________________
ભૂમિકા :
[ ૩ ]
વાંચતાં, આપણા અંતરમાં અવશ્ય કંઇ ને કંઇ લાગણીના પ્રવાહ ફૂટવાના-અકથ્ય ને અનેરું મથન થવાનું. આપણું જીવન પણ કઇ છે એવા સચાટ ભાવ પેદા થવાના. આપણે પણ ધારીએ તા ઇચ્છિત ફેરફારાદ્વારા, એ પ્રભાવિક ના જેવા, પૂર્ણ પણે નહિ તા અધૂરા, છતાં એ જ કક્ષાના જીવનેાનું નિર્માણ કરી શકીએ એવી તાલાવેલી જરૂર લાગવાની.
આટલી જાગૃતિ અર્થે જ આ પ્રયત્ન ઉચિત ધાર્યા છે. વીશ ચરિત્રાને ચાર ચારના વર્ગમાં વહેંચી દઈ પાંચ વિભાગ પાડ્યા છે. પ્રથમ વિભાગમાં વ્યવહારી-શેઠીઆ તરીકે જેમના ગારવ આજે પણ ગવાય છે એવા ધન્ય, શાલિભદ્ર, કૃતપુન્ય અને મેતા નું ચતુષ્ક લીધું છે.
સુપાત્રદાનનું માહાત્મ્ય
મગધ દેશની નગરી રાજગૃહીથી ભાગ્યે જ કેાઇ અજ્ઞાત હેાય. જૈનધર્મના કેટલેા ય ગૈારવવંતા ઇતિહાસ એ મહાનગર સાથે સંકળાયેલેા છે. આજે જો કે એ અડતાલીશ ગાઉના વિસ્તારવાળી નગરી ઘેાડાક ઝૂંપડા ને નાનકડા બજારમાં જ સમાયેલી છે; છતાં એનું ભૂતકાલીન ગારવ સ્મૃતિપટમાં તાજી કરાવનાર વિપુળાચળ, વૈભારગિરિ આદિ પાંચ પહાડા, ટાઢા-ઊના પાણીના કુંડા અને શાલિભદ્ર શેઠની ‘નિર્માલ્ય કૂઇ ’ તરીકે એળખાતી જગ્યા હજુપણ વિદ્યમાન છે. પથિકની એ પ્રતિ નજર પડતાં જ એની ચક્ષુ સામે ગતકાળના બનાવા નૃત્ય કરવા માંડે છે.
આપણે જે સમયની વાત કરીએ છીએ તે વેળા રાજગૃહીની ગાદી પર પ્રભુ શ્રી મહાવીર દેવના પરમભક્ત ને પ્રભાવશાલી રાજવી શ્રેણિક યાને અિમિસાર બિરાજતા હતા.
ચારે કથાનાયકા આ સમૃદ્ધિશાળી નગરીમાં ને લગભગ સમાન સમયમાં ઉત્પન્ન થયા છે. એમાં પણ શાલિભદ્ર, ધન્ય અને કૃત