________________
ઈચ્છાકાર સામાચારી
પોતાનું પ્રતિલેખન ન કરી શકે, માંડલીનું કામ પણ ન કરી શકે. ભારે પાટ એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવી હોય તો એકલો ઉપાડી ન શકે. ભંડારમાંથી આઠ-દસ પુસ્તકો લાવવાના હોય. ગ્લાન સાધુની વૈયાવચ્ચ ક૨ના૨ને એકસાથે ગ્લાન સાધુની ઘણી બધી ઉપધિનો કાપ કાઢવાનો વખત આવે આ વખતે એ સાધુ બીજાને પોતાનું તે તે કામ સોંપી શકે.
(૩) સાધુ તે તે કામ કરવાની આવડત ધરાવતો હોય, પોતે તે કામ કરવા સમર્થ પણ હોય, માંદગી વિગેરેને કા૨ણે અસમર્થ ન હોય છતાં એ કામ કરવાના અવસરે જ બીજું કામ આવી પડે. એ વખતે એ સાધુ પોતાનું ચાલુ કામ બીજાને સોંપી શકે.
પણ એ જે બીજું કામ આવી પડ્યું છે તે કામ (i) ચાલુ કામ કરતા વધુ નિર્જરાકારી હોવું જોઈએ. (ii) એ બીજું આવી પડેલું કામ આ સાધુ સિવાય બીજો કોઈ સાધુ ન કરી શકે તેવું હોવું જોઈએ. આવું હોય તો જ એ સાધુ ચાલુ કામ બીજાને સોંપી શકે.
દા.ત. વ્યાખ્યાનકાર સાધુ કાપ કાઢે છે. એ જ વખતે અચાનક બહારથી આવેલા શ્રાવકોએ ગુરુને વિનંતિ કરી કે, “અમને અડધો કલાક વ્યાખ્યાન આપો.” ગુરુની તબિયત સારી ન હોવાથી એમણે વ્યાખ્યાનકાર સાધુને વ્યાખ્યાન કરવાનો આદેશ કર્યો. હવે આ વ્યાખ્યાનકાર સિવાય બીજો કોઈપણ સાધુ વ્યાખ્યાન કરી શકે એમ નથી. અને આ તો ગુરૂનું કાર્ય હોવાથી વિશેષ લાભ પણ છે જ. એટલે આ વખતે એ વ્યાખ્યાનકાર સાધુ પોતાનું કાર્ય બીજાને સોંપી દઈ વ્યાખ્યાન કરવાનું કામ કરે.
હા, બીજો કોઈ સાધુ વ્યાખ્યાનકાર તરીકે હાજર હોય તો પછી આ કાપ કાઢનાર પ્રભાવક સાધુ પોતાનું કામ બીજાને ન સોંપી શકે. એ બીજો વ્યાખ્યાનકાર સાધુ જ વ્યાખ્યાન કરે.
એમ, ગુરુએ વિદ્વાન સાધુને બે દિવસ સુધીમાં અમુક શાસ્રપાઠો કાઢવાનું કામ સોંપ્યુ હોય. હવે એ કામ આ જ સાધુ કરી શકે એમ છે. પણ એ કામ કરવા માટે બે દિવસ જેટલો લાંબો સમય એને મળ્યો છે. એટલે એ પોતાના પ્રતિલેખન, માંડલીનું કામ વિગેરે કાર્યો બીજાને સોંપી દે અને કહે કે, ‘મારે ગુરુનું અગત્યનું કામ છે.' તો એ ન ચાલે. આ સ્થળે ગુરુનું પાઠો કાઢવાનું કામ એ પોતાના નિત્ય કાર્યો કરતા વિશેષ નિર્જરાકા૨ી ન ગણાય. એ સાધુએ પોતાના કામો જાતે જ કરી બાકીના પુષ્કળ સમયમાં એ ગુરૂનું કામ કરવું જોઈએ.
આમ, ઉ૫૨ના ત્રણ કારણોમાંથી કોઈપણ કારણ આવી પડે ત્યારે સાધુ પોતાના કાર્યો બીજા સાધુને સોંપી
શકે.
શિષ્ય : એ કાર્યો કોને સોંપી શકાય ?
ગુરુ : સુંદર પ્રશ્ન કર્યો. આવા અપવાદ માર્ગે પણ પોતાનું કામ પોતાનાથી વડીલ સાધુને તો ન જ સોંપાય. પણ પોતાનાથી નાના સાધુઓને જ સોંપાય. વડીલ તો વંદનીય છે, રત્નાધિક છે. એમની પાસે આપણું કામ કરાવવું એ વડીલની આશાતના છે. (હા, એમાં ય અપવાદ હોઈ શકે ખરો.)
શિષ્ય : આપે જણાવ્યું કે ઉપર બતાવેલા ત્રણ કારણોસ૨ નાના સાધુને અપવાદ માર્ગે પોતાનું કામ સોંપતી વખતે વડીલ સાધુએ ઈચ્છાકાર સામાચારી પાળવાની છે. એ પાળવાની પદ્ધતિ તો બતાવો ?
ગુરુ : કોઈપણ જીવને માનસિક દુ:ખ પણ ન થાય એ આ ઈચ્છાકાર સામાચારીનો મુખ્ય આશય છે. એટલે વડીલ જો નાનાને એમ કહે કે, “મારું આ કામ પતાવી દેજો,” તો નાના સાધુને ન જ ગમે. બળજબરીથી કામ ક૨વું કોઈને ન ગમે. એટલે વડીલોએ આવી ભાષામાં કામ ન સોંપવું, પરંતુ ખૂબ નમ્રતાપૂર્વક કહેવું કે, “મુનિવર, આપને મારું આ એક કામ કરવું ફાવશે ? આપને કોઈ તકલિફ નહિ પડે ને ? આપના બીજા કામો
સંયમ રંગ લાગ્યો
-
ઈચ્છાકાર સામયરી ૭ ૨૩૪