________________
નવયુગને જૈન
તે ધર્મ–શુકલ ધ્યાનના શેલેશીકરણ સુધી અનેક માર્ગો બતાવ્યા છે. આ વિષય ઘણું વિશાળ છે અને આકર્ષક છે. સાધનધર્મોને પાર ન હોવાથી તેમાં અનેક પ્રકારની છૂટ મૂકેલી છે. એક પ્રાણીને જંગલમાં રહીને પોતાની મુક્તિ સાધ્ય થઈ શકે તેવું લાગતું હોય તો તે સમાજ સાથે માત્ર આહારપાણને જ સંબંધ રાખે. બીજાને લેખ લખીને, પુસ્તકે બનાવીને, વ્યાખ્યાનો તૈયાર કરીને, ચર્ચાઓ યોજીને, અન્યને માર્ગે લઈ આવવા કરવાનું યોગ્ય લાગે અને તે દ્વારા પિતાની મુક્તિ સાધી શકે તેવું તેને લાગતું હેય તે તેણે તેમ કરવું. એમાં સમાજમાં રહી કામ કરનાર કે સમાજથી દૂર જઈ આત્મશ્રેયસ્ સાધનાર એકબીજાની ટીકા ન કરી શકે.
આવા તો અનેક પ્રસંગે છે, અને પ્રત્યેક યુગે તે પ્રમાણે સાધનધર્મોમાંથી અમુકને મહત્તા અપાણી છે. જ્યારે દેરાસરની જરૂરિયાત વધારે જણાય ત્યારે એક મંદિર બંધાવનાર તીર્થંકર નામકર્મ બાંધે એ સૂત્રને મુખ્યતા અપાય, અને જ્યારે દેરાસરની સંખ્યા વધી પડે અને સારસંભાળમાં બેદરકારી કે અલ્પકાળજી દેખાય ત્યારે જિર્ણોદ્ધાર કરાવનારને દેરાસર બંધાવનાર કરતાં આઠ ગણું વધારે પુણ્ય થાય એ સૂત્રને વિશેષતા મળે. આમાં કઈ જાતને પ્રપંચ નથી, પણ પ્રત્યેક યુગે એમ થતું જ આવ્યું છે; એ જેનોને ઈતિહાસ જાણનાર બરાબર બતાવી શકે એવાં સાધન તેને હવે ઉપલબ્ધ થયાં છે.
અને જૈનદર્શનને ઇતિહાસ જોતાં ચિત્યવાસ થવાના અને રદ થવાનાં કારણોમાં ઉતરીએ, ધોળાંને બદલે પીળાં કપડાં કરવાને ઇતિહાસ તપાસીએ, ક્રિયાઉદ્ધારને આખે ઇતિહાસ અને કરેલા
અનેક ફેરફારની તુલના કરીએ તો સાધનધર્મોને અંગે પૂરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com