________________
Street it cttcttkfter EktariffEEEEEEEEEEEE
v egggggggggggggggggg ઈચ્છાકાર સામાચારી અટકી નહિ પડે ને? તમે ઈચ્છાપૂર્વક મારું કામ કરશો ને?” આ શબ્દો નાના સાધુને લેશ પણ પીડાકારી ન બને.
ટૂંકમાં વડીલના શબ્દો એવા હોવા જોઈએ કે નાના સાધુને કોઈક કારણસર એ કામ કરવાની ના પાડવી છે જ હોય તો એમાં એને વડીલને ખોટું લાગવાનો ભય ન લાગે. “હું ના પાડીશ તો વડીલ બધાને મારી ફરિયાદ છે 88 કરશે.” ઈત્યાદિ કોઈ ભય નાના સાધુને લાગવો ન જોઈએ. જો એવો ભય લાગતો હોય, તો વડીલ સાધુના જ વર્તનમાં, શબ્દોમાં નક્કી કંઈક ખામી, કર્કશતા હોવાની શક્યતા છે.
શિષ્યઃ વડીલ સાધુ આદેશાત્મક ભાષામાં નાનાઓને કામ સોંપે તો વડીલને શું નુકસાન થાય ?
ગુરુઃ આ વડીલ એ નાના સાધુઓને પોતાના નોકર તરીકે કામ કરાવનાર ગણાય કેમકે નોકરને જ આ છે R રીતે આદેશ કરી શકાય. હવે જેઓ બીજા સાધુઓને નોકર તરીકે કામ કરાવે તેઓ આવતા ભવમાં સ્વયં નોકર
બને. અર્થાત્ આભિયોગિકનામકર્મ બાંધે. નીચ ગોત્ર બાંધે. છે (નીચ ગોત્ર બીજા ગુણસ્થાન સુધી જ બંધાય છે એટલે એનો અર્થ એ કે આદેશાત્મક ભાષામાં નાના છે 8 સાધુઓને પણ કારણસર કામ સોંપનારા વડીલ મિથ્યાત્વ ગુણસ્થાન પામી જાય એવી પાકી શક્યતા છે.) છે છે શિષ્યઃ વડીલની ફરજ શું છે ? એ તો આપે બતાવ્યું. પણ એ વખતે નાના સાધુઓની શી ફરજ છે? 8 છે એ તો જણાવો. 8 ગુરઃ વડીલ કોઈપણ કામ સોંપે ત્યારે નાના સાધુ કહે કે, “અહો ! આપે તો મારા ઉપર ખૂબ ઉપકાર છે ભ કર્યો. આપની સેવાનો લાભ મને ક્યાંથી મળે? મને તો આ કામ કરવામાં ખૂબ આનંદ થશે. બીજા પણ કોઈ છે છે કામો હોય, તો અવશ્ય બતાવજો.” એ વખતે નાના સાધુએ મુખ ઉપર સાચો હર્ષોલ્લાસ વ્યક્ત કરવો જોઈએ. જે
આવું બોલવું એ નાના સાધુ માટે ઈચ્છાકાર સામાચારી ગણાય.
શિષ્યઃ વડીલનું કામ કરવામાં આવા નાટકો કરવાની શી જરૂર છે? નાના સાધુ એ કામ કરી આપે જ છે છે એમની ફરજ છે. એમાં આવા શબ્દો બોલવાની, મુખ ઉપર હર્ષોલ્લાસ દેખાડવાની શી જરૂર છે ? આ તો છે નાટકીયાઓનું કામ છે.
ગુરુઃ શાસ્ત્રોના રહસ્યો તું જાણતો નથી માટે આવા અપશબ્દો બોલે છે. જો નાનો સાધુ આવા ઉત્કૃષ્ટ આ શબ્દો, હાવ-ભાવો પ્રગટ ન કરે અને કંઈપણ બોલ્યા વિના એ કામ કરવા લાગી પડે તો ભલે એના મનમાં કે આ ખૂબ સારા ભાવ છે. છતાં વડીલને તો એમ જ લાગે કે, “આને મારું કામ કરવું ગમતું નથી. ના æકે, શરમથી
જ કામ સ્વીકાર્યું છે માટે તો એના મુખ ઉપર કોઈ ઉલ્લાસ દેખાતો નથી.” એટલે વડીલને પણ દુઃખ થાય અને હા ભવિષ્યમાં એ વડીલ બીજીવાર આ સાધુને પોતાનું કામ ન સોંપે. આમાં નાનો સાધુ વડીલોનું વૈયાવચ્ચ ગુમાવે 8 વડીલને દુઃખ થાય એમાં નિમિત્ત બનવાનો દોષ પણ નાના સાધુને લાગે.
એને બદલે જો એ નાનો સાધુ હર્ષોલ્લાસ, સુંદર શબ્દો પ્રગટ કરે તો નીચે પ્રમાણે ફાયદો થાય.
(૧) નાના સાધુનો આ વિનય, વૈયાવચ્ચ કરવાનો ઉલ્લાસ જોઈ વડીલને ખૂબ આનંદ થાય. “આ સાધુ છે સ કેટલો સારો છે? કેવો ભક્તિવાળો છે?” એવા ભાવો વડીલના મનમાં પ્રગટ થાય. વડીલોને ગુરુને આનંદ
ચાડવામાં જે સાધુ નિમિત્તે બને એ સાધુ પુષ્કળ પુણ્યકર્મ બાંધપોતાના ઉચિત વર્તન દ્વારા જે સાધુઓ ગુરુ 2. 88 કે વડીલાદિને પ્રસન્ન કરે છે. તેઓ મહાભાગ્યશાળી કહેવાય.
(૨) એ નાનો સાધુ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. એ સાધુ હવે પછીના ભાવોમાં હલકા કુળોમાં ઉત્પન્ન ન થાય. 8 પણ ખાનદાન કુળોમાં, ઊંચા સ્થાનોમાં જન્મ પામે.
સંચમ રંગ લાગ્યો : ઈછાકાર સામાચારી ૦ ૨૩૫