________________
+
R
નિર્યુક્તિ
2
*
F
=
=
શ્રી ઓઘ-ય
અહીં હવે વધુ ચર્ચા વડે સર્યું.
(પહેલા ગાથા સૂત્રનું વ્યાખ્યાન પૂર્ણ થયું.) ૨૭
वृत्ति : अधुना कृतमङ्गलः सन् संबन्धाभिधेयप्रयोजनत्रयप्रदर्शनार्थं द्वितीयं गाथासूत्रमाह-'ओहेण उ' इति ओघः संक्षेपः समासः सामान्यमित्येकोऽर्थः, तेन ओघेन नियुक्तिं वक्ष्ये इति योगः। तदनेन गाथाखण्डकेन संबन्धः प्रतिपादितः क्रियाऽऽनन्तर्यलक्षणः, तथा च व्यासक्रियायाः समासक्रिया अनन्तरभूता वर्तते, अतः क्रियाऽऽनन्तर्यलक्षण: सम्बन्धः ।
ચન્દ્ર. : હવે મંગલ કરી ચૂકેલા ગ્રન્થકારશ્રી સંબંધ-અભિધેય-પ્રયોજન આ ત્રણનું પ્રદર્શન કરવા માટે આ બીજું કે ગાથાસૂત્ર કહે છે. મોરે ૩ ઇત્યાદિ.
ઓઘ, સંક્ષેપ, સમાસ, સામાન્ય આ બધાનો એક જ અર્થ છે. એટલે અન્વય આ પ્રમાણે થશે કે “ઓઘથી નિયુક્તિને કહીશ.’ આ ગાથાના આ ખંડટુકડા વડે ક્રિયાની અનન્તરતા રૂપ સંબંધ કહેવાયો.
પ્રશ્ન : કંઈ સમજણ ન પડી. શું કહેવા માંગો છો તમે ?
સમાધાન : કોઈકે વિસ્તારથી કથન કરવા રૂપ વ્યાસક્રિયા કરી હોય તો જ પછી સંક્ષેપથી કથન કરવા રૂપ સમાસક્રિયા ન થાય ને? એટલે સમાસક્રિયા એ વ્યાસક્રિયાની અનન્તરભૂત છે. આથી અહીં ક્રિયાની અનન્તરતા રૂપ સંબંધ છે. (આશય
એ કે પૂર્વોમાં તો આ નિર્યુક્તિ વિસ્તારથી કહેવાયેલી જ છે. હું અહીં સંક્ષેપથી કહીશ...).
૧-૨
=
=
ક
F
fe's
all iા ૨૭l.
+
B