________________
પ્રવચન-૨
પૈસા જોઈએ અને ભોગ સુખ પણ જોઈએ. પરંતુ આ બધાં પ્રત્યે તમારી દષ્ટિ શું હોવી જોઈએ ? જીવનનું ધ્યેય તમારું કહેવું જોઈએ ? નિઃશ્રેયસ ! આત્મકલ્યાણ! આજ જીવનનું ધ્યેય હોવું જોઈએ.
ધન કમાવવું એ એક વાત છે અને ધનનું મમત્વ રાખવું તે બીજી વાત છે. ભેગસુખ ભોગવવું એ એક વાત છે અને તેમાં આસક્તિ રાખવી એ બીજી વાત છે. આ બંનેમાં ઘણું મોટું અંતર છે, તમે અનાસક્ત બનવાને આંતરિક પુરુષાર્થ કરે. આ ગ્રન્થમાં આગળ આ પુરુષાર્થ બતાવી છે. કર છે ને એ પુરૂષાર્થ? યાદ રાખજે, અર્થ-પુરૂષાર્થ અને કામ-પુરૂષાર્થમાં જ માનવજીવન પૂરું થઈ ગયું તે મરીને દુર્ગતિમાં જ જવાના. પશુનિ, નરનિ કે નિમ્નસ્તરની મનુષ્યનિ સિવાય બીજી કઈ જ ગતિ નહિ મળે. અને જાણો છો ને ત્યાં શું હોય છે? દુઃખ અને ત્રાસ સિવાય બીજું ત્યાં કઈજ નહિ મળે. ધર્મને અર્થ-કામનું સાધન ન બનાવે ?
ધર્મ ધન આપે છે, ધર્મ ભેગસુખ આપે છે–આવું પ્રતિપાદન માણસને ધર્મ પ્રત્યે, ધર્મની શકિત પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા અને સદભાવ પેદા કરે છે. ધર્મ કરીશ તે ધન મળશે, ધર્મ કરવાથી ભેગસુખ મળશે–આમ માનવું ખતરનાક-ભયાનક છે. તેનાથી માણસ ધર્મ પ્રત્યે નહિ પરંતુ અર્થ અને કામ પ્રત્યે આકર્ષિત થાય છે. એવા વિચારથી તે ધમને અર્થ અને કામનું સાધન બનાવી દે છે. ધર્મ સાધનામાં અર્થ-કામને સાધનના રૂપમાં ઉપયોગ કરે ઉચિત છે પરંતુ અર્થ-કામની સાધનામાં ધર્મને સાધન બનાવવું તે તદ્દન અનુચિત છે, મૂર્ખતા છે.
કેઈપણ વાત હોય, સારી હોય કે ખરાબ, એ વાતને તમે કઈ દષ્ટિએ જુવે છે–સ્વીકારે છે તે જ મહત્વપૂર્ણ છે. સ્ત્રી તે સ્ત્રી જ છે પણ એક પુરુષ તેને સતી-મહાસતીના સ્વરૂપે જુવે છે. જ્યારે બીજો પુરુષ તેને રૂપવતી યૌવનાની નજરે જુવે છે. એ પ્રમાણે