________________
પશ્ચાત્તાપ ને પરિણામ
૧૯
કાઢવા જેવું નથી, કારણ કે આ પ્રાણી કર્મરાજાને આધીન છે. તેના નચાવ્યા નાચ આ જીવને આ સંસારરૂપી રંગભૂમિ પર વિવિધ દેહ ધારણ કરીને કરવા જ પડે છે. મેહરાજાએ આ પ્રાણીને એવી મદિરા પાઈ છે કે તેનું ઘેન એક-બે ભવ નહિ પરંતુ ઘણુ ભ સુધી પણ દૂર થતું નથી. કર્મના અબાધિત નિયમને જે પ્રાણી બરાબર સમજે છે તે કદી બાહાચાર કે બાહ્ય રૂપ-રંગ યા તે વૈભવવિલાસમાં રાચે નહિ. તે તે દરેક કાર્યની પાછળ કર્મની સત્તાને જ વિચાર કરે. તેમાં પણ જે સાચી દષ્ટિ સાંપડી જાય તે મિક્યા પ્રકારનાં અનેક દુઃખદાવાનળે કે કંકાસ શીધ્રપણે શમી જાય. માણસની ભૂલ થઈ જાય, પણ તેનું ભાન થયા પછી સાચા અંતઃકરણપૂર્વકતેને પશ્ચાત્તાપ કરે અને પુનઃ તેવી ભૂલ ન કરવાનો નિર્ણય કરે તે તે સહેલાઈથી પૂર્વના પાપમાંથી મુક્તિ મેળવે છે.
આ કથાનકનો સમય ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરાનો શીતળનાથજીના વારાનો છે. આ સમયમાં ગુન્હાહિતકાર્યો અલ્પાંશે જ થતા અને જે પણ એવા હળુકમી હતા કે પ્રાયે ભૂલ કરતાં જ નહિ અને કરતાં તે તેનું ભાન થવાની સાથે પશ્ચાત્તાપ પૂર્વક તેનું નિવારણ કરી લેતા. પરસ્પર વૈમનસ્ય કરવાનું કારણ ઉપસ્થિત જન થતું પરંતુ જેમ જેમ દુષમકાળનો પ્રભાવ વધતો ગયે તેમ તેમ આ કામમાં સ્વાભાવિક ફેરફાર થવા લાગ્યો અને લોકેના હૃદયમાં પણ પાપી વાસનાએ વાસ કરવા માંડ્યો.
વનમાળા અને સુમુખ રાજવીએ પશ્ચાત્તાપપૂર્વક પિતાના ગુન્હાની ક્ષમા માગવાનો નિર્ણય કર્યો તેવામાં રાજમહેલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com