________________
ઈચ્છાકાર સામાચારી ચારિત્રાંશને ક્રોધમોહ અટકાવે. બ્રહ્મચર્ય નામના ચારિત્રાંશને વેદોદય અટકાવે. એમ ઈચ્છાકારાદિ સામાચારીઓનો આત્મિક અધ્યવસાય રૂપ જે ચારિત્રાંશ છે. એને અટકાવનારા પણ અનેક પ્રકારના વિચિત્ર કર્મો હોય છે. એ અનેક પ્રકારના સામાચારી-અધ્યવસાયને અટકાવનારા કર્મોનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય ત્યારે આત્મામાં જે અધ્યવસાય ઉત્પન્ન થાય એ જ સામાચારી છે. એ કારણ છે. એના દ્વારા સાધુ “ઈચ્છા, મિચ્છા, તથા” વગેરે શબ્દોનો યોગ્યકાળે ઉચ્ચાર કરવાનું શરૂ કરે છે. આ ઇચ્છાદિશબ્દોનો ઉચ્ચાર એ કાર્ય છે. આ કાર્ય દ્વારા અનુમાન કરી શકાય કે “આ સાધુ સામાચારી અધ્યવસાયવાળો છે.”
અયં સાધુ: સામાચારીપરિણામવાન્ ફ∞ાશિદ્રોારાત્ આ રીતનું અનુમાન થાય.
યશો. एवं चेच्छाकारादिकं विनाऽपि न तदनुपपत्तिः, लिङ्गं विनापि लिङ्गिनो दर्शनात्, जातवेदस इव धूमं विनाप्ययोगोलके, प्रशमादिव्यङ्गयसम्यक्त्वस्येव वा प्रशमादिकं विनाऽपि श्रेणिकादौ ।
-
વન્દ્ર.
एवं च=न इच्छामिच्छादिशब्दप्रयोगः सामाचारी, किन्तु आत्मनः परिणामविशेषः एव सामाचारी" इत्यभ्युपगमे सति इच्छाकारादिकं विनापि = इच्छाकारादिशब्दप्रयोगं विनापि न तदनुपपत्तिः=न तस्मिन् आत्मनि इच्छाकारसामाचार्यनुपपत्तिः ।
-
ये हि साधवः सामाचारीपरिणामावारककर्मक्षयोपशमवन्तः, अत एव सामाचारीपरिणामवन्तः भवन्ति । तेऽपि न सदैव इच्छाकारादिशब्दप्रयोगं कुर्वन्ति, किन्तु अवसर एव । एवं च यदा ते तादृक्शब्दप्रयोगं न कुर्वन्ति, तदा ते सामाचार्य भाववन्त एव गणनीया भवेयुः । न चैतद् युक्तं, सामाचारीपरिणामजन्यस्य कर्मक्षयादिरूपस्य फलस्योत्पादनसंभवात् । " आत्मपरिणामविशेष एव सामाचारी" इति स्वीकारे च इच्छाकारादिशब्दप्रयोगं विनापि तादृशपरिणामविशेषस्य सद्भावात् ते साधवः सामाचारीमन्त एव परिगणनीया भवन्तीति न कोऽपि दोषः ।
जातवेदस इव धूमं विनाप्ययोगोलके इति । अयं च लौकिकः दृष्टान्तः । प्रशमादिव्यङ्ग्येत्यादि। अयं च लोकोत्तरः दृष्टान्तः ।
આ રીતે માનવાથી ફાયદો એ થયો કે હવે કોઈક સાધુ ઈચ્છાદિશબ્દોનો ઉચ્ચાર ન કરતો હોય તો પણ એને સામાચારી માનવામાં કોઈ વાંધો નહિ આવે, કેમકે લિંગ=હેતુ=કાર્ય વિના પણ લિંગી=સાધ્ય=કારણ તો હોઈ જ શકે છે. જેમ ધૂમ=કાર્ય વિના વહ્નિ=કારણ તપાવેલા લોખંડના ગોળામાં દેખાય છે. એટલે રાત્રે ઉંઘેલો સાધુ, ધ્યાન-સ્વાધ્યાયમાં લીન બનેલો સાધુ, વિહારાદિમાં લીન બનેલો સાધુ ઈચ્છાદિ શબ્દોનો ઉચ્ચાર ન કરો હોય તો પણ તે વખતે એ ‘સામાચારી પરિણામ વિનાનો છે' એમ ન કહી શકાય.
જેમ પ્રશમ, સંવેગ, નિર્વેદ એ સમ્યક્ત્વના કાર્ય છે એટલે પ્રશમાદિની હાજરીથી સમ્યક્ત્વ વ્યય=પ્રગટ થાય છે. અર્થાત્ સમ્યક્ત્વની હાજરીનો નિશ્ચય કરી શકાય છે. પરંતુ શ્રેણિકાદિમાં પ્રશમાદિ ન હોવા છતાં પણ સમ્યક્ત્વ તો છે જ. એટલે પ્રશમાદિથી નિશ્ચિત થનાર સમ્યક્ત્વ પ્રશમાદિના અભાવમાત્રથી ‘નથી’ એમ ન
કહી શકાય. એમ યોગ્યકાળે ઈચ્છાદિશબ્દોચ્ચારથી નિશ્ચિત થનાર સામાચારી પરિણામ પણ એ શબ્દોચ્ચારની ગેરહાજરી માત્રથી ‘નથી’ એમ ન કહેવાય.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત.૦ ૧૯