________________
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
gsssssssssssssssssss તથાકાર સામાચારી ) અસંવિગ્ન સાધુ = ગુરુ શિષ્ય પ્રત્યેના મમત્વને કારણે એના બધા પાપોને માફ કરશે, યોગ્ય શિક્ષા પણ નહિ . જ કરે. કદાચ જવાબ આપવો પડશે તો કહેશે કે, “આ કાળ જ ભયંકર છે. એમાં આ બિચારો શું કરે? વળી ? છે એનો તો કોઈ દોષ ન હતો. કોને શું પ્રાયશ્ચિત્ત આપવું એ મને ખબર છે. એણે કોઈ પાપ કર્યું જ નથી.” આવા છે અનેક ઉત્તરો આપશે.
ઓ શિષ્ય ! આવા તો કેટલા દૃષ્ટાન્તો આપું ?
અસંવિગ્નતા એટલું બધું ભયંકર પાપ છે કે એમાંથી ઉત્સુત્રપ્રરૂપણાદિ અતિ ભયંકર પાપોની પેદાશ થાય શું છે. માટે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે “રાગ-દ્વેષ વિના, મધ્યસ્થ બનીને શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ કરનારાઓ છે ખરેખર અત્યંત દુર્લભ છે.' 8 પેલી આનંદઘનજીની કડીઓ ! “અભિમતવસ્તુ વસ્તગતે કહે રે, એ વિરલા જગ જોય.” શાસ્ત્રાનુસારી છે 8 પદાર્થો એ જ પ્રમાણે કહેનારા મહાપુરુષો તો વિરલ જ હોય છે.
એટલે જે સાધુઓ અસંવિગ્ન હોય તેઓ ગીતાર્થ= ઘણું ભણેલા હોય તો પણ એમના વચનોમાં જલ્દી છે B વિશ્વાસ ન મૂકવો : ‘તહત્તિ' ન કરવું.
ચોથા પ્રકારના સાધુઓ સંવિગ્ન તો છે પણ ગીતાર્થ નથી. આ સાધુઓ પણ ઘણું નુકસાન કરનારા બને. ભલે તેઓ દેખાવમાં તપસ્વી, વૈરાગી, અંતર્મુખ વિગેરે દેખાતા હોય પણ ગીતાર્થતા = શાસ્ત્રોનો સૂક્ષ્મ બોધ ? ન હોવાથી એમના વચનોમાં વિશ્વાસ મૂકવાથી નુકસાન થવાની શક્યતા છે.
શિષ્યઃ શિથિલાચારી સાધુઓ તો નુકસાન કરનારા બને, પણ સુંદર આચારસંપન્ન દેખાતા સાધુઓ પણ છે નુકસાન કરનારા બને એ સમજાતું નથી.
ગુરુ : એ વાત તને દૃષ્ટાન્તો દ્વારા સમજાવું.
(૧) મોટી માંદગીમાં પટકાયેલા બુદ્ધિમાનું વ્યક્તિને એમના સ્વજનો, મિત્રો વિગેરે સાચી લાગણીથી 8 જાતજાતની દવાઓ લેવાની સલાહ આપતા હોય છે. પણ છતાં એ બુદ્ધિમાન વ્યક્તિ કોઈની વાત સ્વીકારતો છે નથી. એ તો સારામાં સારા ડોક્ટરની કે ઉત્કૃષ્ટ વૈદ્યની સલાહ પ્રમાણે જ દવાઓ કરે છે. હા, કોઈક મિત્ર છે. વગેરેની વાત મનમાં જચી જાય તો પણ પોતાના માનીતા ડોક્ટરને પૂછયા વિના તો એ દવા ન જ લે, કેમકે
એ જાણે છે કે આ બધાની ભાવના સારી હોવા છતાં આ અંગેનું વિશેષ જ્ઞાન તો નથી જ, એટલે એમના કહ્યા છે છે પ્રમાણે કરવા જતા ક્યાંક મરવાનો વખત આવે.
એમ સંવિગ્ન સાધુઓ પણ પરોપકાર કરવાની ભાવનાવાળા હોવા છતાં પરોપકાર કઈ રીતે કરવો એની છે સૂક્ષ્મ જાણકારી ન હોવાથી, માત્ર સ્કૂલ બોધ હોવાથી સાચા અર્થમાં પરોપકાર તો ન જ કરી શકે પણ ક્યારેક મોટું નુકસાન કરી બેસે.
(૨) પાકિસ્તાન સાથે એક-બે દિવસમાં જ યુદ્ધ શરૂ થઈ જાય એવી અત્યંત સ્ફોટક પરિસ્થિતિ હોય અને એ જ દિવસે ભારતના લશ્કરના મુખ્ય સેનાપતિનું મૃત્યુ થઈ જાય, અને તાત્કાલિક એ પદ ઉપર બીજા વ્યક્તિને 8 બેસાડવાનો વખત આવે ત્યારે ભારતદેશ માટે મરી ફીટવાની તૈયારીવાળો, ગામડામાં રહેલો કોઈ અજૈન { સંન્યાસી આવીને કહે કે “મને સેનાપતિ બનાવો. હું ભારત માટે મરી ફીટીશ.” તો શું એની વાત સ્વીકારાય? 8 એને યુદ્ધ કેવી રીતે કરવું ? એની લેશ પણ સમજણ નથી. એને જો સેનાપતિ બનાવવામાં આવે તો એ તો છે યુ પામે પણ એની અણ-આવડતને લીધે કરોડો લોકોને જીવને જોખમમાં મુકાય. સંવિગ્નતા, પરોપકારની ભાવના એ રાષ્ટ્રદાઝ જેવી છે, પણ એ વ્યક્તિમાં ગીતાર્થતા ન હોય તો સ્વ
સંયમ રંગ લાગ્યો . તથાકાર સામાચારી - ૨૫૪ Re Gita GEEEEEEEEEEEEEEEEદ666666666666666666666cEEEEEEEEEEEEEEEEEE