________________
હessagggggggsssssssssss ઈચ્છાકાર સામાચારી એટલે ભક્તિથી બીજાનું કામ કરવું હોય તો ય એની રજા લઈને જ કરવાની શાસ્ત્રીય મર્યાદા એકદમ યોગ્ય
જ
છે
23253565
છેઘણીવાર એવું બને કે વડીલ સાધુ પોતાનું કામ કરતા થાકી ગયા હોય પણ બીજાને કામ સોંપતા એમને 8
સંકોચ થતો હોય, ત્યારે ચાલાક નાના સાધુઓએ એમની મુંઝવણ પકડી પાડી સામેથી વિનંતી કરવી, “સાહેબ ! છે જ આ કામ મને સોંપો' દા.ત. વડીલને ગોચરી જવાનું કામ સોંપાયું હોય પણ લાંબો વિહાર કરીને આવ્યા બાદ છે છે વડીલ થાક્યા હોય છતાં ખાનદાનીના કારણે બીજાને કામ ન સોંપતા હોય તો બીજા સાધુએ સામેથી જ એમનું છે 8 ગોચરીનું કામ ખૂબ વિનંતી કરીને ઉપાડી લેવું જોઈએ.
અહીં સર્વત્ર વડીલ એટલે “સૌથી મોટા સાધુ” એમ ન સમજવું. પણ એક દિવસ પણ જે સ દીક્ષાપર્યાયમાં મોટો હોય એ વડીલ બની જાય છે. એટલે એક વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ માટે દોઢ વર્ષ, # બે વર્ષમા દીક્ષાપર્યાયવાળા બધા સાધુઓ વડીલ ગણાય. જ વડીલ કોઈક સાધુને પોતાના કામમાં સહાય કરવા વિનંતી કરી રહ્યા છે એ દૂર સ્વાધ્યાયાદિ કરતો સાધુ જ જુએ છે તો એ સાધુ ત્યાં પહોંચી વડીલને કહે, “આ કામ મને સોંપો, મને ભક્તિનો લાભ મળે.”
આમ જુદા જુદા અનેક પ્રકારે ઈચ્છાકાર સામાચારી કરવામાં આવે છે. એક આશ્ચર્ય થાય તેવી વાત કરું.
નાના સાધુ જ્યારે પોતાની મેળે જ વડીલને સહાય કરવા તત્પર બને અને એ માટે વડીલની રજા લેવા છે વિનંતી કરે ત્યારે પણ વડીલે તરત એ કામ સોંપી ન દેવું પણ નાનાને પૂછયું કે, “તમને ખરેખર મારું કામ છે કરવાની ભાવના છે ને ? શરમના કારણે તો મારું કામ કરવા નથી આવ્યા ને ?” એમ કહ્યા બાદ જ્યારે નાનો છે
સાધુ ખૂબ ભાવ દેખાડે ત્યારે એને કામ સોંપવું. છે શિષ્યઃ આની પાછળ કંઈ રહસ્ય ખરું? આ ગુરુઃ હા, નાનો સાધુ ભલે સામેથી વડીલનું કામ કરવા આવ્યો છે, પણ એમાં એનો કામ કરવાનો ઉત્સાહ હૈ હોય જ એવો નિયમ નથી. ઘણીવાર એવું બને કે નાનો સાધુ શરમના કારણે પણ વડીલને સહાય કરવા આવે.
દા.ત. મુખ્ય વડીલ કાપ કાઢતા હોય અને નાના સાધુઓ સ્વાધ્યાયાદિ કરતા હોય ત્યારે તેઓ ઈચ્છા ન હોવા કિ 8 છતાં પણ વડીલને સહાય કરવા સામેથી જાય. એ વખતે વડીલ એમની સહાય સ્વીકારે તો નાના મનમાં છે ખેદ સાથે સહાય કરે એવું પણ બને. માટે નાનાઓ સામેથી સહાય કરવા આવે તો પણ વડીલે તરત એમની 8 સહાય સ્વીકારી ન લેવી.
એ વખતે વડીલ શરૂઆતમાં ના પાડે, એમની ઈચ્છા જાણવા પૃચ્છા કરે ત્યારે નાનાઓના હાવભાવ, વર્તન છે ઉપરથી જ વડીલને ખ્યાલ આવી જાય કે એની વૈયાવચ્ચ કરવાની ઈચ્છા નથી. પણ ઔચિત્ય, શરમના કારણે મને સહાય કરવા આવ્યો છે. એટલે સ્પષ્ટ ના પાડી શકે.
સામાન્યથી એવું જોવા મળે છે કે આપણે કોઈકને એના કામમાં સહાય કરવા જઈએ ત્યારે સામેવાળો વ્યક્તિ થોડીક ગરજ બતાવે, આપણી પ્રશંસા કરે, કામ આપવામાં આનાકાની કરે તો આપણો કામ કરવાનો ઉલ્લાસ ખૂબ વધી જાય છે. એને બદલે આપણે વડીલને વિનંતી કરીએ કે, “આપના કામમાં હું બેસું?” અને ૪ વડીલ તરત કહી દે કે, “આવી જાઓ, આ પરાત છે, એમાં કાપ કાઢવા માંડો.” તો એ વડીલ પ્રત્યે જરાક અરુચિ, વૈયાવચ્ચ કરવાની ભાવનામાં ઓછાશ આવી જાય છે. માટે સામેથી સહાય કરવા આવનાર પ્રત્યે પણ વડીલે આનાકાની, ઈચ્છાકાર અવશ્ય કરવા.
FEEEEEEEEEEEEEEEEE
ಖಾಯಿತು
સંચમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૦ ૨૩૮