________________
તથાકાર સામાચારી
વિશિષ્ટવસ્તુના નિષેધને સિદ્ધ કરનાર હોય છે. દા.ત. “મુમૂgળા વિષયુń અન્ન મક્ષળીય” અહીં મરવાની ઈચ્છાવાળા રૂપી એક પદાર્થમાં વિષયુક્તભોજન રૂપી એક વિશિષ્ટ વસ્તુનું વિધાન કરેલ છે તો મરવાની ઈચ્છાવાળાથી ઇતરમાં એટલે કે જીવવાની ઈચ્છાવાળામાં વિષયુક્ત-ભોજન રૂપી વિશેષનો નિષેધ જ સિદ્ધ થાય. અર્થાત્ નિનીવિષ્ણુ વિષયુń મોનનું ન મક્ષળીયમ્ । આ રીતે અર્થ થાય.
એ જ રીતે કોઈપણ એક વસ્તુમાં વિશેષનો નિષેધ એ તેનાથી ઈતરમાં વિશેષના વિધાનને સિદ્ધ કરનારો
બને છે.
દા.ત. “નિનીવિષ્ણુના વિષયુક્ત્ત મોનનું ન મક્ષળીયં” આ પ્રમાણે જીવવાની ઈચ્છાવાળામાં વિષયુક્ત ભોજન રૂપી વિશેષ વસ્તુનો નિષેધ કરીએ એટલે જીવવાની ઈચ્છાવાળાથી ભિન્ન એવા મરવાની ઈચ્છાવાળામાં એ વિશેષવસ્તુનું વિધાન આવી જ જાય. અર્થાત્ “મુમૂષુ વિષયુń મોનનું મક્ષળીય” એમ સિદ્ધ થાય.
સમાસ આ પ્રમાણે ખોલવો કે “એક વસ્તુમાં વિશેષનો વિધિ એ એનાથી બીજી વસ્તુમાં એ જ વિશેષનો નિષેધ સિદ્ધ કરે. એમ એક વસ્તુમાં વિશેષનો નિષેધ એ એનાથી બીજી વસ્તુમાં એ જ વિશેષના વિધિને સિદ્ધ કરે” આનો અર્થ ઉપર જોઈ ગયા છીએ.
હવે પ્રસ્તુતમાં જોઈએ.
“ઉપયુક્ત-ગીતાર્થ-સંવિગ્નને વિશે વિકલ્પાભાવયુક્ત તથાકાર કરવો” આમ એક વસ્તુમાં વિશિષ્ટનું વિધાન કરેલ છે એટલે એ વસ્તુથી ભિન્ન વસ્તુમાં વિશિષ્ટનો નિષેધ સિદ્ધ થાય. એટલે કે અનુપયુક્ત-ગીતાર્થસંવિગ્ન/ઉપયુક્ત-અગીતાર્થ-સંવિગ્ન/ઉપયુક્ત-ગીતાર્થ-અસંવિગ્ન/ઉપયુક્ત-અગીતાર્થ-અસંવિગ્નને વિશે
વિકલ્પાભાવયુક્ત તથાકાર ન કરવો.
હવે જેમ “નિનીવિષ્ણુના વિષયુń મોનનું ન મક્ષળીયમ્” એ વચન સાંભળ્યા બાદ સમજાશે કે જીવવાની ઈચ્છાવાળાએ ભોજન તો કરવું જ પડે. એટલે અહીં ભોજનનો નિષેધ તો ન જ સમજી શકાય. એટલે વિષયુક્ત ભોજનનો નિષેધ છે. પણ એમાં ભોજન=વિશેષ્યનો નિષેધ તો અહીં યોગ્ય નથી. ભોજન તો કરવું જ પડે. એટલે આ વિશિષ્ટનો નિષેધ, વિશેષ્યનું વિધાન આવશ્યક હોવાથી માત્ર વિશેષણના નિષેધ રૂપે જ પરિણમે છે. એટલે નિનીવિષા વિષે ન મક્ષળીયું, મોનનું તુ મક્ષળીયમેવ । એટલે કે વિષરહિત ભોજન વાપરવું, એમ અર્થ નીકળે.
એમ પ્રસ્તુતમાં વિચારીએ તો અનુપયુક્તાદિમાં વિકલ્પાભાવવિશિષ્ટતથાકારનો નિષેધ સિદ્ધ થયો. પણ બીજી બાજુ આ અગીતાર્યાદિના યુક્તિયુક્ત વચનોમાં તથાકા૨ ક૨વો તો જરૂરી છે જ. એ વિના તો આપણને જ મિથ્યાત્વ લાગે. એટલે અહીં વિશેષ્યનો નિષેધ કરી શકાતો નથી. એટલે વિકલ્પાભાવવિશિષ્ટ તથાકારનો નિષેધ એ વિશેષણના નિષેધરૂપે પરિણમે છે. એટલે કે અનુપયુક્તાદિને વિશે વિકલ્પાભાવ ન ચાલે. વિકલ્પ જ જોઈએ. એટલે કે વિકલ્પયુક્ત તથાકાર ચાલે.
આ પદાર્થ કઠિન હોવાથી ટુંકાણમાં ફરી બતાવી દઉં છું. मुमूर्षुणा विषयुक्तं भोजनं भक्षणीयं
ર્તવ્ય:
गीतार्थादिरूपे साधौ विकल्पाभावयुक्तः तथाकारः
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૩૫