________________
મિચ્છાકાર સામાચારી
प्रयोगेऽपि प्रत्येकसमुदायार्थोभयभेदो = मिच्छा इत्यादि प्रत्येकाक्षराणां संपूर्णवाक्यात्मकसमुदायस्य च यौ અર્થી, તો: સમય । તત્ત્વેડો નાસંમવીતિ=સંમવી વેતિ ભાવઃ ।
અરે આ સંકેતાધીન અર્થ માત્ર ઈષ્ટ છે, ઇચ્છાયેલો છે એટલું જ નહિ. લોકમાં પણ કોઈપણ જાતની બાધા વિના અનુભવાયેલો પણ છે. જેમકે “મન્ત્ર શબ્દમાં મન્=જ્ઞાન અને ત્ર=૨ક્ષણ. જે જ્ઞાન આપે અને રક્ષણ કરે એ મન્ત્ર.” આ પ્રમાણે અક્ષરોનો અર્થ કરેલો છે.
આશય એ છે કે “મન્ત્ર” એ પદ ‘ૐ નમઃ શિવાય' વગેરે મન્ત્રોનું વાચક છે અને તેના મન્ અને ત્ર એ બે અક્ષરો જ્ઞાન અને રક્ષણના વાચક છે. તેમ મિચ્છા મિ... એ આખું વાક્ય=પદસમુદાય એ “મારા પાપો મિથ્યા થાઓ” એ અર્થનો વાચક છે. અને એના મિ વગેરે પ્રત્યેક અક્ષરો પૂર્વે બતાવેલા જુદા જુદા અર્થોના વાચક બની શકે છે. આમ પ્રત્યેક અક્ષરોનો અર્થ અને સમુદાયનો અર્થ એ બે વચ્ચે ભેદ હોવો અસંભવિત તો નથી જ.
यशो. - ननु पङ्कजादिपदवन्मन्त्रादिपदानामस्तु योगरूढिभ्यामुभयार्थबोधकत्वं, प्रकृते तु नैवमिति चेत् ?
चन्द्र. - योगरूढिभ्यां = योगो नाम व्याकरणानुसारिणी व्युत्पत्तिः । रूढिश्च प्रायः शास्त्रानुसारिणी लोकानुसारिणी च भवति । ततश्च "पङ्कात् जायते इति पङ्कजं" इति व्युत्पत्त्या पङ्कजपदं पङ्के जायमानानां सर्वेषामेव पदार्थानां वाचकं भवति । पङ्कजं कमलमेवेति लोकरूढ्या तु तदेव पङ्कजपदं कमलस्यैव वाचकम्। एवञ्च पङ्कजपदं उभयार्थबोधकं यथा भवति, तथैव मन्त्रपदं 'मननात् त्राणाच्च मन्त्रः' इति व्युत्पत्त्या ज्ञानरक्षणात्मकार्थवाचकं । रूढ्या तु ‘ॐ नमः शिवाय' इत्यादि मन्त्राणां वाचकम् । भवता तु मन्त्रपदवत् संपूर्णः मिथ्याकारप्रयोगः ‘मम दुष्कृतं वितथं भूयाद्' इत्यस्य वाचको भण्यते । तदक्षराश्च मृदुमार्दवादिवाचकाः भण्यन्ते । किन्तु नैतद्-युक्तम् । यतः मन्त्रपदे तु व्याकरणानुसारिव्युत्पत्तिरूपो योगः घटते । “मिच्छा मि”... इत्यत्र तु “મિ, છા’ इत्याद्यक्षराणां तादृशो योगो नैव घटते । ततश्च तत्र मन्त्रदृष्टान्ताद् अक्षराणामपि मृदुमार्दवादिपदार्थवाचकत्वभणनमनुचितमेवेति भावः ।
,,
શિષ્ય : પાત્ નાયતે કૃતિ પટ્ટુન આમ યોગ = વ્યુત્પત્તિ દ્વા૨ા પંકજ પદ એ કાદવમાંથી ઉત્પન્ન થના૨ા તમામ અર્થોનું વાચક બને છે. જ્યારે લોકમાં તો પંકજપદ કમળના જ વાચક તરીકે રૂઢ છે. એટલે રૂઢિ દ્વારા પંકજપદ કમળનું વાચક બને છે. આમ પંકજપદ એ યોગ અને રૂઢિ દ્વારા બે અર્થોનું બોધક બને છે.
એમ મનનાત્ ત્રાળાŽ મન્ત્રઃ એ વ્યુત્પત્તિ દ્વારા મન્ત્રપદ જ્ઞાન અને રક્ષણ એ પદાર્થનો બોધક બને. અને લોકમાં મન્ત્રપદ ‘ૐ નમઃ શિવાય' વગેરે વાક્યોને વિશે રૂઢ છે. એટલે મન્ત્ર પદ રૂઢિ દ્વારા આ બધા વાક્યોનો બોધક બને. આમ મન્ત્રપદ એ યોગ અને રૂઢિ દ્વારા બે અર્થોનો બોધક બની શકે.
પણ મિચ્છા મિ હુલ્લડ માં મિ, છા.... એ બધાની કંઈ વ્યાકરણ પ્રમાણે વ્યુત્પત્તિ તો થતી જ નથી. પંકજ, મન્ત્રમાં સ્પષ્ટપણે વ્યાકરણ પ્રમાણે વ્યુત્પત્તિ નીકળે જ છે. એટલે આ પ્રયોગ વાક્યાર્થનો વાચક ભલે બને. પણ એના અક્ષરો પણ તે તે અર્થના બોધક બને એ તો ઘટતું જ નથી.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૦૨