________________
તથાકાર સામાચારી
અવિકલ્પથી તથાકાર એ અપવાદમાર્ગ છે. ઉત્સર્ગ-અપવાદનું નિરૂપણ સાથે શી રીતે થઈ શકે ? એટલે પહેલા ઉત્સર્ગ બતાવી અને પછી અપવાદ બતાવ્યો. (આશય આ પ્રમાણે હોઈ શકે કે સૌ પ્રથમ તો સંવિગ્ન-ગીતાર્થની હાજરી હોય તો એની પાસે જ શાસ્ત્રીયપદાર્થો સાંભળવા જોઈએ. એની હાજરીમાં સંવિગ્નપાક્ષિકના પદાર્થો સાંભળવા ન જવાય, કેમકે ગમે તેમ તો ય એ શિથિલ છે. હવે જો શાસ્ત્રકારો એમ કહે કે “સંવિગ્ન-ગીતાર્થ કે સંવિગ્નપાક્ષિક બે ય ના વચનમાં અવિકલ્પ તથાકાર કરવો” તો તો બે ય સરખા થઈ જાય. એટલે કે આ સાંભળનારાઓ હવે “સંવિગ્નગીતાર્થ હોય તો પણ સંવિગ્નપાક્ષિક પાસે જવામાં દોષ નહિ” એમ સમજે, કેમકે બે ય ની સરખામણી શાસ્ત્રકારોએ જ બતાવી દીધી. આ તો મોટો દોષ ગણાય. એટલે શાસ્ત્રકારોએ સંવિગ્નગીતાર્થના વચનમાં અવિકલ્પ તથાકાર પ્રથમ બતાવી એને ઉત્સર્ગમાર્ગ રૂપ બતાવ્યો. અને એની હાજરી ન હોવાદિ કારણોસર સંવિગ્નપાક્ષિકના વચનમાં અપવાદમાર્ગે તથાકાર બતાવ્યો.)
યશો.
फलितविध्यन्तरमेवेत्यन्ये ।
-
વન્દ્ર. अन्ये पुनः प्रतिपादयन्ति 'गीतार्थसंविग्ने अविकल्पेन तथाकारः कर्तव्यः' इति यत् कथितं, तस्येदमेव तात्पर्यं यत् तद्वचनं शास्त्रानुसार्येव भवति । ततश्च तत्र तथाकारकरणे मिथ्यात्वादयो दोषा न भवन्तीति । यद्येवं, तर्हि गीतार्थसंविग्नपाक्षिकस्यापि वचनं शास्त्रानुसार्येव भवति, नहि तत्रापि तथाकारकरणे मिथ्यात्वादिदोषानामवकाशः । एवं च तथाकारं आश्रित्य द्वौ अपि तुल्यावेव । ततश्च यदि गीतार्थसंविग्ने अविकल्पेन तथाकारः उत्सर्गमार्गः, तर्हि गीतार्थसंविग्नपाक्षिकेऽपि अविकल्पेन तथाकारः उत्सर्गमार्ग एव । यद्यपि गीतार्थसंविग्नपाक्षिकस्य ग्रहणं गीतार्थसंविग्नैः सह न कृतं, तथापि 'गीतार्थसंविग्ने अविकल्पेन तथाकारः' इति यो विधि: प्रतिपादितः, तत्तात्पर्यानुसारेण गीतार्थसंविग्नपाक्षिकेऽपि तादृश एव विधिः सिद्ध्यति । एवं च 'गीतार्थसंविग्नपाक्षिके अविकल्पेन तथाकारः' इति नापवादः, किन्तु फलितं विध्यन्तरमेव। किञ्च अपवादः स उच्यते, यस्य सामान्यतः निषेधो भवति, पुष्टकारणे तु तस्य विधानं भवति । गीतार्थसंविग्नपाक्षिके तु 'अविकल्पेन तथाकारः उत्सर्गतः न कर्तव्यः' इति सामान्यतः निषेधो नास्त्येवेति नायं अपवाद ← इति । एतदेवाह फलितविध्यन्तरमेवेत्यन्ये = अर्थापत्त्या प्राप्तो अन्यो विधिरेवेति ।
-
(શિષ્ય : ચારિત્રની દૃષ્ટિએ વિચારણા કરવાની હોય તો તો બરાબર કે સંવિગ્ન મુખ્ય બને અને સંવિગ્નપાક્ષિક હલકો બને. પરંતુ જ્યાં જિનવચનના સમ્યક્ નિરૂપણની જ મુખ્યતા છે ત્યાં તો સંવિગ્ન કે સંવિગ્નપાક્ષિક બે ય સરખા જ છે. જેમ ઉપસંપર્ સામાચારીમાં બતાવશે કે પાઠક નાનો હોય કે મોટો હોય તો પણ બધા એને વંદન કરે. હવે ત્યાં મોટો સાધુ પાઠક બની શકતો હોય તો તો સારું જ છે. પણ એના બદલે નાના સાધુને પાઠક બનાવવામાં આવે તો એને “અપવાદ માર્ગે વંદન કરવાના” એવું તો ન કહેવાય. એ ઉત્સર્ગ જ ગણાય.)
ગુરુ : આથી જ કેટલાંકો કહે છે કે આ અપવાદમાર્ગ નથી. પરંતુ સંવિગ્ન-ગીતાર્થને વિશે જે અવિકલ્પ તથાકારનું વિધાન કર્યું. તેમાં મુખ્ય કારણ એ જ હતું કે “એના વચનો જિનાજ્ઞા વિરૂદ્ધ નથી હોતા.” હવે આ જ મુખ્ય કારણ તો સંવિગ્નપાક્ષિકમાં પણ વિદ્યમાન છે. એના વચનો પણ જિનાજ્ઞાવિરુદ્ધ નથી હોતા. એટલે એનાથી એ જ નક્કી થાય કે જિનાજ્ઞા વિરુદ્ધ વચનનો સંભવ ન હોવાથી જો સંવિગ્ન-ગીતાર્થમાં અવિકલ્પ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૩૯