________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વિશાળ માર્ગ પર ચીંથરેહાલ હાલતમાં વીરકુવીંદ તેઓ બંનેની નજરે પડ્યો. તેની પાછળ છોકરાઓનું મેટું ટાળ્યું હતું. કેટલાક ટીખળપ્રેમી છેકરાઓ તેને પત્થર મારી હેરાન કરતા હતા છતાં પણ વીરકુવદ તે “વનમાળા......વનમાળા....વનમાળા”ના નામની એક માત્ર પૂનમાં આગળ વધ્યે જતું હતું. આ દશ્ય જઈ વનમાળાને ઘણું જ લાગી આવ્યું. એકદમ આઘાત થવાથી તેને મૂરછ આવી ગઈ. રાજાએ શીતાપચાર કરાવતાં અલ્પ સમય બાદ તેની મૂચ્છી વળી અને તે સચેત બની. રાજાએ શાંત ચિત્ત આશ્વાસન આપ્યું અને રાજા અને વનમાળા બંને નીચે વીરકુવીંદ પાસે જવા તૈયાર થયા. દાસ-દાસી અને પરિજન વર્ગ, ઉભયના અચાનક પરિવર્તનથી અચંબે પામ્યા. બંને જણ રાજમહેલની સીડી ઉતરી વિરકુવીંદની પાસે જવા લાગ્યા, પણ માનવની ઇરછા કયારે પૂર્ણ થઈ છે? તે ધારે છે કાંઈ ને કુદરત કરે છે કાંઈ. તીર્થકર જેવા ત્રિલેકનાથ પુરુષોત્તમને પણ કમવશ થવું પડે છે તે સામાન્ય પ્રાણીગણનું તે પૂછવું જ શું? શુભ ધ્યાનધારાએ ચઢી સુમુખ અને વનમાળા ચાલ્યા આવે છે તેવામાં અચાનક વીજળી તે બંને પર પડી અને વીરકુવીંદના ચરણે જઈ તેની માફી માગે તે પહેલા જ વનમાળા અને સુમુખ રાજવીના પ્રાણ ત્યાં ને ત્યાં જ પરલોકપ્રયાણ કરી ગયા.
મહાત્મા તુલસીદાસે ખરું જ કહ્યું છે કે – તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય; મુઆ હેરકે ચામસે, લેહા ભસ્મ હો જાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com