________________
[ 2 ]
પ્રભાવિક પુરુષ : એટલું જ નહિ પણ એમાંનાં ઘણાખરાં માટે ઐતિહાસિક ને પણ મળી શકે છે. વળી તેઓનાં જીવન પ્રાકૃત પ્રજાની માફક આરંભાય છે અને સંયોગોના પરિવર્તન સાથે એવો ઝેક લે છે કે સરવાળે એ બધાં મહત્માઓની કક્ષામાં જઈ બેસે છે.
મહાત્મા પણ નામમાત્ર ગણવા પૂરતાં જ નહિ પણ માનવભવની પ્રાપ્તિ કરી, જેમણે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થ સાધી લઈ જીવન એવા પ્રકારનું સરલ બનાવી દીધું છે કે જેથી ચોથો મોક્ષ પુરુષાર્થ એ માનવપંગની હાથવેંતમાં જ છેઅરે ! લગભગ સાધ્યા જેવો જ છે. આપણી મનોકામના એ જાતના મોક્ષની છે; છતાં આપણે જે ભૂમિકામાં ખૂંચ્યા છીએ તેમાંથી બહાર નીકળવું સહેલું નથી. વ્યવહાર-નીતિના અને અદશ્ય કર્મોનાં બંધને આપણું આસપાસ એવી રીતે વીંટળાયેલાં છે કે એને છેડે હાથમાં લેવામાં ખડી થતી મુશ્કેલીઓનો સામનો કરવા સારુ જે સામર્થ્ય—બળ—પરાક્રમ જોઈએ તેનું પ્રમાણ આપણામાં નહિં જેવું જ છે. એને સંચય કરવા સારુ જેઓએ આપણા જેવા પગથિયા પરથી જ આગળ વધી, સામે આવતી અગવડને અંત આણ્યો હોય તેવાના દાખલા જ લેવા જોઈએ અને તેમની માફક રસ્તો કાઢવા ઉદ્યમવંત બનવું જોઈએ.
આ હેતુ પ્રતિ દષ્ટિ રાખતાં આ ગ્રંથમાં આપવામાં આવતાં કથાનકોની પસંદગી વ્યાજબી લેખાશે. એમાં જેમ રાજા-મહારાજાએ છે તેમ વણજ-વ્યાપારમાં ચોવીશે કલાક રક્ત રહેનાર વણિકે પણ છે. રાજપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો પણ ખરા જ. ધનવાનોની સારી સંખ્યા સામે મામૂલી પૂંજી ધરાવનાર એક વણિક તરફ નજર ફેકતાં, જેનું સારું ય જીવન ચેરી અને મારફાડમાં વ્યતીત થયું છે એવા ચોરને પવિત્ર જીવનમાં પગ માંડતા જોતાં અથવા એ બધાને ટપી જાય તેવા અનાર્ય અને ચાંડાળ કુળમાં જગ્યા છતાં સ્વ-જીવનને ઊર્ધ્વગામી બનાવનાર આત્માઓ સંબંધી