________________
મિચ્છાકાર સામાચારી
એના ફળ ભોગવવા ન પડે. બાહુ-સુબાહુ ઈર્ષ્યા, ગુરુ પ્રત્યે અસદ્ભાવ સેવતી વખતે છેક મિથ્યાત્વ પામ્યા. માટે જ તો સ્ત્રીવેદ બાંધ્યું. એટલે એ પાપોમાં એમની તીવ્રતા ખૂબ હતી. પણ એ પછી તરત પરિણામો શુભ થવાથી છઠ્ઠા ગુણસ્થાને આવી પણ ગયા, પશ્ચાત્તાપ-મિ.દુ. પણ કર્યા. પણ એમાં પશ્ચાત્તાપાદિના પરિણામો પાપના પરિણામની તીવ્રતા કરતા ઓછા હતા. માટે જ એમના પાપો નાશ ન પામ્યા અને સ્ત્રી-અવતાર મળ્યો.
શિષ્ય : તેઓ મિથ્યાત્વ પામ્યા બાદ પાછા છઠ્ઠ ગુણસ્થાને આવી ગયેલા હતા એની શી ખાતરી ? ગુરુ : તેઓ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. અને ત્યાં તો સાચા સાધુ સિવાય કોઈનો પણ ઉપપાત થતો નથી. મને તો લાગે છે કે એ છઢે આવી ગયા માટે જ સ્ત્રી-અવતાર પામવા છતાં એ જ ભવે મોક્ષ પામ્યા. જો ઈર્ષ્યાદિ દોષો સેવ્યા બાદ મિથ્યાત્વે જ રહ્યા હોત તો તો અનુત્તરમાં ઉત્પત્તિ કે એ પછીના ભવમાં મોક્ષ ન થાત.
પાપો કર્યા બાદ મિ.દુ. આપવાથી પાપો ધોવાઈ જાય ખરા. પણ આ રીતે પાપો વારંવાર થાય તો પછી નિષ્ઠુરતા ઘુસી જવાની ઘણી શક્યતા છે. પછી મિ.દુ.ની તાકાત પણ ઘટી જતી હોય છે. માટે પાપો કરીને મિ.દુ. આપવું એના કરતાં તો પાપો કરવા જ નહિ એ શ્રેષ્ઠ માર્ગ છે. માટે જ શાસ્ત્રકારો કહે છે કે ઉત્સર્ગ માર્ગે તો પાપો કરવા જ નહિ એ જ પ્રતિક્રમણ છે. પાપો થઈ જ જાય તો પછી મિ.દુ. દેવું એ અપવાદમાર્ગનું પ્રતિક્રમણ છે.
શિષ્ય : પાપ જ ન કરીએ તો પાપો ઉપર રડવાનો અવસર જ ન આવે. અમને તો પાપ કર્યા પછી પુષ્કળ પશ્ચાત્તાપ જાગે છે. એમાં આત્મા ખૂબ હચમચી ઊઠે છે. એમાં અસંખ્ય ભવોના પાપકર્મો ખલાસ થતા હશે. પાપ જ ન કરીએ તો આ બધા લાભો ન મળે. એટલે ખરેખર તો પાપ થઈ જાય એ જ વધારે સારું જેથી એના ઉપર મિ.દુ. આપીને, રડીને વધુ શુદ્ધિ મેળવી શકાય.
ગુરુ : વાહ ! તેં કુતર્ક સારો કર્યો. પાપ કર્યા બાદ મિ.દુ.માં જ સંવેગ જાગે અને નિષ્પાપ જીવન જીવવામાં સંવેગ ન જાગે, ઓછો જાગે એવું ગણિત તેં શી રીતે માંડ્યું ? મન-વચન-કાયાથી કોઈ પાપ ન કરવું એ સૌ પ્રથમ જિનાજ્ઞા છે. એ જિનાજ્ઞા પાળવામાં પ્રચંડ કર્મક્ષય થાય જ, શુદ્ધિનો ભંડાર પ્રગટ થાય જ. ‘પાપ કર્યા પછી મિ.દુ. આપવું' એ જિનાજ્ઞા તો ના-છુટકાની છે, અપવાદ માર્ગની છે.
શિષ્ય : પશ્ચાત્તાપની ધારામાં કુરગડુ, મૃગાવતી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય વગેરેને કેવલજ્ઞાન મળ્યું છે. એટલે એમ માનવું જોઈએ કે નિષ્પાપ જીવન કરતા પાપ કર્યા પછીના પશ્ચાત્તાપાદિવાળું જીવન વધુ આત્મશુદ્ધિ કરી આપે.
ગુરુ : તને આ બધા દૃષ્ટાન્ત દેખાયા. પણ નિષ્પાપ જીવન જીવનારા કરોડો-અબજો મુનિઓ સિદ્ધાચલ વગેરે સ્થળે કેવલજ્ઞાન પામ્યા છે એ કેમ ન દેખાયું ? વળી પાપો કર્યા કરવા અને મિ.દુ. આપ્યા કરવા એમાં ઘણા મોટા ભયસ્થાનો છે જ, નિષ્ઠુરતા ઘુસી જવાની શક્યતા પડી છે. માટે ભૂતકાળમાં પાપ થઈ જ ગયા હોય તો એના ઉપર રૂદન કરી વધુ નિર્જરા મેળવવી સારી. પણ એ રૂદન દ્વારા નિર્જરા મેળવવા માટે જાણી-જોઈને પાપ કરવું, પાપ થઈ જાય તો સારું એવી ઈચ્છા કરવી એ તો નરી મુર્ખતા છે.
છેલ્લી વાત.
જે સાધુ પાપત્યાગનો - નાના નાના કોઈપણ અતિચારો ન સેવાઈ જાય એનો તીવ્ર પ્રયત્ન કરતો હોય અને ક્યારેક પ્રમાદથી, અનાભોગથી, કર્મોદયાદિથી પાપ કરી બેસે તો તેને માટે મિથ્યાકા૨ સામાચા૨ી ખૂબ જ ઉપયોગી છે. પણ જે સાધુ જાણી- જોઈને પાપ કરે અથવા વારંવાર પાપો કરે એ ખરેખર નિષ્ઠુર જ જાણવો. વારંવાર પાપો અનાભોગાદિથી ન થાય પણ નિષ્ઠુરતાથી થાય. એ સાધુ મિ.. સામાચારી માટે લાયક નથી. (પશ્ચાત્તાપ સાચો હોય તો સત્યકી જેવાને વ્યવહારમાર્ગે મિ.દુ. પણ હિતકારી જાણવું.)
સંયમ રંગ લાગ્યો મિચ્છાકાર સામાચારી છે ૨૫૦