્વયં છોડી જ દેવાનો છે.
શિષ્ય : આ રીતે તથાકાર સામાચારીનું સ્વરૂપ તો સમજાઈ ગયું. પણ એ સામાચારી ન પાળીએ તો શું નુકસાન થાય ? અને પાળીએ તો શું લાભ થાય ? એ જણાવો, જેથી આનું પાલન કરવામાં મારો ઉલ્લાસ ખૂબ વધે.
ગુરુ : ગીતાર્થ-સંવિગ્ન ગુરુ જ્યારે શાસ્ત્રીય પદાર્થો વર્ણવે ત્યારે એમાં ‘તત્તિ’ ન કરવામાં બે કારણો
સંયમ રંગ લાગ્યો
તથાકાર સામાચારી ૭ ૨૫૮
-