________________
મિચ્છાકાર સામાચારી
सेवानी छे.")
ગુરુ : જો અક્ષરાર્થના જ્ઞાનપૂર્વક પ્રયોગ ન કરવાનો હોત તો પછી શાસ્ત્રકાર હરિભદ્રસૂરિજીએ ઉપ૨ના શાસ્ત્રપાઠ બાદ આગળ મિ, છા વગેરે દરેક અક્ષરોના સ્વતંત્ર અર્થનું જે નિરૂપણ કરેલ છે. એ નિરૂપણ નકામું જ બને. એનું કોઈ વિશેષ પ્રયોજન નહિ રહે.
પણ હકીકત એ છે કે “અક્ષરાર્થજ્ઞાનપૂર્વક પણ એ પ્રયોગ કરવાનો છે” એટલે જ બધાને અક્ષરોના અર્થોનું જ્ઞાન કરાવવા માટે અક્ષરોના અર્થોનું નિરૂપણ કરવું આવશ્યક બને. અને એટલે શાસ્ત્રકારોએ એ અક્ષરાર્થોનું નિરૂપણ કરેલ છે. આમ એ નિરૂપણ સંગત થાય.
यशो. 'उपयुक्ततयोक्तप्रयोग इष्टसाधनम्' इति हि विध्यर्थ सर्वस्वम् । उपयोगश्चोत्तरीत्यैव संपूर्यत इति किमतिचर्चितेन ?
-
चन्द्र.
61
अतिगहनोऽयं पदार्थ इति तात्पर्यमाह उपयुक्ततया = अक्षरार्थपदार्थवाक्यार्थज्ञानात्मकोपयोगेन उक्तप्रयोग := मिच्छा मि दुक्कडं इति प्रयोगः इष्टसाधनम् = मिथ्याचारसमर्जितपापकर्मक्षयात्मकस्येष्टस्य साधनम् । इति हि=इत्येव, न त्वन्यत् विध्यर्थसर्वस्वम् = "मिच्छा एयं ति वियाणिऊण" इत्यादि जिनाज्ञायाः तात्पर्यम् । उपयोगश्च = तादृशाक्षरार्थादिज्ञानात्मकोपयोगश्च उक्तरीत्यैव = 'मिच्छा मि दुक्कडं' इति प्राकृतभाषानिबद्धेन प्रयोगेणैव संपूर्यते = प्राप्यते । कं इत्यक्षरः मस्तकवाचकः, भूः इत्यक्षरः पृथ्वीवाचकः धीः इत्यक्षरश्च बुद्धिवाचकः । ततश्च कं भू धीः इत्यक्षरोच्चारे एव मस्तकपृथ्वीबुद्धिरूपाणां पदार्थाणां ज्ञानं भवति । न हि गौः भोः इत्यादि अक्षरोच्चारे मस्तकादिबोधो भवति । ततश्च मस्तकादिबोधार्थं कं इत्याद्यक्षराणामेव प्रयोगः आवश्यकः । एवमत्रापि 'मिच्छामि दुक्क डं' इत्यक्षरोच्चारे एव तत्तदक्षराणां अर्थस्य ज्ञानं समुत्पद्यते । 'मि दुष्कृतं' इत्यादि अक्षरोच्चारे तु 'मिच्छामि' इत्यादि अक्षराणां ज्ञानं न समुत्पद्यते । ततश्चान्ये प्रयोगाः अक्षरार्थज्ञानपूर्वकाः न भवन्ति । ततश्च विध्यर्थपरिपालनं न भवति । तस्मात् 'मिच्छामि दुक्कडं' इत्येव प्रयोगः अक्षरार्थादिज्ञानपूर्वकः संभवति, तत्रैव च विध्यर्थपरिपालनं भवतीति न निश्चयनयस्य प्रयोगान्तराण्यभिमतानीति अवश्यं स्वीकरणीयमिति भावः ।
थ्या
अत्र विषये प्रभूतमुक्तं अत आह किमतिचर्चितेन । अलमतिविस्तरेणेति भावः ।
સાર એટલો જ કે “ઉપયોગપૂર્વક મિથ્યાકા૨પ્રયોગ એ વિશિષ્ટનિર્જરારૂપી ઈષ્ટનું સાધન બને.” એ જ ઉપરની શાસ્ત્રાજ્ઞાનું રહસ્ય=સર્વસ્વ છે. અર્થાત્ ઉપયોગ ઉપર જ એ શાસ્ત્રાજ્ઞાનો ભાર છે. અને એ ઉપયોગ તો માત્ર વાક્યાર્થજ્ઞાનથી નહિ, પરંતુ ઉપર બતાવ્યા પ્રમાણે અક્ષરાર્થના જ્ઞાન વગેરે દ્વારા જ સંપૂર્ણ બને છે. વાક્યાર્થજ્ઞાનમાત્રથી ઉપયોગ તો અધુરો રહે છે. એટલે અક્ષરાર્થનું જ્ઞાન આવશ્યક છે. અને એટલે જ આ પ્રાકૃત પ્રયોગ જ કરવો પડે.” હવે આ વિષયમાં વધારે ચર્ચા કરવાથી સર્યું.
यशो.
पुनस्तीव्रः=मिथ्याचाराध्यवसायापेक्षयाऽधिकतरः संवेगः - भववैराग्यात्मा स्वसंवेदनसिद्धः समुज्जीवति, योगिनां हि ज्ञानं संवेगफलमेवेति । यदाहरणजिनप्रवचनतत्त्वः श्रीहरिभद्रसूरिः " एसो से अत्थनाणंमि" इति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૯૧