Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 265
________________ તથાકાર સામાચારી કરું. ત્યાગ ખૂબ કરીશ.' એ વખતે અગીતાર્થ-સંવિગ્ન ગુરુ કહી દે કે ‘એકાસણા જ કરવા પડશે. બેસણા કરવા હોય તો ઘરે જતા રહો. મારા ગ્રુપમાં આવી શિથિલતા નહિ ચાલે.' બિચારા એ શિષ્યનું શું થાય ? કોઈ ગુરુ વળી સંઘાટક ગોચરીના આગ્રહી હોય. ૧૫-૨૦ના ગ્રુપમાં એ સચવાતું હોય. પણ ધારો કે કારણસર બે ગ્રુપોએ જુદા પડવું પડ્યું. એક ગ્રુપમાં બે-ત્રણ સાધુઓ માંદા પડ્યા. એ વખતે પણ એ અગીતાર્થ ગુરુ એવો જ આગ્રહ રાખે કે ‘સંઘાટક જ જવું પડશે' તો શક્ય છે કે વૈયાવચ્ચ કરનારા શેષ સાધુઓ ઘણા હેરાન પણ થાય. હા, બધા સમર્થ હોય, પહોંચી વળતા હોય તો એ શ્રેષ્ઠ જ છે. ટૂંકમાં આવા સંવિગ્ન-અગીતાર્થ ગુરુઓ પોતાની દેશનામાં ઉત્સર્ગમાર્ગને એટલો બધો એકાંતે સ્થાપિત કરે કે જેથી એમના શિષ્યો પણ અતિ ઉત્સર્ગમાર્ગી બની જાય, જેમાં ઉપર કહેલા ઘણા પ્રકારના નુકશાનો થવાની શક્યતા ઊભી થાય. આ ઉત્સર્ગ અને અપવાદની વાત કરી. એ રીતે સંવિગ્ન અગીતાર્થ કોઈક ગુરુ સ્વાધ્યાયના એકાંતે આગ્રહી હોય તો એ પોતાના સાધુઓ પાસે સ્વાધ્યાય જ કરાવ્યા કરે પણ વૈયાવચ્ચ, વિનયાદિ બીજા યોગોનું નિરૂપણ ન કરે. એ એમ ન વિચારે કે દરેક આત્માની રૂચિ એક- સરખી ન હોય. પૂર્વભવોના સંસ્કારો પ્રમાણે દરેકને જુદા જુદા યોગો ગમતા હોય. એટલે એમને એ જ યોગ પ્રધાન બનાવીને આગળ ધપાવવા જોઈએ. ગુરુઓની મુશ્કેલી એવી હોય કે ‘મન્નાય સમ તવો નસ્ત્ય' એવા કોઈક વચનો સાંભળી, એને જ સર્વસ્વ માની લઈ બાકીના તમામ યોગોને સાવ નકામા ગણી લે. પરિણામે શિષ્યો વાસ્તવિક મોક્ષમાર્ગ આરાધી ન શકે. જે શિષ્યો પૂર્વભવમાં વૈયાવચ્ચ, જપ વિગેરે યોગોને સાધતા આવ્યા હોય તેઓને આ ભવમાં એ યોગોનો નિષેધ થવાથી અને અણગમતા સ્વાધ્યાયાદિ યોગમાં બળજબરી થવાથી સંયમજીવન હારી જવાનો વખત આવે. જેઓ વળી ગુરુના કહેવાથી એકાંતે સ્વાધ્યાયમાં જ લીન બનીને બાહ્યતપ, વૈયાવચ્ચ, વિનય, ઔચિત્ય વિગેરે પ્રત્યે તદ્દન ઉપેક્ષાવાળા બને તેઓ પણ મોક્ષમાર્ગ ગુમાવે, પોતાના દ્વારા અનેકોના મોક્ષમાર્ગનો વિનાશ કરનારા બને. એ રીતે આંબિલની જ રુચિવાળા અગીતાર્થ ગુરુ શિષ્યાદિને આંબિલની જ પ્રેરણા કરે. બાકીના યોગો પ્રત્યે લક્ષ્ય જ ન આપે. વૈયાવચ્ચ, પ્રભુભક્તિ કે જપ વિગેરેની જ રુચિવાળા ગુરુ વૈયાવચ્ચાદિને જ ભારપૂર્વક શિષ્યો પાસે સ્વીકાર કરાવે. ઓ શિષ્ય ! દરેક મોક્ષાર્થી આત્માએ સામાન્યથી પોતાના જીવનમાં સ્વાધ્યાય, તપ, વૈયાવચ્ચ, જપ આદિ કોઈપણ એક યોગને પ્રધાન બનાવવાનો હોય છે, પરંતુ બાકીના તમામ યોગોનું પોતાની શક્તિ પ્રમાણે ઉચિત સેવન જો તેઓ ન કરે તો તેઓ મોક્ષમાર્ગથી દૂર ફેંકાઈ જવાની ઘણી બધી શક્યતા છે. સ્વાધ્યાયી સાધુઓ નિષ્કારણ નવકારશી કરે, વડીલોનો વિનય ન કરે, વૃદ્ધોની સેવાદિ ન કરે, પુષ્કળ વિગઈઓ વાપરે એ શું ઉચિત છે ? તપસ્વી સાધુઓ સ્વાધ્યાય બિલકુલ ન કરે, કરે તો ય રૂચિ વિના કરે, બહિર્મુખતામાં જ લીન રહે, પ્રમાદ ખૂબ કરે, સંયમ ન પાળે તો એ શું ઉચિત છે? જપ કરનારા સાધુઓ આવશ્યક ક્રિયાઓ ગમે તેમ કરે, બેઠા બેઠા ક૨ે, શાસ્ત્રોનો સૂક્ષ્મ બોધ ન મેળવે (શક્તિ હોવા છતાં) એ શું ઉચિત છે ? વ્યાખ્યાનકાર સાધુઓ શક્તિ હોવા છતાં એકાસણાદિ તપ ન કરે, સાધુજીવનની મર્યાદા ઓળંગે, માનસન્માનમાં અટવાઈ જાય, બહિર્મુખતામાં ફસાઈ જાય એ શું ઉચિત છે ? સંચમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી છે ૨૫૬

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286