________________
આવસહિ સામાચારી
તે નિયમથી ગુપ્તિવાળો હોય. પરંતુ જે ગુપ્તિવાળો હોય તે સમિતિવાળો હોય કે ન પણ હોય ?' – અહીં એક પદના વ્યભિચાર વડે આવસહિ-નિસીહિ બતાવી છે. એટલે કે, જે જે શિંશપા (એક પ્રકારનું વૃક્ષ) હોય તે વૃક્ષ હોય જ. પણ જે જે વૃક્ષ હોય તે શિંશપા હોય કે ન પણ હોય. તો અહીં બે પદોમાં એક બાજુની વ્યાપ્તિ મળે છે. પણ બીજી બાજુની વ્યાપ્તિ નથી મળતી. એટલે આ એકપદનો વ્યભિચાર કહેવાય. તો જેમ આ વૃક્ષ અને શિશપા એ સમાનાર્થી નથી. એમ આવસહિ-નિસીહિ પણ એક પદ વ્યભિચારવાળા હોવાથી સમાનાર્થી નથી. આવહિ એ ભિક્ષાટનાદિ ક્રિયા કરવા વખતે થતી હોવાથી સમિતિ રૂપ છે. નિસીહિ બધી ક્રિયાઓ બંધ કરતી વખતે થતી હોવાથી ગુપ્તિ રૂપ છે. આમ બે જુદા જ શબ્દો હોવાથી એકના સ્થાને બીજા શબ્દનો પ્રયોગ કરવાની આપત્તિ જ ખોટી છે.
यशो. - तदसत्, शय्यानैषेधिक्यां नैषेधिक्यभिमुखो हि नैषेधिकीं प्रयुडकते, तदा च गुर्वनुज्ञातशय्यास्थानाद्यावश्यकक्रियापरिणतत्वेनैकार्थत्वानपायात् ।
चन्द्र. - ग्रन्थकारस्तु तयोरेकार्थत्वं स्थापयितुमाह शय्यानैषेधिक्यां= शय्याप्रवेशे या नैषेधिकी प्रयोक्तुं इष्यते, तस्यां नैषेधिक्याभिमुखो = व्यापारपरित्यागाभिमुखः सन् नैषेधिकीं नैषेधिकीपदं प्रयुङ्क्ते = उच्चरति । तदा च = तदैव च गुर्वनुज्ञातेत्यादि - गुरुणा अनुज्ञाता या शय्यास्थाननिवेशादिरूपा आवश्यकक्रिया, तस्यां परिणतत्वेन ऐकार्थत्वानपायात् = तयोः द्वयोः शब्दयोः एकार्थत्वसिद्धेः । नैषेधिकीप्रयोगकालेऽपि स मुनिः शय्यास्थानादिरूपावश्यकक्रियायामपि परिणतो भवत्येव । ततश्च नैषेधिकीसामाचारकालेऽवश्यं स आवश्यकी सामाचारीमान् भवत्येवेति एकपदव्यभिचाराभावादुभयोरेकार्थत्वं सिद्धम् ।
ગુરુ : તારી આ વાત ખોટી છે. ઉપાશ્રયમાં પ્રવેશતી વખતની નિસીહિ વખતે તો બધા કાર્યોનો નિષેધ કરવાને અભિમુખ થયેલો સાધુ નિસીહિ કરે છે. અને એ જ વખતે ગુરુની રજા લીધા બાદ ઉપાશ્રયમાં ઉભા રહેવું, બેસવું વગેરે ઘણી બધી આવશ્યક ક્રિયાઓ કરે જ છે. એટલે ત્યારે સર્વથા બધી ક્રિયાનો નિષેધ નથી થતો. ત્યાં આ બધી આવશ્યક ક્રિયાઓ સંભવે જ છે. એટલે આ દૃષ્ટિએ બે ય પદો સમાનાર્થી જ બની જાય છે. કેમકે નિસીહિ વખતે પણ આવસહિનો પ્રયોગ શક્ય જ છે. એટલે જ્યાં જ્યાં નિસીહિ ત્યાં ત્યાં આવસહિ પણ મળવાથી બે ય સમાનાર્થી તરીકે લઈ શકાય.
यशो. - अत एव →>> एतदपि संभाव्यते - " जहा जो णिसिद्धप्पा सो णियमा आवस्सए जुत्तो" ← इति चूर्णिकार एव पक्षान्तरं व्याचचक्षे |
चन्द्र. अत एव = यतः नैषेधिकीकालेऽवश्यं आवश्यकीमान् भवत्येव, अत एव एतदपि = वक्ष्यमाणमपि संभाव्यते = चिन्त्यते जहा जो णिसिद्धप्पा इत्यादि । पक्षान्तरं द्वयोः भिन्नार्थत्वप्रतिपादको यः एकः पक्षः, तस्मादन्यो यः पक्षः, तत्पक्षान्तरं । द्वयोरेकार्थत्वप्रतिपादकः पक्ष इति भावः ।
1
वयमिदं संभावयामः यदुत चूर्णिकारेण प्रथमं आवश्यकीनैषेधिक्योः भिन्नार्थत्वप्रतिपादकः एकः पक्षः प्रतिपादितः । किन्तु चूर्णिकारस्य तत्र स्वरसो नास्ति । ततः चूर्णिकारेण द्वयोरेकार्थत्वप्रतिपादकं पक्षान्तरं निगदितं । तत्रैव च चूर्णिकारस्य स्वरसोऽस्तीति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૬૯