Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 241
________________ સંયમ રંગ લાગ્યો (દશવિધ ચક્રવાલ સામાચારીઓ) EEE ઈચ્છાકાર સામાચારી सामायारी पवक्खामि सव्वदुक्खविमोक्खणीं । जं चरिताण निग्गंथा तिण्णा संसारसागरं ॥ ઉત્તરાધ્યયનસૂત્રમાં ગણધર ભગવંતો કહે છે કે, “આ દવિધ ચક્રવાલ સામાચારી સંસારના સર્વદુઃખોમાંથી છુટકારો અપાવડાવી મોક્ષમાં પહોંચાડનારી છે. આ સામાચારીનું પાલન કરીને સાધુઓ સંસારસાગરનો પા૨ પામ્યા છે. એ સામાચારી હું તમને કહીશ.'' સામાચારીઓ કુલ દસ છે. (૧) ઈચ્છાકાર (૨) મિચ્છાકાર (૩) તથાકાર (૪) આવસહિ (૫) નિસીહિ (૬) આપૃચ્છા (૭) પ્રતિપૃચ્છા (૮) છંદના (૯) નિમન્ત્રણા (૧૦) ઉપસંપદા. આ સામાચારીઓ રોજેરોજ વારાફરતી સતત ઉપયોગમાં આવનારી છે. સાધુઓએ સાધુજીવનમાં શી રીતે જીવવું? એનું સ્પષ્ટ નિરૂપણ કરનાર આ સાધુઓનું નાગરિક શાસ્ત્ર કહેવાય. જો આ દસ સામાચારીઓનું બરાબર પાલન કરવામાં આવે તો સાધુજીવનમાં થતાં સંક્લેશો, આર્તધ્યાનો નાશ પામે. સાધુપણામાં લાગતા ડાઘાઓ ધોવાતા જાય, નવા ડાઘાઓ લાગતા અટકે. આવશ્યકનિર્યુક્તિ, પંચાશક વિગેરે અનેક ગ્રન્થોમાં દસ સામાચારીનું નિરૂપણ કરેલું જ છે. પણ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘સામાચારી પ્રકરણ' નામનો સ્વતંત્ર ગ્રન્થ રચી, વિસ્તારથી એ સામાચારીઓનું નિરૂપણ કરી શ્રમણસંઘ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. મુખ્યત્વે એ ગ્રન્થને અનુસારે, આ કાળને અનુસારે અહીં ક્રમશઃ દસ સામાચારીઓનું નિરૂપણ કરવામાં આવશે. (૧) ઈચ્છાકાર સામાચારી ઉત્સર્ગ માર્ગ તો એ જ છે કે, દરેક સાધુ-સાધ્વીજીઓએ પોતાના નાના-મોટા દરેક કાર્યો જાતે જ કરવા જોઈએ. કાપ કાઢવો, કપડા સુકવવા, વસ્ત્રોનું પ્રતિલેખન, પાતરાનું પ્રતિલેખન, સ્થંડિલ-માત્રાના પ્યાલા પરઠવવા વિગેરે વિગેરે પોતાના તમામ કાર્યો પ્રત્યેક દીક્ષિતોએ જાતે જ કરવા જોઈએ. પોતાનાથી નાના કે પોતાનાથી મોટા કોઈપણ સાધુઓને સાધુ પોતાનું કોઈપણ કાર્ય સોંપી ન શકે. એના મુખ્યત્વે બે કારણો છે. (૧) પોતાનું કામ પોતે કરી શકે તેમ હોવા છતાં, પ્રમાદાદિને કા૨ણે બીજાને સોંપે એટલે એ સાધુ વીર્યાચારનું પાલન ગુમાવે. એને વીર્યાચારમાં અતિચાર લાગે. (૨) જેને કામ સોંપવામાં આવે એને એ કામ કરવું ન પણ ગમે. સામાન્યથી બીજાનું કાર્ય હોંશે હોંશે કરનારા આત્માઓ તો ખૂબ ઓછા જ હોય. એટલે સાધુ જો બીજા સહવર્તિને કામ સોંપે તો એને થોડું-ઘણું પણ માનસિક દુ:ખ થવાની શક્યતા છે. કરૂણાપ્રધાન જિનશાસનમાં પંચ મહાવ્રતધારી સાધુ પોતાના નિમિત્તે કોઈને પણ, લેશ પણ માનસિક દુઃખ ન પડે એની સતત કાળજી રાખે. માટે એણે પોતાના દરેક કાર્યો સ્વયં કરવા. આ જ કારણસર શાસ્ત્રકારોએ સાધુઓ માટે એક વિશેષણ વાપરેલ છે, “સ્વયંદાસાસ્તપોધનાઃ” સાધુઓ ‘સ્વયંદાસ’ હોય. એટલે કે સાધુ પોતે જ શેઠ અને પોતે જ પોતાનો નોકર હોય. શેઠીયાઓ કંઈપણ કામ આવી પડે એટલે પોતાના નોકરને જ બધા કામ સોંપે. સાધુ પણ પોતાને કંઈ પણ કામ આવી પડે તો પોતાના નોકરને જ એ કામ સોંપે. સાધુનો નોકર સાધુ પોતે જ છે. સંચમ રંગ લાગ્યો - ઈચ્છાકાર સામાચારી ૭ ૨૩૨

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286