Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 248
________________ HEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE 3333333333 ಯಾ ઈચછાકાર સામાચારી કે ( કેવા અદ્ભુત છે આ જિનશાસનના સૂક્ષ્મતમ પદાર્થો ! શિષ્ય ! યાદ રાખજે કે જેમ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર એ ચારિત્રધર્મના મૂળ છે એમ વીર્યાચાર પણ ચારિત્રધર્મનું મૂળ છે અર્થાત્ જેમ જ્ઞાનાચારાદિ આચારો વિના ચારિત્ર ન ટકે એમ વીર્યાચાર વિના પણ છે થી ચારિત્ર ન ટકે. એટલે આ બધી બાબતોને તુચ્છ, નકામી માનવાની ભૂલ કદી ન કરીશ. જો આ સૂક્ષ્મ આચારોની આ ઉપેક્ષા કરીશ તો સાચું સંયમ ગુમાવી બેસીશ. બાકી દીર્ઘ સંસારીઓને તો આ બધું નકામું, out of date જ જ લાગવાનું. એમાં હું શું કરું? છે શિષ્યઃ વડીલો તો પોતાનું કામ સોંપતી વખતે ઈચ્છાકાર કરે પણ ગુરુ તો પોતાના શિષ્યને આજ્ઞા કરી છે # શકે કે નહિ ? ગુરુઃ ના, ન કરી શકે. ગુરુ પણ પોતાના શિષ્ય ઉપર બળજબરી કરવા માટે હકદાર નથી. આદેશાત્મક છે 8 ભાષા પોતાના શિષ્ય વિશે પણ ગુરુ માટે ઉચિત નથી. આ ઉત્સર્ગ માર્ગ છે. અપવાદ માર્ગે ગુરુ અમુક શિષ્ય ઉપર બળજબરી પણ કરી શકે. શાસ્ત્રકારો આ છે જે વિષયમાં ઘોડાનું દ્રષ્ટાન્ત આપે છે. એક રાજાએ નવા ઘોડાની પરીક્ષા કરવા મોટા મેદાનમાં લઈ જઈ તેના ઉપર સવારી કરી. એ ઘોડો રાજાની છા મુજબ જ વર્તન કરવા લાગ્યો. ખુશ થયેલા અજાએ એ ઘોડાનો ખૂબ સત્કાર કર્યો. એમ ગુરુના કહ્યા છે મુજબ જ બધા કાર્યો કરનારા શિષ્ય ઉપર ગુરુએ બળજબરી, આદેશ કરવાના હોતા નથી. એ વિનયી શિષ્યો તો ગુરુની ઈચ્છાને જ અનુસરનારા હોવાથી ગુરુને આજ્ઞા, આદેશ, બળજબરી કરવાનો અવસર જ ન આવે. છે એક રાજાએ એ જ રીતે બીજા એક ઘોડાની પરીક્ષા કરી. પણ એ ઘોડો અવળચંડો નીકળ્યો. સીધું વર્તન છે આ જ કરતો નથી. રાજાએ એને સબક શીખવાડવા આખો દિવસ ભૂખ્યો રાખ્યો, ચાબુકો મરાવી. એમ જે સાધુ પોતાની મેળે ગુરુના કહ્યા પ્રમાણે વૈયાવચ્ચાદિ ન કરે તેને અપવાદ માર્ગે ગુરુ બળજબરી A દ્વારા પણ વૈયાવચ્ચાદિ કામ કરાવડાવે. સામાન્યથી શિષ્યો ત્રણ પ્રકારના હોય છે : (૧) ઉત્તમ (૨) મધ્યમ (૩) જઘન્ય. જે ગુરુની ઈચ્છા પ્રમાણે R જ પ્રવૃત્તિ કરે, એમાં કંઈ આડુ-અવડું ન કરે, ગુરુની વાત તરત માની લે તે ઉત્તમ. જે શિષ્ય આમ તો આળસું, તે પ્રમાદી હોય પણ ગુરુના ભયથી, ગુરુની શરમને લીધે, ઈચ્છા ન હોવા છતાં ગુરુના કહ્યા પ્રમાણે કરવા તૈયાર થાય એ મધ્યમ. જે શિષ્ય સ્વચ્છંદી હોય, ગુરની સામે પણ ગમે તેમ બોલી દેનારો હોય, જેને ગુરનો ભય, છે શરમ કંઈ જ અસર ન કરતા હોય તે જઘન્ય. આમાં ઉત્તમને તો આજ્ઞા કરવાનો અવસર જ ન આવે. જઘન્ય છે અપાત્ર હોવાથી ગુરુએ એના ઉપર કોઈ બળજબરી, આદેશ વગેરે કરવાના ના હોય. પણ જે મધ્યમ છે એને ગુરુ એની ઈચ્છા ન હોવા છતાં પણ વૈયાવચ્ચાદિ કામ સોંપે. સૌ પ્રથમ ઉત્સર્ગ માર્ગ તો એ જ છે કે આવા વૈયાવચ્ચાદિ કામો કરવામાં આળસુ, શેઠાઈ કરનારા, અને માટે જ અયોગ્ય એવા શિષ્યો સાથે ગુરુએ રહેવું જ ન જોઈએ, કેમકે આવા સાધુ સાથે રહેવામાં સંક્લેશ થાય, વારંવાર એને સમજાવવામાં પુષ્કળ મહેનત પડે. એટલે આવા સાધુ સાથે ન રહેવું એ જ ઉત્સર્ગ માર્ગ છે. . માટે જ ગર્ગ નામના આચાર્ય પોતાની વાત ન માનનારા, આળસુ, પ્રમાદી શિષ્યોથી કંટાળીને એમને છોડી દઈ છે એકલા ચાલ્યા ગયા હતા. “ગારિસ મમ સીસા , તારિણી નિદ્દિદ્દા મારા શિષ્યો ગધેડા જેવા છે એવા વિચારો એ આચાર્યો કર્યા હતા. કાલકસૂરિ પણ આ જ રીતે પ્રમાદી, ઠઠ્ઠા-મશ્કરી કરનારા શિષ્યોને છોડીને ચાલ્યા ગયા હતા. ಯಯಯಯಯಯಯಯಯಯಯಯ EEEEEEEEEEEEEEEEEEEE , ,, , સંચમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી , ૨૩૯

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286