________________
મિચ્છાકાર સામાચારી तहि तत्र द्वौ विकल्पौ स्तः । यदि कश्चिद् दक्षः तन्तुवायः तं कुलालं पटकार्यं कर्तुं शिक्षयति, हि कुलालोऽपि पटं करोति । यदि कश्चित् तं कुलालं पटं कर्तुं न शिक्षयति । तर्हि स पटं कर्तुं समर्थो न भवति। विपरीतं अयोग्यं वा पटं करोति । एवं अत्रापि प्रकृते प्रयोगे अक्षरार्थबोधपूर्वके समर्थस्य यदि अन्ये प्रयोगाः कर्तुं समर्प्यन्ते । तर्हि तत्र द्वौ विकल्पो भवतः । यदि गीतार्थो गुरुः तं दक्षं शिष्यं प्रयोगान्तरमपि प्रकृतप्रयोगाक्षरार्थज्ञानपूर्वकं कर्तुं शिक्षयति । स च दक्षः यदि गुरोः तादृशोपदेशे परतन्त्रो भ प्रयोगान्तरमपि प्रकृतप्रयोगाक्षरार्थज्ञानपूर्वकं कर्तुं समर्थो भवति । यदि च गुरुः तं दक्षं प्रयोगान्तरमपि प्रकृतप्रयोगाक्षरार्थज्ञानपूर्वकं कर्तुं न शिक्षयति । तत्शिक्षणेऽपि वा स दक्षः तादृशं प्रयोगान्तरं कर्तुं न स्वयं शिक्षति। गुरूपदेशं न परिशीलयति । तर्हि तस्य प्रयोगान्तरे तथाविधः संवेगभावः नैव जायते । ततश्च युक्तमुक्तं → तथाविधगुरूपदेशादिकपारतन्त्र्यवशात् फलभावः, तदभावाच्च फलाभाव ← इति । यस्मादेवं तस्मात् दक्ष मुनिः प्रभूतफलप्राप्त्यर्थं 'मिच्छामि दुक्कडं' इति प्रयोगे एव गाढाग्रहं बिभर्तीति न कश्चिद् दोषः ।
I
પણ આ જ આત્મા જો આ પ્રાકૃતપ્રયોગ સિવાયના બાકીના કોઈ પ્રયોગો કરે તો એમાં એને તેવા પ્રકારનો ભાવવૃદ્ધિ પામે જ એવો નિયમ નથી. વૃદ્ધિ પામે પણ ખરો અને ન પણ પામે.
(શિષ્ય : એ આત્મા જો અક્ષરાદિના જ્ઞાનમાં વ્યુત્પન્ન જ છે. તો પછી એ કોઈપણ પ્રયોગ કરે એને ભાવવૃદ્ધિ થવી જ જોઈએ. એમાં આ વિકલ્પ શા માટે ?)
ગુરુ : એના ગુરુએ એને અક્ષરાર્થોનો સારામાં સારો બોધ આપ્યો હોય અને ગમે તે પ્રયોગ ક૨વામાં પણ એ અક્ષરાર્થોનો ઉપયોગ લાવવાની પદ્ધતિ બતાવી હોય અને એ સાધુ પણ ગુરુના ઉપદેશને બરાબર પરતંત્ર રહીને એમના કહ્યા પ્રમાણે એ ઉપયોગને સિદ્ધ કરવાનો સખત પ્રયત્ન કરે અને એ રીતે એમાં હોંશિયાર બને તો ગમે તેવા પ્રયોગમાં પણ અક્ષરાર્થોનો ઉપયોગ લાવી શકે.
પણ જે સાધુ ગુરુના ઉપદેશ પ્રમાણે એવો સખત પ્રયત્ન ન કરે, એમાં હોંશિયાર ન બને તો એને પ્રાકૃત પ્રયોગમાં અક્ષરાર્થોનો ઉપયોગ આવશે પણ બાકીના પ્રયોગોમાં એને અક્ષરાર્થોનો ઉપયોગ નહિ આવે.
(દા.ત. એક સાધુને પક્ષિસૂત્ર એટલું બધું કડકડાટ છે કે પ્રતિક્રમણમાં એક બાજુ મોટેથી રાગમાં કોઈ અજીતશાંતિ બોલતું હોય તો પણ આ મોડો પડેલો સાધુ મનમાં સડસડાટ પક્ષ્મિસૂત્ર બોલી શકે. એનો અજીતશાંતિમાં ઉપયોગ ન જાય. અજીતશાંતિનો રાગ-અવાજ એને પક્ષ્મિસૂત્ર બોલવામાં પ્રતિબંધક ન બને.)
(પરંતુ જે સાધુએ હજી બે દિવસ પહેલા જ પક્ષ્મિસૂત્ર ગોખીને ગુરુને સંભળાવ્યું હોય અથવા તો કાચું હોય તો અજીતશાંતિના ચાલુ અવાજે એ પક્ષ્મિસૂત્ર મનમાં પણ બોલી જ ન શકે. એનો ઉપયોગ અજીતશાંતિમાં જતો રહે. એ અવાજ એને પ્રતિબંધક બને.)
(પણ આ બે ય સાધુઓ “ત્રીજો કોઈ સાધુ પક્ષ્મિસૂત્ર જ બોલતો હોય” ત્યારે મનમાં એની સાથે સાથે જ આખું પક્ષ્મિસૂત્ર ઉપયોગપર્વક બોલી જ શકે.)
(પક્તિસૂત્ર=અક્ષરાર્થોનો ઉપયોગ. અજિતશાંતિ=પ્રાકૃત સિવાયના પ્રયોગો. સાધુ વડે બોલાતું પશ્નિસૂત્ર=પ્રાકૃતપ્રયોગ. કડકડાટપક્ખિસૂત્ર બોલનાર સાધુ=તેવા પ્રકારના ગુરુના ઉપદેશ વગેરેને પરંતત્ર બનેલો અને અક્ષરાર્થોના ઉપયોગોને એકદમ આત્મસાત્ કરી ચૂકેલો આત્મા. નવા પમ્ભિસૂત્રવાળો સાધુ=અક્ષરાર્થોના બોધવાળો છતાં પણ તેમાં એકદમ દૃઢ ન બનેલો આત્મા. આ રીતે ઉપનય સમજવો.)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૯૫