________________
૩૨
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ભેગની પણ ભીખ ન માગે! માંગણ-ભિખારી ન બનો. કારણ ધર્મસત્તાને ભિખારી પસંદ નથી. માંગણેભિખારીઓ પ્રત્યે ધર્મને સખ્ત નફરત છે. જે મનથી પણ કશું જ માંગતા નથી અને ધર્મ કરે છે, ધર્મનું શરણ સ્વીકારે છે તેને ધર્મ એટલું દે છે, એવું અદ્દભૂત દે છે કે જેની કલ્પના પણ એ જીવાત્મા એ ધર્મસાધક ન કરી શકે ! ગોવાળપુત્રને કલપનાતીત ધન-સંપત્તિ અને ભેગસુખ આવ્યાં કે નહિ?
ધર્મ બધું જ આપે છે પરંતુ જીવેની ચેગ્યતા પણ અપેક્ષિત છે. જેમ જેમ જીવની યેચતાને વિકાસ થતું જાય છે. તેમ તેમ ધર્મતત્વની નિકટતા વધતી જાય છે અને ઉત્તરોત્તર ઉચ્ચઉચ્ચત્તર સુખેની ઉપલબ્ધિ આપોઆપ થાય છે. જ્યાં સુધી જીવાત્મા અર્થ-કામને અભિલાષી છે, માત્ર સાધનના રૂપમાં નહિ, અર્થ-કામ જ સાથ ! જ્યાં સુધી અભ્યદય એ જ ચરમ લક્ષ્ય ત્યાં સુધી સમજવું કે યોગ્યતા હજી પરિપક્વ થઈ નથી. આત્મકલ્યાણને જ જીવનનું ધ્યેય રાખે
માનવજીવનમાં અર્થ-કામ પણ આવશ્યક છે, અર્થ-કામ વિના જીવન નથી કરી શકાતું. ઠીક છે આ માન્યતા, પરંતુ આપણું લક્ષય, આપણું ધ્યેય અર્થ-કામ જ ન હોવું જોઈએ. અભ્યદય માત્ર સાવનના રૂપમાં ઉપાદેય છે પણ સાધ્યના રૂપમાં તે તે હેય જ છે, તે કયારેય ઉપાદેય ન બની શકે. સાધ્ય તે નિશ્રેિયસ જ જોઈએ! શું છે તમારું જીવનલક્ષ્મી માત્ર ધનદષ્ટિ અને ભગદષ્ટિ તે નથી ને? અર્થપ્રધાન અને કામપ્રધાન જ નથી બન્યા ને ?
સભામાંથી : એવા જ બની ગયા છીએ, મહારાજશ્રી !
મહારાજશ્રી તે તમને એમ લાગે છે ખરું કે અર્થપ્રધાન અને કામપ્રધાન જીવન સારું નથી ? ધન-દૌલત અને ભેગ-સુખને જ આદર્શ બનાવી જીવન જીવવું એ માનવજીવનની બરબાદ છે, એમ તમે માને છે ? તમે ગૃહસ્થ છે, સંસારી જીવન જીવે છે, તમારે