________________
aans
હegggggggggggggggggggg
g
તથાકાર સામાચારી ) @ . (૩) તથાકાર સામાચારી ગુરુઃ ગીતાર્થ અને સંવિગ્ન એવા જે મહાત્મા બરાબર ઉપયોગપૂર્વક જે શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ કરે છે તે પદાર્થો મનમાં કોઈપણ જાતની શંકા રાખ્યા વિના, હૃદયના શુભ ભાવપૂર્વક સ્વીકારવા અને એ વખતે R ‘તહત્તિ “હાજી' ઇત્યાદિ બોલવું, એવા પ્રકારની મુખમુદ્રાઓ કરવી એ તથાકાર સામાચારી કહેવાય.
શિષ્ય : ઈચ્છાકાર સામાચારીમાં પણ ગરના પ્રત્યેક આદેશોને સહર્ષ સ્વીકારવાની વાત આવે છે. અને છે આ તથાકાર સામાચારીમાં પણ એ જ વાત આવી તો બે માં ભેદ શું પડ્યો ? આ ગર : ઈચ્છાકાર સામાચારીમાં તો એ વાત હતી કે ગુરુ શિષ્યને વિહાર કરવાનું, ગોચરી જવાનું, R વૈયાવચ્ચાદિ કરવાનું જે કામ સોંપે એ કામ શિષ્ય સહર્ષ સ્વીકારવું. ત્યાં શાસ્ત્રીય પદાર્થોના નિરૂપણાદિની છે તે વાત ન હતી. છે જ્યારે અહીં તો ગીતાર્થ, સંવિગ્ન ગુરુ પાઠ આપતી વખતે, વાચનામાં કે એ સિવાય પણ જ્યારે શાસ્ત્રીય છે છે પદાર્થો, આધ્યાત્મિક પદાર્થોનું નિરૂપણ કરે તે વખતે એ પદાર્થોમાં લેશ પણ શંકા રાખ્યા વિના એમાં “તહત્તિ જ કરવાની વાત છે.
શિષ્ય: “એ શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ કરનારા ગુરુ ગીતાર્થ અને સંવિગ્ન જોઈએ” એવું આપે કહ્યું. 8 છે પણ ગીતાર્થ એટલે શું? સંવિગ્ન એટલે શું? જ ગુરુ: ઉત્કૃષ્ટ કક્ષાના ગીતાર્થની વાત કરીએ તો આવશ્યક નિર્યુક્તિ, દશવૈકાલિક વિગેરે આગમો # અભ્યાસ કરતા કરતા જેઓએ તમામ આગમોનો તલસ્પર્શી અભ્યાસ કરી લીધો હોય. એમાં ય છ છેદસત્રો આ ખૂબ જ ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો હોય. એ છ છેદસૂત્રોના જેટલા સૂત્રો છે એ બધા જેને કંઠસ્થ હોય. અને છે એના વિશાળ-વિરાટ અર્થો જેના મનમાં એકદમ સ્પષ્ટ હોય. આવા મુનિઓ વર્તમાનકાળમાં ઉત્કૃષ્ટ ગીતાર્થ 8. કહી શકાય.
પણ આ પાંચમો આરો છે, કાળ અતિવિષમ છે. એટલે છેવટે જે સાધુઓએ નિશીથસૂત્રની પીઠિકા, 8 વ્યવહારસૂત્રની પીઠિકા અને બૃહત્કલ્પની પીઠિકાનો અનુભવી ગુરુ પાસે સારી રીતે અભ્યાસ કરી લીધો હોય છે એ પણ આજે જઘન્યથી ગીતાર્થ કહેવાય છે. છે સંવિગ્ન એટલે ભવભીર, વૈરાગી આત્મા ! જેને ડગલે ને પગલે સંસાર વધી જવાનો ભય સતાવે, માટે છે આ જ જે પાપોથી ખુબ ગભરાય, એમાં ય શાસ્ત્રવિરૂદ્ધ વચન ન બોલાઈ જાય એ માટે જે અત્યંત જાગ્રત હોય એ જ સંવિગ્ન મહાત્મા કહેવાય.
(આમાં આ કાળને અનુસરીને “ગીતાર્થ માટેના કેટલાક ખુલાસાઓ હું આગળ કરીશ.) હે શિષ્ય ! આવા મુનિવર જ્યારે શાસ્ત્રીય પદાર્થો બોલે ત્યારે તેમાં ‘તહત્તિ કરવું. શિષ્ય : આવો આગ્રહ શા માટે ? કે ગીતાર્થ, સંવિગ્નના જ વચનોમાં ‘તહત્તિ' કરવું. ગુરુઃ શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ કરનારા સાધુઓ પાંચ પ્રકારના હોઈ શકે. (૧) ગીતાર્થ + સંવિગ્ન (૨) ગીતાર્થ + સંવિગ્ન પાક્ષિક (૩) ગીતાર્થ + અસંવિગ્ન (૪) અગીતાર્થ + સંવિગ્ન
Ests
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkd6666666666666cEEEEEEEEEEEEEEEEEE
સંચમ રંગ લાગ્યો - તથાકાર સામાચારી ૨૫૧ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE