________________
મિચ્છાકાર સામાચારી
चन्द्र. - 'विशिष्टज्ञानपूर्वकात् प्रकृतप्रयोगात् विध्यर्थपरिपालनं भवति' इत्येकं फलं प्रतिपाद्य फलान्तरमाह पुनः तीव्रः इत्यादि । लघुगुरुतीव्रमन्द इत्यादिपदानि ससंबंधीनि सन्ति । यत् किञ्चिद् वस्तु लघु उच्यते, तत् अन्यस्य गुरुभूतस्य वस्तुन अपेक्षयैव । एवं यत् किञ्चित् वस्तु गुरु उच्यते, तत् अन्यस्य लघुभूतस्य वस्तुन अपेक्षयैव । एवमत्रापि तीव्रः संवेगः वक्तव्यः । तत्र कस्यापेक्षया तीव्रः इति प्रतिपादनीयं । ततश्च टीकाकारः तीव्रशब्दार्थमाह मिथ्याचाराध्यवसायापेक्षयाऽधिकतरः = यस्य मिथ्याचारस्य 'मिच्छा मि दुक्कडं' दीयते । तन्मिथ्याचारस्य योऽशुभोऽध्यवसायः । तदपेक्षयेत्यर्थः । संवेगपदं मोक्षाभिलाषस्य भववैराग्यस्य च वाचकमस्ति । अत्र द्वितीयमर्थं गृहीत्वा दर्शयति भववैराग्यात्मा = भववैराग्यमेव आत्मा = स्वरूपं यस्य स । स्वसंवेदनसिद्धः= मिथ्याकारकर्तुरेव यत्संवेदनं तेन सिद्धः । न हि शब्दमात्ररूप एवायं संवेगः प्रतिपाद्यते, किन्तु स्वसंवेदनसिद्धः प्रतिपाद्यते । समुज्जीवति = समुत्पद्यते ।
ननु अक्षरार्थज्ञानात्मकोपयोगमात्रात् कथं संवेगः समुत्पद्यत इत्याशङ्कायां आह योगिनां हि ज्ञानं इत्यादि। सुसाधूनां हि ज्ञानं संवेगं जनयत्येवेति भावः । ननु एतदपि भवता किं स्वमनीषयोच्यते ? यद्वा तत्र किमपि प्रमाणमस्ति ? इत्याशङ्कायामाह यदाह परिणतजिन इत्यादि । एसो से अत्थनाणंमि । एषः = तीव्रः संवेगः से= तस्य सुसाधोः अत्थनाणंमि = अक्षरार्थपदार्थवाक्यार्थज्ञाने सति ।
મિથ્યાકાર પ્રયોગ અક્ષરાર્થાદિના જ્ઞાનપૂર્વક ક૨વાનું આજ્ઞાની આરાધના રૂપી એક ફળ બતાવ્યું. હવે બીજું ફળ એ છે કે એના દ્વારા તીવ્ર સંવેગ પ્રગટ થાય છે. અહીં સંવેગ એટલે “સંસારનો વૈરાગ્ય એમ અર્થ કરવો.
(શિષ્ય : “આ નાનો છે મોટો છે.” એ વાક્યોમાં તરત શંકા થાય કે કોના કરતાં આ નાનો કે મોટો છે ?” એમ “તીવ્ર સંવેગ થાય છે’ એ વાક્યમાં પણ શંકા થાય કે કંઈ મંદ વસ્તુ કરતા અહીં તીવ્ર સંવેગ થાય छे ?)
ગુરુ : મિથ્યાચાર સેવતી વખતે જે અશુભ અધ્યવસાય હતો. એના કરતા તીવ્ર=વધારે એવો સંવેગ થાય છે.
આ હકીકત તો એ વ્યક્તિ પોતે જ પોતાના સંવેદનથી સમજી શકે. મિથ્યાચારનો અધ્યવસાય પણ એણે અનુભવેલો હોય એટલે આ પ્રયોગ વખતે જે સંવેગ થાય એ પેલા કરતા તીવ્ર સંવેગ છે. એ એને એના સ્વાનુભવથી જ સિદ્ધ થશે.
(શિષ્ય : અક્ષરાદિના જ્ઞાનથી એને સંવેગ શી રીતે પ્રગટ થાય ?)
ગુરુ : યોગીઓનું જ્ઞાન સંવેગરૂપી ફળને આપનારું હોય જ. જુઓ ને ! જેમને જિનવચનના તત્ત્વો પરિણામ પામી ચૂકેલા છે એવા હરિભદ્રસૂરિ કહે છે કે “આ તીવ્રસંવેગ તે આત્માને અર્થનું જ્ઞાન હોતે છતે थाय छे.”
यशो. अपुनःकरणसंगतः 'न पुनरकरणीयं करिष्यामि' इति निश्चयसमन्वितः एषः = उक्तप्रयोगः अतिविपुलतरनिर्जरार्थं = तथाविधप्रयोगान्तरजन्यनिर्जरापेक्षया विशिष्टनिर्जरार्थं भवति । उक्तं च - 'सुद्धेणं भावेणं अपूणकरणसंगएण तिव्वेणं । एवं तक्कम्मखओ' इति
॥२२॥
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૯૨