________________
મિચ્છાકાર સામાચારી
संभवत्येव, न तत्रास्माकं काचिदाशङ्का । किन्तु अनाभोगादपि तत् भविष्यतीत्यत आह अनाभोगस्य कादाचित्कत्वात् कदाचित् = प्रथमद्वितीयादौ एव पापकरणे संभवात् । न तु पुनः पुनः करणे इति भावः ।
(શિષ્ય : જાણી જોઈને અનાભોગથી પાપ કરે તો ? તો તો પ્રતિક્રમણ સાચું ગણાય ને ?)
ગુરુ : અનાભોગથી જાણી જોઈને પાપ ? એ થઈ શકે ખરું ? બે ય તદ્દન વિરુદ્ધ છે. અનાભોગ એટલે અજાણતા. અજાણતા જાણી જોઈને પાપ થાય જ શી રીતે ?
(શિષ્ય : અનાભોગથી જાણી જોઈને પાપ ભલે ન થાય. પરંતુ અનાભોગથી વારંવાર પાપ થયા કરે તો ત્યાં મિથ્યાકાર સાચો ગણાય કે નહિ ?)
ગુરુ : અનાભોગથી જેમ જાણી જોઈને પાપ ન થાય. તેમ અનાભોગથી વારંવાર પાપ પણ ન જ થાય, કેમકે વારંવાર પાપકરણમાં અનાભોગ પ્રયોજક=પ્રેરક બની શકતો જ નથી. વારંવાર પાપકરણ પ્રત્યે તો અભિનિવેશ=કદાગ્રહ=નિષ્ઠુરતા જ પ્રેરક બને. અનાભોગ તો ક્યારેક જ થાય. એટલે અનાભોગથી પાપ પણ ક્યારેક જ થાય. વારંવાર ન થાય.
तदिदमभिप्रेत्योक्तमावश्यकवृत्तौ
યશો. 'संयमयोगविषयायां च प्रवृत्तौ मिथ्यादुष्कृतं दोषापनयायालम्, न तूपेत्य करणगोचरायां नाप्यसकृत्करणगोचरायाम्" इति
ારા
-
॥ इति न्यायविशारदविरचिते सामाचारीप्रकरणे मिथ्याकारः समाप्तोऽर्थतः ॥
चन्द्र. - तदिदम्=अनाभोगात् उपेत्यकरणं, पुनः पुनः करणं च नैव संभवतीति अभिप्रेत्य = मत्वैव, निश्चित्यैव । संयमयोगविषयायां = संयमपालनायैव क्रियमाणायां । वितथासेवने = अतिचारादिसेवने । अलम्=समर्थं उपेत्यकरणगोचरायां = पापकरणाध्यवसायपूर्वकं क्रियमाणायां प्रवृत्तौ । नाप्यसकृत्करणगोचरायां = पुनः पुनः एकस्मिन्नेव पापे क्रियमाणायां प्रवृत्तौ । तत्र पापकरणाध्यवसायस्यैव सद्भावात् मिथ्यादुष्कृतं निष्फलमिति भावः ॥२९॥
मिथ्याकारसामाचारीटीकोपरि चन्द्रशेखरीयानाम्नी विषमपदव्याख्या रहस्यप्रकटनं च संपूर्णे ।
આ જ અભિપ્રાયથી આવશ્યકની વૃત્તિમાં કહ્યું છે કે → સાધુ સંયમયોગોને વિશે પ્રવૃત્તિ કરતો હોય અને એવી પ્રવૃત્તિમાં કોઈ આજ્ઞાવિરુદ્ધ વર્તન, આચરણ થઈ જાય. તો ત્યાં અપાતું મિથ્યાદુષ્કૃતદાન એ દોષોને દૂર ક૨વા સમર્થ બને.
પરંતુ જાણી જોઈને પાપ કરવા સંબંધી પ્રવૃત્તિ હોય તેમાં મિથ્યાકાર પ્રયોગ દોષો દૂર કરવા સમર્થ ન બને. એમ વારંવાર પાપ કરવા સંબંધી પ્રવૃત્તિ હોય તો પણ મિથ્યાકાર પ્રયોગ દોષોને દૂર કરવા સમર્થ ન બને. ←।૨૯। મિથ્યાકારનો ભાવાનુવાદ સંપૂર્ણ
FEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૨૨