________________
ESEEEEEEEEEEE
કપડા
5666666666666666666666666E%6E%E666666666666666666666666666hEditiii&tEEEEEEEEEEEEEEEEEEEEEEE
g
gggggg= મિચ્છાકાર સામાચારી )
(ર) મિચ્છાકાર સામાચારી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિઓ, નિર્દોષ ગોચરીચર્યા, પ્રતિલેખન, વૈયાવચ્ચ, ગુરુભક્તિ, સ્વાધ્યાય, બાર ભાવના વગેરે વગેરે સંયમયોગોમાં અનાભોગ, પ્રમાદ વગેરેને લીધે જે કંઈપણ ભૂલો થાય, આજ્ઞાવિરૂદ્ધ વર્તન થાય તે વખતે “મારું આ પાપ મિથ્યા થાઓ, નિષ્ફળ થાઓ, મને દુર્ગતિ વગેરે આપનારું ન બનો” : આશયથી પશ્ચાત્તાપભાવપૂર્વક “મિચ્છા મિ દુક્કડું” શબ્દ બોલવો એ મિચ્છાકાર સામાચારી છે.
મિચ્છા મિ દુક્કડ” આ વાક્યમાં ત્રણ શબ્દો છેઃ (૧) મિચ્છા = મિથ્યા, (૨) મિ = મમ = મારું, (૩) દુક્કડ = દુષ્કત = પાપ. આ વાક્યમાં કુલ ૬ અક્ષરો છે. એ દરેક અક્ષરનો જુદો જુદો અર્થ થાય છે. જ્યારે છે છે પણ આ વાક્ય બોલીએ ત્યારે એ ૬ અર્થોના ઉપયોગ સાથે બોલવું જોઈએ. તો જ આ સામાચારી સાચા અર્થમાં છે ફળ આપનારી બને.
મિ = મૃદુતા = હાથ જોડી મસ્તક નમાવવું એ શરીરની મૃદુતા અને હૃદયમાંથી અહંકારાદિ ભાવો દૂર છે જ કરી “હું અપરાધી છું” એ ભાવો કેળવવા એ મનની મૃદુતા.
ચ્છા = આચ્છાદન = ઢાંકવું = આ જે પાપ થઈ ગયું છે એ હવે ફરીથી નહિ કરે એવી પ્રતિજ્ઞા.
મિ = મર્યાદા = પાપ કરતી વખતે તો ચારિત્રની મર્યાદા ઓળંગી. પણ અત્યારે હું પાછો મર્યાદામાં આવી 8 જઉં છું. અર્થાત્ એ પાપથી પાછો હટી પાછો સંયમમાં સ્થિર બની આ વાક્ય બોલું છું.
૬ = દુગંચ્છા – હું પાપ કરનાર મારા આત્માને નિંદું છું. % = કરણ = આ પાપ મેં કર્યું છે. હું એનો સ્વીકાર કરું છું. મારો કોઈ બચાવ નથી કરતો. એમ
૨ ઢોળતો પણ નથી. મારી સાથે બીજાઓ પણ પાપ કરનારા હશે પણ મારે એ જોવાનું છે જ નથી. મારે માત્ર મારા પાપ અંગે વિચારવાનું છે. છે ડમ્ =ઉલ્લંઘન=અત્યારે મારામાં જે પ્રશમભાવ ઉત્પન્ન થયો છે એના દ્વારા આ થઈ ગયેલા પાપને 8 છે ઓળંગી જાઉં છું. એને નિષ્ફળ બનાવી દઉં છું. - આ છ વસ્તુ મિથ્યાકાર સામાચારી માટે ખૂબ ઉપયોગી છે.
(૧) હાથ જોડીને મસ્તક નમાવવા રૂપ મૃદુતા એ શુભ ભાવોને ઉત્પન્ન કરી આપે છે તથા હૃદયમાં કઠોરતા, 8 છે અહંકાર હોય તો આ સામાચારી સાચી ન બને. માટે હૃદયમાં કોમળ પરિણામ, નમ્રતા પણ ખૂબ જરૂરી છે.
(૨) ફરીથી એ પાપ ન કરવાની દઢ પ્રતિજ્ઞા ન લે અને વારંવાર પાપ કર્યા જ કરે તો તો આ મિ.દુ. છે એક રમત જ બની રહે. પેલો બાળ સાધુ પત્થર મારી-મારીને કુંભારના ઘડા ફોડતો જાય અને મિ.દુ. બોલતો જાય. ગુસ્સે થઈ કુંભાર પણ એ સાધુને લાફા મારતો જાય અને મિ.દુ. બોલતો જાય. આ બે ય ના મિ.દુ. જેમ સાવ નકામા છે એમ ફરી-ફરીને પાપ કરનારાના મિ.દુ. પણ નકામાં જાણવા.
(૩) દારૂના પીઠામાં રહીને દારૂ પીધાનું પ્રાયશ્ચિત્ત કરે એ બરાબર નથી. એમ ચારિત્રની મર્યાદા ઓળંગીને પાપ કર્યા બાદ એ પાપથી પાછા હટી પુનઃ ચારિત્રમાં સ્થિર થઈને મિ.દુ. કરવું.
(૪) આત્માની નિંદા કર્યા વિના એ પાપોમાં હેયતાની બુદ્ધિ અને એના ત્યાગનો સંકલ્પ દઢ બનતા નથી.
(૫) “આ પાપમાં બીજા પણ ભાગીદાર હતા, હું એકલો ન હતો” આવા પ્રકારના ખુલાસાઓમાં સાચો # પશ્ચાત્તાપભાવ ઉત્પન્ન થતો નથી.
અહીં બે નય દ્વારા વિચારણા કરીએ. નિશ્ચયનય : માણસ જે બોલે એના અર્થમાં જ એનો ઉપયોગ હોઈ શકે. જીવવિચારના પદાર્થો બોલતો જ
యము
સંયમ રંગ લાગ્યો - મિચ્છાકાર સામાચારી - ૨૪૩