________________
૧૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ન ચાલે છે. અનુકંપાદાન તરીકે વિકલાંગને, ભિક્ષુઓને પણ મહાવીર જન્મકલ્યાણક જેવા દિવસે ભોજન, વસ્ત્ર વગેરેની સુવિધાઓ પૂરી પાડવા પ્રેરણા અપાય છે. કલ્યાણની ઈચ્છા રાખનારા જીવાત્મા પિતાની રુચિ, શક્તિ, અને પરિસ્થિતિ મુજબ કર્મનિર્જરામાં પ્રવૃત્ત થાય છે.
[ 000
અક્ષય સ્ત્રોત સમાં તપસ્વી આર્યારત્નાઓ
સ્વભાવથી જ સહનશીલતા, ધૈર્ય, દયા, કરુણા અને
અખૂટ વાત્સલ્ય પ્રેમી સ્ત્રીરત્નો વૈરાગ્ય અને તપસ્યાને કઠિન માર્ગ પસંદ કરી સંચરે ત્યારે તેની આજુતા અને નમ્રતા, એમના સંયમ અને નિયમ ખરેખર વંદનીય બની રહે છે. એમાંય જૈન દર્શનમાં તે જપ, તપ અને સંયમસાધનાના નિયમ ઘણું જ કપરા છે, તે આકરાં છે, સંયમી જીવન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું અતિ દેહ્યલું છે. વળી ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, ઉગ્ર ઉપસર્ગો સમતા ભાવે સહન કરવા એ જેવીતેવી વાત નથી. યક્ષા આદિ સાધ્વીજીઓના માર્મિક પ્રસંગે વારંવાર વાળવા જેવા છે. જૈન દર્શનમાં જેમ સત્ત્વશાળી શ્રમણાનાં ચરિત્રો આલેખાયાં તેમ પ્રભાવક શ્રમણીઓનાં ચરિત્ર પણ મનને ઉલ્લસિત કરનારું છે, જે આ ગ્રંથમાં વાંચી શકશે.
સમવાયાંગ, જબુદ્ધીપ પ્રજ્ઞપ્તિ, આદિ ગ્રંથમાં તીર્થકરોની ઉપાસિકાઓના ઉલ્લેખો ઠીક ઠીક પ્રાપ્ત થાય છે.
(
O_
O
શમણું જીવનનું ધ્યેય, કાર્ય અને ફલશ્રુતિ
O O
જૈન ધર્મમાં સ્ત્રીઓને પણ સર્વવિરતિ ધર્મના પાલનની
છૂટ આપવામાં આવી છે. સંયમજીવનની આરાધનાનું જે કઈ એક માત્ર ધ્યેય હોય તે એક્ષપ્રાપ્તિ છે. એક્ષપ્રાપ્તિ સિવાયની ઐહિક અપેક્ષાઓ કે દેવગતિના સુખની અભિલાષા એ રત્નત્રયી રૂપ હીરાને કેડીના મૂલ્ય તેલવા સમાન છે. જ્ઞાનથી અજ્ઞાનતા દૂર થાય. ગુરુગમથી જ્ઞાનદષ્ટિ જાગૃત કરીને વ્રત પાલન દ્વારા કર્મનિર્જર કરીને ઉત્કૃષ્ટ આરાધનાથી કર્મક્ષય કરીને મોક્ષ મેળવવાનું ધ્યેય એ જ શાશ્વત વિચાર છે. સંયમ મળ્યા પછી કેવી રીતે આરાધના કરીને આરાધક તરીકે સફળ થવું, તે આરાધક આત્માને પિતાને પુરુષાર્થ, ઉત્સાહ, વ્રતપાલનની શુભ ભાવના ને ગુરુ પ્રત્યેની સમર્પણુશીલ ભક્તિ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org