________________
[૪]
પ્રભાવિક પુરુષો : પુન્યને પૂર્વભવ વિચારતાં એટલી સમાનતા દષ્ટિગોચર થાય છે કે જેથી કેટલાક એવું માનવા લલચાય છે કે આ બધા કપિત પ્રસંગો છે; પણ વસ્તુત: તેવું કંઈ જ નથી. જ્યાં સંખ્યાબંધ પાત્રે સુપાત્રદાન દેતાં હોય ત્યાં બે-ત્રણમાં સામ્યતા પ્રાપ્ત થઈ જાય તેથી કથાનક કલ્પિત ન જ કહેવાય. હા, એટલું તો સ્પષ્ટ છે કે એ ત્રણે શ્રેષ્ઠીઓ જે સમૃદ્ધિ પામ્યા એ પૂર્વભવના ભાવપૂર્વક દીધેલ સુપાત્રદાનના ફળરૂપે જ હતી.
અહીં જે હદયમાં કેરી રાખવા જેવી વસ્તુ છે તે એ છે કે મુનિને ક્ષીર વહોરાવનાર એક સામાન્ય કક્ષાના અભણ, રંક અને સુધાથી જેના પેટમાં ખાડા પડ્યા છે એ બાળક છે. આહાર તરિકેનો પદાર્થ ક્ષીર એ જરૂર ઉત્તમ પદાર્થ છે, છતાં અહીં તે પોતાના ખર્ચે નથી નિષ્પન્ન કરાયેલે, પણ પડોશીઓ પાસેથી. માંગી લાવેલી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. તેયાર કરનારની જાતિ તરફ નજર કરતાં સહજ સમજાય તેમ છે કે રસવતી નિપજાવવાની કળામાં એ કાર્યદક્ષતા ન જ ધરાવતી હોવી જોઈએ. આમ છતાં વહોરાવવાથી જે લાભ થાય છે એ ઘણું જ ઉત્તમ પ્રકાર ને અચિંત્ય છે.
આનું કારણ શું ? સુપાત્રદાન. એટલે ફલદાયીપણામાં કચાશ વગરનું, છતાં આહાર આપનાર પાત્રના ભાવને ઓળખવાની જરૂર છે. એ ભાવની ઉત્કૃષ્ટતાથી જ તેઓ દેવોને પણ દુર્લભ એવી ઋદ્ધિસિદ્ધિ મનુષ્યપણામાં પામ્યા. જેનધર્મમાં ભાવ યાને પરિણામની ઘારા કિવા આત્માના અધ્યવસાય પર જે વધુ વજન મૂકવામાં આવ્યું છે તેનું રહસ્ય આ ઉદાહરણે જોતાં બરાબર ગળે ઊતરે તેવું છે.
પૂર્વભવની આ સરખાઈ જાણ્યા પછી એમના ચાલુ જીવન તરફ દષ્ટિપાત કરીએ. દરેકમાં વિવિધતા જણાય છે. સૌથી પ્રથમ શાલિભદ્રનું જીવન અવલોકીએ.