________________
gggggggggg ષ
ઈચ્છાકાર સામાચારી ) ન કરે.
ઝેર એ જીવનનો નાશ કરનારું હોવા છતાં અમુક પ્રકારની ઔષધિઓ સાથે મિશ્રણ પામેલું ઝેર મોત 8 8 લાવવાને બદલે રોગો દૂર કરવાનું કામ કરે છે.
એમ કષાયો આત્માને દુર્ગતિમાં ધકેલનારા હોવા છતાં શુભભાવોથી કરાતા આ રાગ અને દ્વેષ (કષાયો) છે દુર્ગતિ આપવાને બદલે સદ્ગતિ અને પરમગતિ આપનારા બને છે. # શિષ્ય : ગુરુદેવ ! તમે સૌથી પહેલા એ વાત કરેલી કે સાધુઓ સ્વયંદાસ છે. તો ગુરુ પણ સાધુ જ છે જે છે ને ? એ પણ સ્વયંદાસ જ બને. ગુર પોતાના તમામ કાર્યો જાતે જ કરે. એટલે પછી “શિષ્યોને ઈચ્છાકારથી છે છે પોતાના કે ગચ્છના વૈયાવચ્ચાદિ કાર્યો સોંપવા, એ ન માને તો ઠપકો આપવો, ક્રોધ કરવો” આ બધી પંચાતો છે તે દૂર જ થઈ જાય છે.
ગુર: એ સ્વયંદાસ વિશેષણ ગુરુ માટે નથી પણ ગુરુ સિવાયના બાકીના સાધુઓ માટે છે. ગુરુ પોતાના છે જ કામ કરવા સમર્થ હોય, પ્રતિલેખન, ગોચરી પાણી લાવવા, કાપ કાઢવો વગેરે બધા કાર્યો ગુરુ કરી શકતા છે જ હોય તો પણ ગુરુએ આ કાર્યો ન કરવા પરંતુ પોતાના શિષ્યાદિને જ એ કામો ઈચ્છાકારાદિ દ્વારા સોંપી દેવા. 8 આ શિષ્ય : આ તો પક્ષપાત કહેવાય. તમે તો ગુરુને મોટા મહારાજા બનાવવાની વાત કરો છો. અરે, ગુરુ દ. છે પણ પોતાનું કામ કરે, કરવું જ જોઈએ, એમાં શું વાંધો છે? છે ગુરુ ગુરુ જો પોતાના પ્રતિલેખનાદિ કાર્યો સ્વયં કરવા માંડે; શિષ્યને ન આપે તો ત્રણ નુકસાન થાય. 8 (૧) ગુરુ જ પોતાના બધા કામ જાતે કરી લે છે એટલે શિષ્યોને, નિશ્રાવર્તીઓને ગુરુની વૈયાવચ્ચ કરવા છે ન મળે. બધા દીક્ષિતો સ્વાર્થી બની પોત-પોતાનું કામ કરતા થઈ જાય. બીજાને સહાય કરવાના, વૈયાવચ્ચ કરવાના સંસ્કારો ન પડવાથી એ શિષ્યો સ્વચ્છંદી, અભિમાની બને. ગુરુની વૈયાવચ્ચ દ્વારા વિનય, પુષ્કળ નિર્જરા, પુણ્યબંધ વગેરે જે લાભો થાય એ બધા લાભો આ શિષ્યો ગુમાવે અને ગુરુ પણ શિષ્યોનું હિત ન
કરી શકવાથી મોટું નુકસાન પામે. શિષ્યોને સાચા સંયમી બનાવનાર ગુરુ પુષ્કળ કર્મક્ષય પ્રાપ્ત કરે. પણ આ છે 8 ગુરુ પોતાના શિષ્યોને વૈયાવચ્ચાદિ ગુણો શીખવાડતા ન હોવાથી એમને સાચા સંયમી બનાવી શકતા નથી માટે છે એ કર્મનિર્જરાદિ લાભો ન મળે.
(૨) ઉપાશ્રયમાં બહારથી શ્રાવકો, શ્રીમંતો વંદન કરવા આવે ત્યારે ગુરુને કામ કરતા જોઈ અધર્મ પામે. “આ ૮-૧૦ શિષ્યો છે. છતાં ગુરુ પાણી ગાળે છે. ગુરુ પોતાનું આસન જાતે પાથરે છે. ગુરુ જાતે પ્રતિલેખન કરે છે. અરેરે ! આ બધા શિષ્યો અવિનયી, ઉદ્ધત લાગે છે. અમે અમારા બા-બાપુજીઓને કેટલા સાચવીએ છે છીએ ! આ લોકો અનંત ઉપકારી ગુરુની પણ ભક્તિ નથી કરતા ?” આ વિચારો એમને અધર્મ પમાડે.
(૩) ગુરુ રોજ બે-ચાર પાઠ આપતા હોય. સંઘના અનેક કાર્યો ગુરુના માથે હોય. ગચ્છની જવાબદારી 8 છે ગુરુએ નિભાવવાની હોય. આ બધા માટે ગુરુને પુષ્કળ સમય જોઈએ જ. હવે ગુરુ જો પોતાનું બધું જ કામ છે 8 જાતે કરવા લાગે તો ઘણો સમય એમાં પસાર થઈ જાય. પછી તો આ પાઠ આપવાદિ બધા કાર્યો અટકી પડે છે 8 અથવા તો ગમે તેવા થાય. ગુરુ પણ કામ કરવાથી થાકે એટલે એ બધા કાર્યો ઉત્સાહથી ન કરી શકે. આના છે આ કારણે સંઘને, ગચ્છને, શિષ્યોને ખૂબ નુકસાન થાય.
| માટે ગુરુએ પોતાના કોઈ કામ જાતે ન કરતા શિષ્યાદિ પાસે જ કરાવવા, (સાવધાન ! એક-બે શિષ્યોના છે ગુરુ બની ગયેલા સંયમીઓ પોતાના માટે આ વાત ન લગાડે. આ વાત માત્ર મુખ્ય ગુરુ માટે છે. ૧૫ જણના 8 સપમાં ગુરુ પદવી પામી ચૂકેલા તો પાંચ-છ સંયમીઓ પણ હોય, એ બધા જ આમ કરવાના અધિકારી નથી,
strict EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
સંયમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૦ ૨૪૧ RetrictEÉti fittttttttttttttttttttttttttttt 6666666666666666666666666