________________
'
નવીન રાજ્યમાં શાંતિ ફેલાય એટલા માટે પુર, નગર, દેશ અને ગ્રામ વિગેરેની રક્ષા, ઉદ્ભય સુભટો સંગ્રહ, દુષ્ટ નીતિને વિનાશ, સુનીતિની વૃદ્ધિ તેલ માપની એગ્ય વ્યવસ્થા, વ્રતધારીઓ “ઉપર સમતા, જૈન મંદિરમાં પૂજ અને પુરૂષને સત્કાર કરવાની શ્રી કુમારપાલ ભૂપતિએ વ્યવસ્થા કરી.”
એમ પિોતાના રાજ્યની વૃદ્ધિ માટે ભૂપતિએ અનેક પ્રકારની ઉદારતા પ્રવર્તાવી. તેમજ રાજ્ય પ્રાપ્તિ પછી લગભગ દશ વર્ષ સુધી રાજ્ય વ્યવસ્થા અને રાજ્યસીમા વધારવામાં પ્રયત્ન કરીને ઉન્મત્ત રાજાઓને પણ પોતાની પ્રચંડ આજ્ઞાને સ્વાધીન ર્યા.
તે સમયના રાજાઓમાં કુમારપાળ રાજા એક અદ્વિતીય વિજેતા અને વીર રાજા હતા. ભારતવર્ષમાં તેની બરોબરીમાં આવે તેવો કોઈ અન્ય રાજા નહોતે.
રાજ્યસીમા બહુ વિશાલ હતી. “ઉત્તરદિશામાં તુર્કસ્થાન, પૂર્વમાં ગંગાનદી, દક્ષિણમાં વિંધ્યાચલ અને પશ્ચિમમાં સમુદ્ર પર્વત તેમનું રાજ્ય હત” એમ શ્રી મહાવીરચરિત્રમાં શ્રી હેમચંદ્રસૂરિએ લખ્યું છે.
દયાશ્રય મહાકાવ્યની પ્રસ્તાવનામાં પ્રો.મ. ન. દિ. લખે છે કે-“ગુજરાતના અથવા અણહિલવાડના રાજ્યની સીમા બહુ વિશાલ જણાય છે.
દક્ષિણમાં કહપુરના રાજા તેની આણ માને છે અને ભેટ મોકલે છે ઉત્તરમાં કાશ્મીરથી પણ ભેટે આવેલી છે,
પૂર્વમાં ચેદી દેશ તથા યમુનાપાર અને ગંગા પાર મગધ સુધી આણ ગયેલી છે,
પશ્ચિમે સૌરાષ્ટ્ર તે ગુજરાતને તાબે હતું અને સિંધુદેશ એટલે સિંધ અને પંજાબને કેટલાક પંચનદ આગળને ભાગ એ પણ ગુજરાતને તાબે હતે.
તે સિવાય ઘણાય દેશના રાજાનાં નામ આવે છે. એમને ઓળખવાનાં આપણી પાસે હાલ સાધન નથી.”
એ પ્રમાણે સર્વ રાજ્ય વ્યવસ્થા સુસ્થિત કરી. પરંતુ પરમોપકારી શ્રી હેમચંદ્રસૂરીશ્વર તેમની સ્મૃતિમાં આવ્યા નહીં.
બાદ શ્રીકુમારપાલ રાજાના રાજ્યાભિષેકના સમાચાર કરણાવતી નગરીમાં આચાર્ય મહારાજના જાણવામાં આવ્યા. પ્રસન્ન થઈ પોતે વિચાર કરવા લાગ્યા કે. નિમિત્ત જોઈ મેં તેને પ્રથમ રાજ્ય પ્રાપ્તિને સમય કહ્યો હતો, ત્યારે તેણે કબુલ કર્યું હતું કે, રાજ્ય મળવાથી હું જૈનધર્મની બહુ ભકિત કરીશ. તે વૃત્તાંત તેને યાદ છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ... :