________________
શાલિભદ્ર :
[ ૭ ]
પ્રસરેલી હાવાથી એક રત્નક’બળના વેપારી સવાલક્ષ સુવણૅ મહારાની એક એવી સેાળ રત્નક ખળા લઇ શ્રેણિકરાજાના દરબારમાં વેચવા સારુ આન્યા. રત્નક બળની આ કિ ંમત સાંભળી પહેલી તકે આશ્ચર્ય લાગે, છતાં એમાં કરવામાં આવતી કારીગરી અને તેના ગુણ તરફ ષ્ટિ કરતાં તેમ જ એના નામના ખ્યાલ કરતાં સમજાય તેવું છે કે એની ગૂંથણીમાં રત્ના પણ ટીંગાતાં હશે. આ જોતાં દામ વધુ ન ગણાય. વળી એ સુવર્ણ સમયની ઋદ્ધિ-સિદ્ધિ અમાપ ને અગણનીય હતી.
*
અંત:પુરમાં એ કબળ પહોંચતાં જ સૌ કોઇ રાણીને અકેક લેવાનું મન થયુ' ને ઘડીભર સેાદાગરને લાગ્યુ* કે ફેરી સફળ થયા; પણુ દામ શ્રવણુ કરતાં જ રાજવીનાં ગાત્ર ઢીલાં પડ્યાં.
વીશ લાખ સેાનૈયા આમ વિલાસ નિમિત્તે વપરાય એ વ્યાજબી ન લાગ્યું. વળી મનમાં વેપારીને કસવાનાં કાડ પણ ખરાં. આટલી ઊંચી કિંમતે કાણુ ખરીદવાનુ છે ? એવા ગર્વ પણ ખરા. અથડાશે એટલે એછી કિમતે આપી જશે એ આશાથી ખરીદી કર્યા વગર એને પાળેા વાગ્યે.
ગઢના દરવાજો વટાવી વેપારી બહાર તા આવ્યે, પણ એના મેાતીઆ મરી ગયા. જ્યાં કારીગરીની કદર ન મળે ત્યાં પછી હુન્નર જાણવાનુ પ્રચાજન શું? જ્યાં મગધના સમ્રાટ સેાળમાંથી એકાદ પણ ન ખરીદી શકે ત્યાં એના અડતાળીશ ગાઉના રાજનગરમાં કયાં ભટકવું ને કાને કહેવું ? મધ્યાહ્ન તા થવા આવ્યે ને માલના વકરે ન મળે, તેા પછી આ ગિરિત્રજમાં પડી રહેવાનુ પ્રયાજન પણ શુ ? આમ વિચારમાળાના મણકા મૂકતા તે સામે આવતા પથિકને અથડાઇ પડ્યો. જાણે ઊંઘમાંથી ન જાગ્યેા હાય તેમ શરમભર્યા ચહેરે પેાતાના માલ ગ્રહણ કરે તેવા કોઇ શાહ સાદાગર અહીં છે ? ” એવા તેને પ્રશ્ન કર્યો.