________________
E
FEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
regress: મિચ્છાકાર સામાચારી ) એ સંયમીઓ જો ખરેખર શાસ્ત્રાનુસારે અપવાદ માર્ગ સેવતા હોય તો તેઓ જિનાજ્ઞાના આરાધક જ ગણાય. આ
શિષ્ય : પણ એવા સાધુઓ તો એ છુટછાટ લેવા બદલ રડે છે, આલોચના કરે છે, પ્રાયશ્ચિત્ત વહન કરે છે. તમે તો એને પાપ જ નથી કહેતા તો એના પર રડવાદિની શી જરૂર ? A ગુરુ: ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. મેં પહેલાં જ કહ્યું કે અપવાદ માર્ગ એટલે ખાડા-ટેકરાવાળો વિચિત્ર માર્ગ.
એ માર્ગ મોક્ષમાં લઈ જાય ખરો. પણ એના ઉપર ચાલવું અઘરું છે. કાચા માર્ગ ઉપર ચોર-લૂંટારા વગેરેનો ભય હોય, એટલે જેઓ કાચા માર્ગે બરાબર સાવધ બની ન ચાલે તેઓ યથાસ્થાને પહોંચવાના બદલે યમરાજને ત્યાં પહોંચી જાય. એમ જેઓ શેરડીનો રસ, દોષિત ગોચરી વગેરે અપવાદ માર્ગે વાપરે પણ પછી એમાં આસક્ત બની જાય, માંદગી વગેરે કારણો ગયા પછી પણ દોષો સેવવાના ચાલુ રાખે તો એનો અપવાદમાર્ગ ઉન્માર્ગ બની જાય. હવે એ મોક્ષમાં પહોંચવાને બદલે સંસારભ્રમણ પામનારો બને છે.
શિષ્ય ! ગંગા નદીની ઉપર બાંધેલા રેલ્વે પુલ ઉપર જે પાટાઓ છે એના ઉપર પગ મુકી મુકી નદી પાર છે કરવી જેટલી અઘરી છે એના કરતાં ય શાસ્ત્રાનુસારે અપવાદ માર્ગનું સેવન ખૂબ જ કઠિન છે. એ ઉન્માર્ગ બની જતાં વાર લાગતી નથી. માટે જ અપવાદ માર્ગે સેવેલા દોષો બદલ પણ પશ્ચાત્તાપ થવો જોઈએ, જે આલોચનાદિ કરવા જોઈએ, જેથી એ દોષો ઉન્માર્ગ રૂપ ન બને.
અપવાદમાર્ગ રૂપ દોષસેવનની પણ આલોચનાદિ કરવામાં આવે છે એના મુખ્યત્વે ત્રણ કારણો તને બતાડું. 8 - (૧) એ અપવાદમાર્ગ જે રીતે સેવવાનો હોય એ રીતે સેવવામાં નાની-મોટી ભૂલો પ્રમાદ કે અનાભોગથી શ થઈ ગઈ હોવાની પાકી શક્યતા છે જ. એટલે એ ભૂલોની શુદ્ધિ મેળવવા આલોચના, મિ.દુ. વગેરે કરાય છે. આ આ દા.ત. કમળામાં શેરડીનો રસ વાપરવો એ અપવાદ છે. પણ એમાં આસક્તિ નથી કરવાની. એને બદલે એ = સાધુને આસક્તિ થાય તો એની શુદ્ધિ તો કરવી જ પડે. જેમ પ્રતિક્રમણાદિ શુભ ક્રિયા કર્યા બાદ એમાં જાણતાઅજાણતા થઈ ગયેલી અવિધિઓ બદલ મિ.દુ. બોલીએ જ છીએ, એવું જ આમાં પણ સમજી શકાય છે.
(૨) ભલે આ અપવાદ માર્ગ મોક્ષ અપાવે છે પણ એનું સ્વરૂપ તો ખરાબ જ છે ને ? એમાં જીવોની છે વિરાધનાદિ તો થાય જ છે. સંવિગ્ન મહાત્માઓ કરૂણાશાળી હોય એટલે આ બધી વિરાધનાઓ જોઇને આંખમાં છે
આંસુ પાડે, આલોચના કરે, પ્રાયશ્ચિત્ત વહન કરે એ શક્ય જ છે. ઘણા મહાપુરુષો પાછલી જિંદગીમાં ખરેખર કે 8 અપવાદ માર્ગે દોષ સેવતા હોવા છતાં આંસુ સારતા હોય છે. આ જ તો એમની સંવિગ્નતા છે. એક જગ્યાએ
તો કહ્યું છે કે, જેઓ અપવાદમાર્ગે દોષ સેવવા છતાં પણ પશ્ચાત્તાપ નથી કરતા તેઓ અપવાદમાર્ગ સેવવાને લાયક નથી.
(૩) મેં પૂર્વે જ કહ્યું કે અપવાદમાર્ગ આસક્તિ, પ્રમાદ વગેરેને લીધે ઉન્માર્ગ બની જવાની પાકી શક્યતા જ છે. એમ ન થાય એ માટે એને પાપ ગણી પશ્ચાત્તાપ, મિ.દુ. કરવા એ યોગ્ય જ છે.
આ વિષયમાં મારે ઘણી વાતો કરવી છે પણ અત્યારે એ કરતો નથી.
શિષ્ય : “મિચ્છા મિ દુક્કડ' સામાચારી પાળવાથી બાંધેલાં પાપકર્મો ખતમ થઈ જાય છે અને તેથી તેના ફળ ભોગવવા પડતા નથી એમ તમે કહ્યું. પણ પીઠ-મહાપીઠે પૂર્વભવમાં બાહુ-સુબાહુની ઈર્ષ્યા અને ગુરુ પ્રત્યે
અસદૂભાવ એ બે દોષ સેવ્યા પછી પ્રતિક્રમણમાં એના મિ.દુ. તો આપ્યા જ છે. તો એમના ઈષ્યદિથી ઉત્પન્ન જ થયેલા સ્ત્રીવેદાદિ કર્મો ધોવાઈ જ જવા જોઈએ ને ? તો પછી તેઓ સ્ત્રી-અવતાર કેમ પામ્યા ? બ્રાહ્મી-સુંદરી છે શા માટે બન્યા? એમની મિથ્યાકાર સામાચારી નિષ્ફળ કેમ ગઈ ?
- ગુરુ : તારા ઊંડા ચિંતન બદલ ધન્યવાદ. નિયમ એ છે કે જે પાપ જેટલા તીવ્ર પરિણામથી કરેલ હોય છે એટલા જ કે એનાથી વધારે તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક જો મિ.દુ. કરવામાં આવે તો એ પાપની તાકાત તૂટી જાય. &
DEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
HELEEEEEEEEEEEEEEEEE
સંયમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી ૦ ૨૪૯ Reasotification Correction Griggggggggggggggggggggggggs