________________
ઈચ્છાકાર સામાચારી
ધૂમા” આ અનુમાન સાચું છે. પણ કોઈ ઉડતી ધૂળને ધૂમ સમજી લઈ વિનની અનિયમિત કરે તો એ અનુમતિ ખોટી થવાની. પણ એ તો એ વ્યક્તિનો જ દોષ ગણાય. ધૂમ-વિનની વ્યાપ્તિ ખોટી ન ગણાય. એમ અહીં પણ માયાદિ-રહિત એવો ઈચ્છાદિ શબ્દપ્રયોગ એ હેતુ અને સામાચારીપરિણામ રૂપી સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સાચી જ છે. પણ કોઈ વ્યક્તિ હેતુનું ભ્રમજ્ઞાન કરીને ખોટી અનુમિતિ કરે તો એમાં એ વ્યક્તિનો દોષ છે. વ્યાપ્તિ ખોટી ન ગણાય.)
यशो. - इत्थमेव च सदालयविहारादिलिङ्गेन सुविहितत्वानुमितिर्निर्युक्तिकृदभिहिता सङ्गच्छत इति दिग् ।
इत्थमेव च= यथा अत्र हेतुभ्रमप्रमाभ्यां साध्यानुमितेः भ्रमप्रमात्वोपपत्तिः भवति, तथैव | सदालयविहारादिलिङ्गेन=असंसक्तवसतिमासकल्पविहारादिलिङ्गेन सुविहितत्वानुमितिः = 'अयं साधुः सुविहितः' इत्यनुमितिः निर्युक्तिकृदभिहिता = आवश्यकनिर्युक्त्यन्तर्गत-वंदनकनिर्युक्तौ नियुक्तिकारेण श्रीमद्भद्रबाहुस्वामिना कथिता सङ्गच्छते=घटते । "अयं साधुः सुविहितः सदालयविहारादिमत्त्वात्" इत्यनुमानं तत्र नियुक्तिकारेण निर्युक्तिगाथया सूचितं । तत्रापि इयमेवाशङ्का भवति यदुत अभव्यादयोऽपि जीवाः सदालयविहारादिमन्तो भवन्ति, किन्तु न तेषु सुविहितत्वं अभ्युपगम्यते । ततश्च व्यभिचारी अयं हेतुः । यदि हि भावपूर्वकं सदालयादिमत्त्वं हेतुरभ्युपगम्येत, तर्हि अत्र भावः सुविहितत्वमेवेति स एवान्योन्याश्रयः, य: अधुनैव निगदितः । ततश्च तत्रापि इदमेव समाधानं यदुत मायाद्यभावविशिष्ट एव सदालयविहारादि: हेतु:, तद्भ्रमप्रमाभ्यां च सुविहितत्वानुमितेः भ्रमप्रमात्वोपपत्तिरिति ।
આમ અહીં જેમ માયાદિ-અપૂર્વક એ હેતુવિશેષણ બનવાથી બધું ઘટી જાય છે. એ જ પ્રમાણે આવશ્યક નિર્યુક્તિમાં સદાલયવિહારાદિ રૂપ હેતુ (નિર્દોષ વસતિ, માસકલ્પાદિ) દ્વારા સુવિહિતત્વની અનુમતિ જે બતાવી છે એ પણ એકદમ સંગત થાય છે.
વવું.
-
આવશ્યક નિર્યુક્તિકારે કહ્યું છે કે અયં સાધુઃ સુવિહિતઃ સવાલયવિહારાત્મિત્ત્વાત્ આમ અસંસક્ત ઉપાશ્રય, નવકલ્પી વિહાર વગેરે રૂપ હેતુ દ્વારા સાધુમાં સુવિહિતત્વનું અનુમાન કરવું.
ત્યાં પણ આ જ પ્રશ્ન ઉભો થાય કે અભવ્ય વગેરેમાં પણ સદાલય-વિહારાદિ રૂપ હેતુ છે. પણ સુવિહિતત્વ નથી. એટલે આ હેતુ વ્યભિચારી બને. ત્યાં પણ ઉપર મુજબ બધી ચર્ચા કર્યા બાદ આ પ્રમાણે નિષ્કર્ષ સમજવો કે માયાદિ-અપૂર્વક એવા સદાલયવિહારાદિ એ જ હેતુ છે. એ હેતુ સુવિહિતત્વને વ્યાપ્ય જ છે. પણ કોઈને હેતુનો ભ્રમ થાય તો એની સુવિહિતત્ત્વની અનુમિતિ પણ ખોટી જ થવાની. પણ એમાં એ વ્યક્તિનો જ દોષ ગણાય. વ્યાપ્તિ ખોટી ન ગણાય.
આ વિષયમાં ઘણી લાંબી ચર્ચા થઈ શકે છે. અમે તો માત્ર દિશાસૂચન કરેલ છે.
આમ “નિશ્ચયનયના મતે ઈચ્છાદિપ્રયોગથી અનુમેય એવો સામાચારી પરિણામ એ જ સામાચારી છે.” એ બતાવી હવે વ્યવહારનયનું નિરૂપણ કરે છે.
યશો.
व्यवहारतः=इच्छाकारादिशब्दप्रयोगो मुणितव्यः = ज्ञातव्यः । न च
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૨૪
-