________________
BEEE મિચ્છાકાર સામાચારી
'नैश्चयिको मिथ्याकारः भवत्येवेति ।
तत्र टीकाकारः समादधाति यद्यपि प्रकृतजिनाज्ञायां वाक्यार्थपूर्वकत्वस्यैव अभिधानं कृतं दृश्यते । तथापि तत् अभिधानं अक्षरार्थज्ञानपूर्वकत्वस्यापि ज्ञापकं दृष्टव्यं । तथा च " अक्षरार्थज्ञानपदार्थज्ञानवाक्यार्थज्ञानपूर्वकः प्रयोगः कर्तव्यः" इत्येव जिनाज्ञा । तादृशज्ञानपूर्वकश्च प्रयोगः मिथ्याकारोऽभिमतः इति वयं
વામઃ ।
ननु वाक्यार्थज्ञानपूर्वकत्वाभिधानं अक्षरार्थज्ञानपूर्वकत्वोपलक्षणं यदि न मन्येत, तर्हि को दोषः इत्यत आह अन्यथा=यदि हि प्रतिपादितं तत्त्वं न मन्येत, वाक्यार्थज्ञानपूर्वकत्वाभिधानं अक्षरार्थज्ञानपूर्वकत्वोपलक्षणं न मन्येत इति यावत् । तर्हि अग्रे-मिच्छा एवं वियाणिऊण इत्यादि यः पाठः, तत्पाठ - निरूपणानन्तरं | तदभिधानस्य=अक्षरार्थकथनस्य अनतिप्रयोजनप्रसङ्गात्= पुष्टप्रयोजनत्वाभावप्रसङ्गात् । यदि हि वाक्यार्थज्ञानमात्रपूर्वकः प्रयोगोऽभिमतः स्यात् । तर्हि किमर्थं अनन्तरमेव शास्त्रकाराः “मि, च्छा" इत्यादि अक्षराणामपि अर्थान् प्रतिपादयेयुः ? नहि तादृशाक्षरार्थज्ञानस्य किमपि कार्यं । यद्यपि " शिष्यज्ञानवृद्धयर्थं अक्षरार्थाः प्रतिपादिताः” इति अक्षरार्थनिरूपणस्य प्रयोजनं वक्तुं शक्यते । तथापि तत् पुष्टं प्रयोजनं न भवति । मुग्धजना एव एतत्प्रयोजनकथनेन संतुष्टाः भवन्ति । न तु विद्वांसः । तस्मादवश्यमेतद् मन्तव्यं यदुत यतः अक्षरार्थज्ञानपूर्वकः प्रयोगः जिनाज्ञा । तस्मादेव शास्त्रकारैः अक्षराणामर्था अनन्तरमेव तत्र ग्रन्थे निरूपिताः ।
(શિષ્ય : “આ મિથ્યા’ એ પ્રમાણેના જ્ઞાનપૂર્વક પ્રયોગ કરવાની આજ્ઞા છે. પણ આ આજ્ઞાનું તો બીજા પ્રયોગો કરવાથી પણ પાલન થાય છે. “આ પાપ મિથ્યા થાઓ” એવા પ્રકારના જ્ઞાનપૂર્વક કોઈ સંસ્કૃત, ગુજરાતી, હિન્દીમાં પ્રયોગ કરે તો એ પ્રયોગ જ્ઞાનપૂર્વક જ થયેલો હોવાથી ત્યાં પણ આજ્ઞાપાલન તો થાય જ છે. તો આ પ્રાકૃત પ્રયોગમાં જ આજ્ઞાપાલન થવાની વાત તો ખોટી જ છે.)
ગુરુ : શાસ્ત્રપાઠ “મિચ્છા ë' તિ વિયાળિળ... આ પ્રમાણે છે. એમાં યં=તર્ એ પદથી= “મિ ટુડં” એનો જ બોધ થાય છે. એટલે અર્થ તો એ જ થાય છે કે “મિચ્છા મિ દુક્કડં” એ વાક્યના અર્થના જ્ઞાનપૂર્વક પ્રયોગ કરવો. અને એ વાક્યાર્થજ્ઞાનપૂર્વક તો બાકીના પ્રયોગો પણ થઈ શકે છે. એટલે એ દૃષ્ટિએ તારી વાત સાચી છે.
પણ આ શાસ્ત્રપાઠમાં જે વાક્યાર્થજ્ઞાનપૂર્વક પ્રયોગ કરવાનું કથન કરેલ છે. એ કથન મિ, છ, મિ... એ અક્ષરોના અર્થના જ્ઞાનપૂર્વક પ્રયોગ કરવાનું પણ સૂચવનાર છે. એટલે શાસ્ત્રપાઠનો અર્થ એ થશે કે “મિચ્છા મિ દુક્કડં” એ વાક્યના અર્થના જ્ઞાનપૂર્વક અને એના અક્ષરોના અર્થના જ્ઞાનપૂર્વક મિથ્યાકાર પ્રયોગ કરવો.’
હવે બાકીના “મિથ્યા મે દુષ્કૃત” વગેરે પ્રયોગોમાં છા, ધ્રૂ, ૩ વગેરે અક્ષરો તો છે જ નહિ. એટલે એ પ્રયોગો અક્ષરાર્થજ્ઞાનપૂર્વક થઈ જ ન શકે. અક્ષર હોય તો અક્ષરાર્થનું જ્ઞાન થાય ને ? એટલે બાકીના પ્રયોગોમાં અક્ષરાર્થજ્ઞાનપૂર્વક પ્રયોગ કરવાની શાસ્ત્રાજ્ઞાનું પાલન થતું નથી. માટે આ પ્રાકૃતપ્રયોગમાં જ એ આજ્ઞાનું પાલન થાય.
(શિષ્ય : શાસ્ત્ર પાઠનો અર્થ એટલો તો સ્પષ્ટ જ છે કે “મિચ્છા મિ... એ વાક્યના અર્થના જ્ઞાનપૂર્વક પ્રયોગ કરવો” આ અર્થ બધાને માન્ય છે. અક્ષરાર્થજ્ઞાનપૂર્વક વાક્યપ્રયોગ કરવાની વાત તો તમે ઉપજાવી કાઢી છે. તમે કઈ યુક્તિના આધારે એમ કહી શકો ? કે “ત્યાં અક્ષરાર્થજ્ઞાનપૂર્વક પ્રયોગ કરવાની પણ આજ્ઞા સમજી
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૯૦