________________
શાલિભદ્ર શેઠ
-
સુપાત્રદાનને મહિમા અચિંત્ય છે અને એમાં ભાવનાની ઝમક પૂર્ણરૂપે ઝળકતી હોય ત્યારે તો એના ફળ માટે કહેવાનું કે વિચારવાનું પણ શું હોય?
મગધ દેશના નાક સમું એ રાજગૃહ અને એ જ શ્રેણિક રાજવી. કૃતપુન્ય શેઠના સમયની જ આ વાત. ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીને આ લાડકવાયા પુત્ર. એ ગર્ભમાં આવ્યું ત્યારે માતાએ ભરેલું શાળીક્ષેત્ર યાને ચોખાનું પૂર્ણ પણે ઊગેલું ખેતર સ્વપ્નમાં જોયેલું. એ પરથી ગુણનિષ્પન્ન શાલિભદ્ર નામની સ્થાપના કરવામાં આવી. પૌઢતાથી પરવારી વૃદ્ધાવસ્થાના પ્રાંગણમાં પ્રવેશતા શેઠશેઠાણુને આ પુત્રમુખ જેવાનો વેગ સાંપડેલો એટલે લાડકેડનું પણ શું કહેવું? વળી બાળક શાલિભદ્રની કાન્તિ પણ સુંદર, નાજુક બદન અને મને હર દેહલતા સૌ કોઈને પ્રિય થઈ પડે– બે ઘડી રમાડવાનું મન થઈ જાય તેવી હતી.
એક વાર જંગમ તીર્થ સમા પ્રભુશ્રી વરની દેશના સાંભળતાં જ ગોભદ્ર શેડની નજર ફરી. આજે તે સમૃદ્ધિના શિખરે હતા અને સંસારના કેઈપણ સુખની એમને ત્યાં ન્યૂનતા નહાતી. પુત્રી સુભદ્રા અને પુત્ર શાલિભદ્ર હવે તો મોટાં થયાં હતાં. પુત્રીનો વિવાહ ધન્ના શેઠ સાથે કરવામાં આવેલો, જ્યારે આ પુત્રને સારુ જુદા જુદા કુલીન કુટુંબમાંથી બત્રીશ યુવતીઓની પસંદગી કરી લગ્ન કરેલ. વિચાર એક જ થયો કે આ દશામાં શા સારુ મારે આત્મસાધન ન કરવું ? ઉમ્મર લાયક પુત્રના ખભે ગૃહભાર સેંપી હવે તે પ્રવ્રજ્યા સ્વીકારવી જ જોઈએ. આટલી અનુકૂળતા છતાં જે ન નીકળી શકે તે મૂર્ખ ગણાય! એને પ્રભુ