________________
જ્ઞાન સ્વ. શ્રીયુત ગમંદરલાલ: જેની એમ. એ., પં. ફરિચંદ લાલન, સ્વ. પંડિત હીરાચંદ ઝવેરી એમ. આર. એ. એસ, શ્રી કેશવલાલ પ્રેમચંદ મેદી બી. એ., એલએલ. બી. અને સ્વ. શેઠ માણેકચંદ હીરાચંદ જે. પી. વગેરે તરફથી મને મળી રહ્યું. મને જોઈતી તમામ માહીતી પૂરી પાડવા માટે હું તેઓ સર્વને અત્યંત ઋણી છું.
મને જનધર્મ સંબંધી એક લઘુ ગ્રંથ લખવાનું સૂચન થયું હતું, પણ એવો ગ્રંથ લખી શકવાની મારી અશક્તિને કારણે, શ્રી વીરચંદભાઈએ આપેલ અમૂલ્ય વસ્તુઓની દુનિયાને ભેટ કરવાને મેં સહર્ષ સંકલ્પ કર્યો. વીરચંદભાઈએ મને આપેલ બોધ સર્વોચ્ચ હતો, એ બોધ હું પુસ્તકરૂપે જગત સમક્ષ રજુ કરું છું.
આ ગ્રંથમાં જૈનધર્મના પ્રત્યેક દ્રષ્ટિબિન્દુનું નિરૂપણ થઈ શકયું નથી. ગ્રંથમાં સિદ્ધાન્તોનું આલેખન ખોટી રીતે થયું હોય તે તેમાં યોગ્ય સુધારે કરવાનાં સૂચનોનો સહર્ષ સ્વીકાર થશે.
ભૂલચૂક માટે વાચકની ક્ષમા યાચીને વિરમું છું.
]
૮૪, શેલગેટ રોડ,
લંડન. માર્ચ ૧૯૩૦
હર્બટ વરન.